Source : BBC NEWS

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દાનપેટી કથિત દાનમાં ગરબડનો વિવાદ

ઇમેજ સ્રોત, ANI

અયોધ્યામાં રામમંદિરના દાનમાં કથિત અનિયમિતતાનો મામલો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે.

ગઈ 7 જૂને સમાજવાદી પાર્ટી પ્રમુખ અને પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ઍક્સ પર રામમંદિરના દાન સાથે સંકળાયેલા કરોડો રૂપિયા ‘ગાયબ’ થયાનો આરોપ કર્યો હતો.

તેમણે ઍક્સ પર લખ્યું, “સમસ્ત વિશ્વમાં ભગવાન રામના ઉપાસકો માટે એક ખૂબ જ સંવેદનશીલ સમાચાર છે કે ‘રામમંદિર’ના દાનની કરોડોની રકમ ગાયબ જોવા મળી છે.”

જ્યારે અયોધ્યાના ડીએમ શશાંક ત્રિપાઠીએ બીબીસી હિંદીને જણાવ્યું, “રામમંદિરના દાનની બાબતમાં જે કોઈ આરોપ કરવામાં આવ્યા છે, તેના સંબંધમાં જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે. કેસની તપાસ ચાલુ છે. તપાસ પૂરી થયા પછી સંબંધિત તથ્યો અને માહિતીઓને સાર્વજનિક કરવામાં આવશે.”

આ મામલા સંદર્ભે આરોપ-પ્રત્યારોપને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે રામમંદિરમાં દાનવિવાદની તપાસ માટે ત્રણ સભ્યનું વિશેષ તપાસ દળ (એસઆઇટી) બનાવ્યું છે. એસઆઇટીમાં આઇએએસ વિજયવિશ્વાસ પંત, આઇપીએસ કિરણ એસ. અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલ રતન સામેલ છે. આ એસઆઇટી સોમવારે અયોધ્યા પહોંચી ગઈ છે.

બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓએ એસઆઇટી સામે અવિશ્વાસ દર્શાવીને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા તપાસ કરાવવાની માગ કરી છે.

તપાસ પૂરી થયા પછી એસઆઈટી ઉત્તર પ્રદેશ સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.

સમગ્ર મામલો શું છે?

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દાનપેટી કથિત દાનમાં ગરબડનો વિવાદ

ઇમેજ સ્રોત, ANI

રામમંદિરના દાન કે ભેટમાં ‘હેરાફેરી’ બાબતે સ્થાનિક સ્તરે સમયસમયાંતરે સવાલ ઊભા થતા રહ્યા છે.

અયોધ્યાથી સમાજવાદી પાર્ટીની સરકારમાં મંત્રી અને પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ બીબીસી હિંદીને કહ્યું, “આ લૂંટ કંઈ નવી નથી. જ્યારથી આ ટ્રસ્ટ (શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર) બન્યું છે, ત્યારથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.”

તેમણે કહ્યું, “પહેલાં ટ્રસ્ટની જમીનનું કૌભાંડ ઉજાગર થયું હતું અને પછી મહીપાલસિંહ, જેઓ દાનની રકમની ગણતરી કરાવતા હતા, તેમણે દાનની રકમની ચોરીની ફરિયાદ કરી હતી. પરંતુ કશી કાર્યવાહી ન થઈ. અમે અયોધ્યાવાસી છીએ, અમે જોઈ રહ્યા છીએ જેઓ મંદિરમાં 10-15 હજારની નોકરી કરતા હતા તેઓ શું બની ગયા?”

પરંતુ આ વખતે આ મામલો એવા સમયે રાજકીય વિવાદનો મુદ્દો બની ગયો જ્યારે પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે તેને પોતાના ઍક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો.

તેમણે ઍક્સ પર લખ્યું, “સમસ્ત વિશ્વમાં ભગવાન રામના ઉપાસકો માટે આ એક ખૂબ જ સંવેદનશીલ સમાચાર છે કે ‘રામમંદિર’ના દાનની કરોડોની રકમ ગાયબ જોવા મળી છે. આ મંદિર ટ્રસ્ટ માટે અત્યંત શરમજનક છે. સ્પષ્ટતા કરવા માટે કોઈ પણ આગળ આવવા નથી માગતું. ન્યાયાલય સમક્ષ જાતે નોંધ લેવાની માગ છે, કેમ કે, તેનો સીધો સંબંધ વૈશ્વિક સ્તરે સમસ્ત સનાતની સમાજની પ્રભુ રામમાં ઊંડી શ્રદ્ધા સાથે છે. સરકારનું મૌન સંદિગ્ધ છે.”

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દાનપેટી કથિત દાનમાં ગરબડનો વિવાદ

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

એ જ દિવસે અખિલેશ યાદવે ઍક્સ પર બીજી પોસ્ટ કરીને લખ્યું, “ટ્રસ્ટના બધા સભ્યોને એકસાથે બેસાડીને સ્પષ્ટીકરણ આપવામાં આવે અને આંકડાના ક્રૉસ-વેરિફિકેશન માટે સીસીટીવી પુરાવાનો આધાર લેવામાં આવે. જેવા બધા ટ્રસ્ટીઓ એકસાથે બેસશે, એટલે તાત્કાલિક સત્ય બહાર આવી જશે, કેમ કે, તેમાંના દરેક એકસમાન નથી. આ હેરાફેરીની શંકાના કેન્દ્રમાં જ્યારે કોઈ એક વ્યક્તિવિશેષ છે જ નહીં, તો પછી કોઈ એકના સ્પષ્ટીકરણનું શું મહત્ત્વ છે?”

છેલ્લા નવ દિવસોમાં અખિલેશ યાદવ રામમંદિરના દાનની રકમમાં કથિત અનિયમિતતાના મામલે પોતાના ઍક્સ હૅંડલ પર સતત આઠ પોસ્ટ મૂકી ચૂક્યા છે.

સ્થાનિક ભાજપ નેતા રજનીશસિંહે પણ વડા પ્રધાનને પત્ર લખીને રામમંદિર નિર્માણ માટે એકત્ર કરવામાં આવેલા સમર્પણ નિધિની કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ) અને ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તપાસ કરાવવાની માગ કરી છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દાનપેટી કથિત દાનમાં ગરબડનો વિવાદ

બીજી તરફ રામમંદિર આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને બજરંગદળના સંસ્થાપક વિનય કટિયારે પણ દાનની રકમમાં કથિત અનિયમિતતા એ ગંભીર મામલો હોવાનું પત્રકારોને જણાવ્યું છે.

વિનય કટિયારે કહ્યું, “આ ગંભીર મામલો છે. આના માટે લોકોએ બલિદાન આપ્યાં છે. અમારા અને કલ્યાણસિંહ જેવા લોકો જેલ ગયા છે. કલ્યાણસિંહે રાજીનામું આપ્યું હતું. હાલના સમયે જે કોઈ છે, બધા ચોર છે. તે બધાને વિનય કટિયાર હાંકી કાઢશે. તેઓ બે દિવસમાં જ કાં તો ભાગી જશે અથવા જેલમાં જશે.”

વિપક્ષને એસઆઇટી પર અવિશ્વાસ

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દાનપેટી કથિત દાનમાં ગરબડનો વિવાદ

ઇમેજ સ્રોત, Deepak Gupta/Hindustan Times via Getty Images

સત્તાવાર માહિતી અનુસાર, ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ’ની વિનંતીથી ઉત્તર પ્રદેશ સરકારે એસઆઇટીની રચના કરી છે.

ત્રણ સભ્યોની ટીમ તીર્થક્ષેત્રમાં દાનપાત્રો બાબતમાં કરાઈ રહેલા આરોપોની તપાસ કરીને શાસનને પોતાનો રિપોર્ટ સોંપશે.

જ્યારે બીજી તરફ, અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સ યોજીને હાઈ કોર્ટ દ્વારા આ મામલાની તપાસ કરાવવાની માગ કરી છે.

અવધેશ પ્રસાદે પત્રકારોને કહ્યું, “આ લૂંટ રાષ્ટ્રની સૌથી મોટી લૂંટ છે. આ પ્રભુ શ્રીરામના મંદિરની લૂંટ છે. તેની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા એક ટીમ બનાવવામાં આવે અને તે ટીમ તપાસ કરે. તેની પહેલાં ટ્રસ્ટના બધા સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવે, જેથી તપાસ કોઈ પણ પ્રકારે પ્રભાવિત ન થઈ શકે. આ ધર્મની હાનિ છે.”

સપા સરકારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પવન પાંડેએ બીબીસીને કહ્યું, “પહેલાં પૂર્વ એકાઉન્ટ્સ ઇન્ચાર્જ મહીપાલે ચંપતરાયથી લઈને અનિલ મિશ્રાને દાનના પૈસામાં હેરાફેરીની ફરિયાદ કરી, પરંતુ કશી કાર્યવાહી ન થઈ. તેનો અર્થ એ છે કે આ લૂંટ સતત ચાલી રહી હતી.”

“મંદિરમાં કામ કરનારા પાસે બે વર્ષમાં ઘણાં પ્લૉટ અને જમીનો થઈ ગયાં, આખરે બે વર્ષમાં એવો કયો કારોબાર કરી લીધો કે આટલું બધું થઈ ગયું? સરકાર એસઆઇટી દ્વારા તપાસ કરાવી રહી છે, ભગવાન જાણે શું થશે! પ્રભુ શ્રીરામ સ્વયં પોતાની રક્ષા કરે.”

રામમંદિરના પૂર્વ એકાઉન્ટ ઇન્ચાર્જે શું જણાવ્યું?

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દાનપેટી કથિત દાનમાં ગરબડનો વિવાદ

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મહીપાલસિંહ જાન્યુઆરી 2021થી મે 2022 સુધી એકાઉન્ટ્સ ઇન્ચાર્જ રહી ચૂક્યા છે. રામમંદિરમાં દાનની રકમની ગણતરી તેમની દેખરેખ હેઠળ થતી હતી.

તેમણે રામમંદિરના દાનમાં અનિયમિતતાનો આરોપ કર્યો છે.

મહીપાલસિંહ અનુસાર, તેમણે જ્યારે દાનની રકમમાં કથિત ગરબડની ફરિયાદ કાર્યાલયની અઠવાડિક બેઠકમાં કરી ત્યારે તેમની જગ્યાએ અન્ય એકાઉન્ટ્સ ઇન્ચાર્જની નિમણૂક કરી દેવામાં આવી, ત્યાર પછી તેમણે પોતે આ વ્યવસ્થાથી અંતર જાળવી લીધું.

જ્યારે બીબીસી હિંદીએ મહીપાલસિંહ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે પોતાના જીવનું જોખમ હોવાનું કહીને વાત કરવાનો ઇન્કાર કરી દીધો.

તેમણે બીબીસી હિંદીને કહ્યું, “મને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હું ખૂબ જ દબાણ અને તણાવમાં છું. હું કશું પણ બોલવાની સ્થિતિમાં નથી. મેં અત્યાર સુધી પબ્લિકમાં જે કંઈ કહ્યું છે, એને જ તમે મારી વાત માની લો.”

મહીપાલસિંહે એક યૂટ્યૂબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “ગોપાલભાઈસાહેબ અમારી સાપ્તાહિક બેઠક કાર્યાલયમાં યોજતા હતા. ગોપાલભાઈસાહેબ ચંપતરાય પછીનું નેતૃત્વ છે. જ્યારે મેં ગોપાલભાઈસાહેબને દાનમાં અનિયમિતતાની વાત જણાવી તો બીજા દિવસે મારી જગ્યાએ અનિલ મિશ્રા (ટ્રસ્ટના સભ્ય)એ મારા સ્થાને બીજા કોઈને બેસાડી દીધા.”

પૂર્વ એકાઉન્ટ ઇન્ચાર્જ મહીપાલસિંહે આ જ ઇન્ટરવ્યૂમાં દાનની રકમ ઉપરાંત દાનમાં મળેલી ધાતુઓમાં પણ અનિયમિતતાની વાત કહી છે.

‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ’ શું કહે છે?

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યા, ધર્મ, શ્રી રામ, મંદિર, સપા, ઉત્તર પ્રદેશ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર દાનપેટી કથિત દાનમાં ગરબડનો વિવાદ

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ’ના મહાસચિવ ચંપતરાયે એક વીડિયો બહાર પાડીને દાનમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતાનો ઇન્કાર કર્યો છે.

તેમણે વીડિયોમાં કહ્યું છે, “શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પોતાનાં જુદાં-જુદાં કાર્યોનું ઑડિટ સમયસમયાંતરે કરતું રહે છે. હૂંડી (દાનપેટી) કાઉન્ટિંગ રૂમનું પણ ઑડિટ થાય છે. હૂંડી કાઉન્ટિંગ રૂમનું ઑડિટ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ન્યાસીગણ, કાર્યકરો અને સ્ટેટ બૅન્કના કર્મચારી સાથે મળીને કરે છે. આ કાર્ય ઘણા દિવસો સુધી ચાલે છે. આજકાલ આ જ કાર્ય થઈ રહ્યું છે. કોઈ પણ ઉલ્લેખનીય વાત કોઈના પણ ધ્યાનમાં અત્યાર સુધી નથી આવી.”

અમે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટના વર્તમાન 14 સભ્યોમાંના એક ડૉક્ટર અનિલ મિશ્રા સાથે વાત કરવાની ઘણી વાર કોશિશ કરી, પરંતુ તેમણે કશો જવાબ ન આપ્યો.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે 9 જૂને ઍક્સ પર પોસ્ટ મૂકીને ઘણા મુદ્દે તપાસની માગ કરી છે.

તેમણે ઍક્સ પર લખ્યું, “આ બધાની પાછળ કોણ છે, જે દેશની સનાતની આસ્થા સાથે રમત રમી રહ્યા છે? દાનમાં ચોરીનું પાપ કરનારાને કોણ બચાવી રહ્યું છે? આ અપરાધના તાર કયા-કયા લોકો સાથે જોડાયેલા છે અને કેટલે દૂર સુધી જાય છે? કોણ આવા અધર્મી છે, જેમના હાથમાં આ આખા કાંડની લગામ છે? આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ક્યાં છુપાઈને બેઠો છે?”

ભાજપ નેતા અને ઘણી વાર સાંસદ બનેલા બ્રજભૂષણ શરણસિંહે રામમંદિરના દાનમાં કથિત અનિયમિતતાના સવાલ પર પત્રકારો સાથે વાત કરતાં “મોટા લોકોથી ડરવા”ની વાત કહી છે.

બ્રજભૂષણ શરણસિંહના નિવેદનને ટ્રસ્ટના સભ્યો શક્તિશાળી હોવાના સંદર્ભ સાથે જોડવામાં આવી રહ્યું છે.

બ્રજભૂષણ શરણસિંહે પત્રકારોને કહ્યું, “જો હું સાચું બોલી દઈશ તો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જઈશ, કેમ કે, તેઓ (શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ) ખૂબ મોટા લોકો છે. અત્યારે મારામાં સાચું બોલવાની હિંમત નથી. ક્યારેક સમય આવશે, તો બોલીશ.”

જ્યારે સ્થાનિક ભાજપ નેતા રજનીશસિંહે ફરીથી પત્ર લખીને વડા પ્રધાન સમક્ષ ઘણા મુદ્દા પર તપાસની માગ કરી છે.

રજનીશસિંહે બીબીસી હિંદીને કહ્યું, “રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ ઘણાં વરસોથી ચંપતરાયના ડ્રાઇવર છે. રામમંદિરમાં કોઈ એક પેન લઈને પણ અંદર નથી જઈ શકતું, પરંતુ ટિન્નુની ગાડી ચેક થયા વગર જ અંદર સુધી જતી હતી. આ લૂંટમાં ટિન્નુ ઉપરાંત તેમના ભત્રીજા મનીષ યાદવ, લવકુશ મિશ્રા, અનિલ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને અવનીશ મિશ્રા જેવાં ઘણાં નામ છે. સૌની પાસે કરોડોની સંપત્તિ થઈ ગઈ છે, જેની તપાસ થવી જોઈએ. એક ચેન છે તેની આ લોકો કડી છે. કોઈ સહયોગીને પકડવાથી કોઈ નિષ્કર્ષ નથી નીકળવાનું. તેના મુખ્ય સૂત્રધારને પકડવો જરૂરી છે.”

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું છે કે સમાજવાદી પાર્ટીને રામમંદિરમાં દાનમાં કથિત અનિયમિતતા વિશે સવાલ કરવાનો નૈતિક અધિકાર નથી.

તેમણે બીબીસી હિંદીને કહ્યું, “સમાજવાદી પાર્ટીને બોલવાનો કોઈ અધિકાર નથી. સમાજવાદી પાર્ટીએ રામમંદિરના માર્ગમાં દરેક પ્રકારના અવરોધ ઉત્પન્ન કર્યા છે. તેમણે ક્યારેય રામમંદિર નિર્માણમાં કશો પણ સહયોગ નથી કર્યો. રામભક્તો પર ગોળી ચલાવવાનું પાપ પણ સમાજવાદી પાર્ટીની ઉપર હજુ પણ કલંકરૂપે છે. તો સમાજવાદી પાર્ટીને કશો અધિકાર નથી.”

જોકે, તેમણે એમ પણ કહ્યું કે, “જે સવાલ ઊભા થયા છે, તે ચોક્કસ પણે ગંભીર છે અને તે બાબતે રામભક્તો ચિંતિત છે. આ સવાલોના સમાધાન માટે એસઆઇટીની રચના કરી દેવામાં આવી છે. અમને આશા છે તે એસઆઇટી પોતાના રિપોર્ટમાં તથ્યો ઉજાગર કરશે. જો તપાસમાં કોઈ વ્યક્તિ તરફથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા જોવા મળશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS