Source : BBC NEWS

અમદાવાદ : ‘મારું આખું મકાન જાય છે’, ઘરો તૂટતાં મહિલાઓએ રડતાં-રડતાં શું કહ્યું?

પ્રકાશિત

અમદાવાદના મોટેરા વિસ્તારમાં શનિવારે સવારથી જ દબાણો હઠાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે આ જમીન મહાનગરપાલિકાની જ હતી. જેના પર સમય જતાં દબાણો થઈ ગયાં હતાં. જ્યારે જેમનાં ઘરો તોડવામાં આવ્યાં તે અસરગ્રસ્તોનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી આ સ્થળે રહેતા હતા.

કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ડિમોલિશનમાં સહકાર આપવા તૈયાર હતા. જોકે, અસરગ્રસ્તોએ આરોપ લગાવ્યો છે કે તંત્રએ કરેલી આ કાર્યવાહીમાં તેમનાં ઘરોમાં જે કાયદેસર કહી શકાય તેવા ભાગમાં પણ તોડફોડ કરાઈ રહી છે.

અહેવાલ : તેજસ વૈદ્ય

ઍૅડિટ : રિપુલ મકવાણા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS