Home તાજા સમાચાર gujrati અમેરિકા: રશિયા પર પ્રતિબંધવાળા બિલને મંજૂરી, ભારત સહિત પાંચ દેશો પર 100...

અમેરિકા: રશિયા પર પ્રતિબંધવાળા બિલને મંજૂરી, ભારત સહિત પાંચ દેશો પર 100 ટકા ટેરિફની જોગવાઈ – ન્યૂઝ અપડેટ

7
0

Source : BBC NEWS

અમેરિકા: રશિયા પર પ્રતિબંધવાળા બિલને મંજૂરી, ભારત સહિત પાંચ દેશો પર 100% ટેરિફની જોગવાઈ

ઇમેજ સ્રોત, Mandel NGAN / AFP via Getty Images

અમેરિકાના સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો ચીન અને ભારતને દંડિત કરવા ભારે બહુમતીથી એક બિલને મંજૂરી આપી છે.

અમેરિકાના સાંસદોનો દાવો છે કે આવા વ્યાપાર યુક્રેન યુદ્ધને વેગ આપવા માટે મદદ કરે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બિલનું નામ બદલીને ‘લિંડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026 રાખવામાં આવ્યું છે. સેનેટે તેને 86-11 મતથી મંજૂરી આપી.

આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના ટોચના પાંચ તેલ અને ગેસ આયાતકારો પાસેથી આવતા માલ પર 100 ટકા ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ બિલ ભારત-અમેરિકા વેપાર સોદાની વાટાઘાટોને અસર કરી શકે છે , ત્યારે વ્હાઇટ હાઉસ નૅશનલ ઇકોનૉમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે કહ્યું, “તે વાટાઘાટકારો પર આધાર રાખે છે. હું જ્યારે પ્રક્રિયા ચાલુ છે ત્યારે કોઈ ટિપ્પણી કરી શકતો નથી.”

ઈરાને મુસ્લિમ દેશોને એક થવા અપીલ કરી

ઈરાન, અરાગચી, અમેરિકા, રશિયા, બીબીસી ગુજરાતી, Iran, US, Russia, Oil

ઇમેજ સ્રોત, Thomas Trutschel/Photothek via Getty Images

ઈરાને મુસ્લિમો અને ગલ્ફ દેશોને એકતા માટે અપીલ કરી છે.

તેમણે લખ્યું, “જો મુસ્લિમોમાં એકતા રહેશે તો આપણે બહારના ખરાબ નિયત ધરાવતા લોકો તરફથી આવતા દરેક પડકારનો હિંમતભેર સામનો કરી શકીશું.”

“હવે ફક્ત પોતાના પર વિશ્વાસ કરવાનો અને સાચા ભાઈચારાને અપનાવવાનો સમય છે.”

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી આઈઆરએનએએ પણ અરાઘચીના આ નિવેદનને શેર કર્યું છે.

તેમણે કહ્યું કે ઈરાન તેના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે વાટાઘાટો ચાલુ રાખવા માટે તૈયાર છે, પરંતુ તેની સાર્વભૌમત્વ અથવા સંરક્ષણ ક્ષમતાઓને નબળી પાડતી માંગણીઓ સ્વીકારશે નહીં.

તેમણે પડોશી દેશો સાથે વધુ સારા સંબંધો, દેશના નેતૃત્વ અને સશસ્ત્ર દળો સાથે સંકલન તેમજ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઈરાનના સંઘર્ષ વચ્ચે પ્રાદેશિક વિભાજન અટકાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

સ્પેન અને ઇટાલી વચ્ચેનો વિવાદ વધ્યો, બંને દેશોએ સરહદ નિયંત્રણ લાદ્યા

સ્પેન અને ઇટાલી વચ્ચેનો વિવાદ વધ્યો, બંને દેશોએ સરહદ નિયંત્રણ લાદ્યા

ઇમેજ સ્રોત, Getty Images

યુરોપિયન યુનિયનના બે દેશો, સ્પેન અને ઇટાલી વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. સ્પેને ઇટાલીથી થતી તમામ હવાઈ અને દરિયાઈ મુસાફરી પર સરહદ નિયંત્રણો લાદ્યા છે.

આ પગલાં મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે અને એક મહિના સુધી ચાલશે. સ્પેનનો આ નિર્ણય ઇટાલી દ્વારા સમાન પ્રતિબંધો લાદ્યાના એક અઠવાડિયા પછી આવ્યો છે.

ઇટાલીએ આ પ્રતિબંધો મોરોક્કોથી લગભગ 78,000 સ્થળાંતર કરનારાઓ સ્પેનના સ્વાયત્ત પ્રદેશ સ્યૂટા પહોંચ્યા બાદ લાદ્યા હતા.

મોરોક્કોના ઉત્તરી કિનારે સ્થિત સ્યૂટા, જિબ્રાલ્ટરની સ્ટ્રેટ દ્વારા મુખ્ય ભૂમિ સ્પેનથી અલગ થયેલ છે અને લાંબા સમયથી યુરોપ પહોંચવાનો પ્રયાસ કરતા સ્થળાંતર કરનારાઓ માટે એક મુખ્ય ઍન્ટ્રી પૉઇન્ટ રહ્યો છે.

સ્યૂટા ભૌગોલિક રીતે આફ્રિકન ખંડમાં સ્થિત છે અને તેની સરહદ મોરોક્કો સાથે જોડાયેલી છે. તે યુરોપિયન દેશ સ્પેનના વિસ્તારમાં આવેલું છે.

શુક્રવારે, સ્પેને માંગ કરી હતી કે ઇટાલી રવિવાર સુધીમાં તેની સરહદ પર દેખરેખ પાછી ખેંચી લે. ઇટાલીએ કહ્યું કે આ તપાસ ઓછામાં ઓછી 15 ઑગસ્ટ સુધી ચાલુ રહેશે.

ઇટાલીએ કહ્યું કે તેમને આશંકાઓ છે કે સ્પેનમાં સ્યૂટામાં પ્રવેશતા સ્થળાંતરકારોમાં વધારો થઈ શકે છે

આ કટોકટીએ સ્પેનના સમાજવાદી નેતા પેડ્રો સાંચેઝ અને ઇટાલીના રૂઢિવાદી નેતા જ્યોર્જિયો મેલોનીને સામસામે લાવી દીધા છે, જેમણે લાંબા સમયથી યુરોપિયન યુનિયનના પ્રવાસન નિયમોને કડક બનાવવાનું આહ્વાન કરતા રહ્યા છે.

ઇટાલીની સ્પેન સાથે કોઈ જમીન સરહદ નથી. ઇટાલી સરકારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સ્યૂટામાં પ્રવેશેલા સ્થળાંતર કરનારાઓને ઇટાલી પહોંચતા અટકાવવા માટે સરહદ-મુક્ત શેંગેન સિસ્ટમને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શેંગેન સિસ્ટમ હેઠળ, લોકો પાસપોર્ટ વિના 25થી વધુ યુરોપિયન દેશોમાં મુસાફરી કરી શકે છે.

સ્પેને ઇટાલીની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે તે “ખોટા તર્કો” પર આધારિત છે અને તેનો તથ્યો સાથે કોઈ સંબંધ નથી કારણ કે સ્યૂટામાં પ્રવેશેલા સ્થળાંતરકારો પાસે શેંગેન વિસ્તારમાં પ્રવેશવાનો કોઈ રસ્તો નહોતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS