Home તાજા સમાચાર gujrati એશિયન ગેમ્સ 2026 : મહિલા ટીમે શૂટિંગ સ્પર્ધામાં જીત્યો રજત ચંદ્રક, પીએમ...

એશિયન ગેમ્સ 2026 : મહિલા ટીમે શૂટિંગ સ્પર્ધામાં જીત્યો રજત ચંદ્રક, પીએમ મોદીએ અભિનંદન આપ્યાં – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

20મી એશિયન ગેમ્સનું આયોજન જાપાનમાં થઈ રહ્યું છે. અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારત પૉઇન્ટ ટેબલમાં 10મા સ્થાને હતું. ભારતે અત્યાર સુધી સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા છે

ઇમેજ સ્રોત, @PMOIndia

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા શૂટિંગ ટીમે સિલ્વર મેડલ જીતતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન પાઠવ્યાં છે.

વડા પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “કઠોર મહેનત અને ટીમવર્કના કારણે આ શાનદાર પરિણામ પ્રાપ્ત થયું છે.”

“એશિયન ગેમ્સ 2026ની 10 મીટર ઍર રાઇફલ મહિલા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ સોનમ ઉત્તમ મસ્કર, ઇલાવેનિલ વલારિવન અને વિદર્શા કે. વિનોદ પર ગર્વ છે. તેમની આ સફળતા ભવિષ્યમાં અનેક ખેલાડીઓને પ્રેરણા આપશે.”

20મી એશિયન ગેમ્સનું આયોજન જાપાનમાં થઈ રહ્યું છે. અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારત પૉઇન્ટ ટેબલમાં 10મા સ્થાને હતું. ભારતે અત્યાર સુધી સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા છે.

ભારત તરફથી બીજો સિલ્વર મેડલ ઇલાવેનિલ વલારિવને મહિલા 10 મીટર ઍર રાઇફલની વ્યક્તિગત સ્પર્ધામાં જીત્યો હતો.

પૉઇન્ટ ટેબલમાં ચીન પ્રથમ સ્થાને છે. તેણે 11 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રૉન્ઝ સહિત કુલ 20 મેડલ જીત્યા છે.

જ્યારે બીજા સ્થાને રહેલા જાપાને 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રૉન્ઝ સહિત કુલ 20 મેડલ પોતાના નામે કર્યા છે.

અભિજિત દીપકે બોલ્યા, ‘સ્કૂલ બૅગ પર જ નહીં, ટૉઇલેટ પર પણ મુખ્ય મંત્રીનો ફોટો લગાવો’

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં એક કથિત શાળાની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો.

ઇમેજ સ્રોત, @Cockroachisback

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં એક કથિત શાળાની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો.

અભિજીત દીપકેએ વીડિયોમાં દાવો કર્યો, “આ મહારાષ્ટ્રનો એક આદિવાસી વિસ્તાર છે. અહીં છોકરીઓનું વૉશરૂમ પણ સંપૂર્ણપણે ખુલ્લું છે. તેમાં દરવાજો સુધી નથી અને દિવાલ પણ ખુલ્લી છે.”

તેમણે તે કથિત શાળાના ટૉઇલેટની સ્થિતિ બતાવી, જે ખૂબ જ ગંદી હાલતમાં હતું. સાથે જ તેમણે એક સ્કૂલ બૅગ પણ બતાવી અને દાવો કર્યો કે આ બૅગ સરકાર તરફથી બાળકોને આપવામાં આવે છે.

દીપકેએ કહ્યું, “જ્યાં મૂળભૂત સુવિધાઓ મળતી નથી, ત્યાં મુખ્ય મંત્રીના ચહેરાવાળી બૅગ મળે છે. ભલે શિક્ષણ મળે કે ન મળે, આ બૅગ જરૂર મળે છે કારણ કે પ્રચાર વધુ મહત્ત્વનો છે.”

તેમણે કહ્યું, “મારી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને માત્ર એક વિનંતી છે કે બૅગ પર જ શા માટે ફોટો લગાવો છો, આ ટૉઇલેટ પર પણ લગાવી દો. સાચી ઉપલબ્ધિ તો આ જ છે.”

કૉક્રોચ જનતા પાર્ટી (CJP) ઘણા દિવસોથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં શાળાઓની મુલાકાત લઈ રહી છે. તેની માંગ છે કે દેશમાં શાળાઓની સ્થિતિમાં સુધારો કરવામાં આવે.

ઈરાનનો દાવો : અમેરિકા ફરી હુમલો કરવાની તૈયારીમાં

ઈરાને જણાવ્યું છે કે અમેરિકા સાથે વાતચીત માટે પોતાની શરતો મોકલી દેવામાં આવી છે અને હવે તે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યું છે. (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Anna Moneymaker/Getty Images

ઈરાની સેનાના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સે દાવો કર્યો છે કે તેમને એવી માહિતી મળી છે કે અમેરિકા કેટલાક પ્રાદેશિક દેશોના સમર્થન સાથે ઈરાન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે.

બીબીસી ફારસી સેવાના અનુસાર, ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું, “અમને મળેલી માહિતી મુજબ, અમેરિકાએ એક યુરોપીયન દેશમાં યોજાયેલી સંયુક્ત બેઠકમાં કેટલાક પ્રાદેશિક દેશોની સંમતિથી ઈરાન વિરુદ્ધના પગલાં ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.”

ખાતમ અલ-અંબિયા હેડક્વાર્ટર્સે આ બેઠકમાં સામેલ અન્ય દેશો અથવા યજમાન યુરોપીયન દેશ વિશે વધુ માહિતી આપી નથી.

મુખ્યાલયે પ્રાદેશિક દેશોને ચેતવણી આપી કે જો તેઓ અમેરિકન હુમલામાં “સહયોગ” કરશે, તો “તેમને આ ખરાબ કાર્યમાં ભાગીદાર માનવામાં આવશે અને તેઓ ઈરાનનાં શક્તિશાળી સશસ્ત્રદળો પાસેથી કોઈ સંયમ અથવા શાલીનતાની અપેક્ષા રાખી શકશે નહીં.”

ખાતમ અલ-અંબિયાના સેન્ટ્રલ હેડક્વાર્ટર્સે અમેરિકાને ચેતવણી આપી કે હુમલાની સ્થિતિમાં, “પ્રદેશમાં તેનાં તમામ ઠેકાણાં કોઈપણ પ્રકારની મર્યાદા અથવા વિચારણા વિના ઈરાની હુમલાનું નિશાન બનશે.”

આ દરમિયાન અમેરિકન સમાચાર વેબસાઇટ ઍક્સિયોસના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આરામસ્થળ કૅમ્પ ડૅવિડમાં સપ્તાહાંત પૂર્ણ કર્યા વિના જ વ્હાઇટ હાઉસ પરત ફરી આવ્યા છે.

જોકે, વ્હાઇટ હાઉસે તેમની રજા ટૂંકી કરવાનું કોઈ કારણ જાહેર કર્યું નથી.

સમાચાર એજન્સીઓના અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પનું સપ્તાહાંત પહેલાં વાપસી એવા સમયે થઈ છે, જ્યારે તેમનું પ્રશાસન ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષમાં આગળનાં પગલાં ભરવા અંગે વિચાર કરી રહ્યું છે.

ઝેલેન્સ્કીએ યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં રશિયાને ભારે નુકસાન થયાનો દાવો કર્યો

ઝેલેન્સ્કીએ રશિયાના ઑઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા એક મોટા ઠેકાણાને નુકસાન પહોંચ્યાનો દાવો કર્યો છે.

ઇમેજ સ્રોત, @ZelenskyyUa

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો શૅર કર્યો છે.

તેમણે દાવો કર્યો છે કે ગઈ રાત્રે મૉસ્કો વિસ્તાર પર થયેલા યુક્રેનિયન હુમલાથી રશિયાને ભારે નુકસાન થયું છે.

મૉસ્કો ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું છે કે આ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા છે.

ઝેલેન્સ્કીએ લખ્યું, “રશિયાના મુખ્ય ઑઇલ ઉદ્યોગના પ્રતિષ્ઠાનોમાંથી એક અને રશિયાની લૉજિસ્ટિક્સ સુવિધાને નિશાન બનાવવામાં આવી હતી. યુદ્ધ ચાલુ રાખવામાં તેમનું અબજો ડૉલરનું યોગદાન છે.”

તેમણે લખ્યું, “હું દેશના યોદ્ધાઓની ચોકસાઈભરી કાર્યવાહી માટે તેમનો આભાર માનું છું. તેમાં યુક્રેનની સિક્યૉરિટી સર્વિસે માનવ રહિત હુમલાખોર એકમો, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, યુક્રેનની ગુપ્તચર સેવા અને વિદેશી ગુપ્તચર સેવા સાથે મળીને કામ કર્યું.”

ઝેલેન્સ્કીએ કહ્યું, “રશિયાએ પોતાનું ક્રૂર યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ અને શાંતિનો માર્ગ પસંદ કરવો જોઈએ.”

તેમણે લખ્યું, “હું તે તમામ લોકોનો આભાર માનું છું, જે યુક્રેનની લાંબા અંતરની ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યા છે અને તે તમામનો આભારી છું, જે પ્રતિબંધો દ્વારા (રશિયાને) જવાબ આપી રહ્યા છે.”

ઉત્તર કોરિયાએ લૉન્ચ કરી સંદિગ્ધ મિસાઇલ, જાપાનમાં ઇમર્જન્સી ઍલર્ટ

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં ટીવી પર લોકો મિસાઇલ લૉન્ચની ખબર જોતા નજરે પડે છે.

ઇમેજ સ્રોત, Lillian SUWANRUMPHA / AFP via Getty Images

જાપાનના વડા પ્રધાન કાર્યાલયે ઇમર્જન્સી ઍલર્ટ જારી કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાએ સંદિગ્ધ રીતે બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચ કરી છે.

જાપાનનાં વડાં પ્રધાને સંદિગ્ધ મિસાઇલ લૉન્ચ થયા બાદ ઘણા નિર્દેશો જારી કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “જાણકારી પ્રાપ્ત કરવાના અને તેનું વિશ્લેષણ કરવાની પૂર્ણ ક્ષમતા સાથે પ્રયાસ કરો અને જનતાને સમય સાથે યોગ્ય જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે.”

તેમાં કહેવાયું કે, “વિમાનો, જહાજો અને અન્ય સંપત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરો, આકસ્મિત પરિસ્થિતિઓને પહોંચી વળવાની તૈયારી સહિત તમામ યોગ્ય પગલાં ભરો.”

રાહુલ ગાંધીએ કહ્યું : સરકાર પાસે દીવા પ્રગટાવવા માટે પૈસા છે

રાહુલ ગાંધીએ કહ્યું : સરકાર પાસે દીવા પ્રગટાવવા માટે પૈસા છે – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Chandradeep Kumar/ The India Today Group via Getty Images

લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે ઘણી છોકરીઓ માત્ર એટલા માટે અભ્યાસ છોડી દે છે કારણ કે તેમની પાસે રહેવા માટે યોગ્ય જગ્યા નથી.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “સરકાર પાસે દીવા પ્રગટાવવા માટે પૈસા છે, તો અમારા હૉસ્ટેલ માટે કેમ નથી? આ પ્રશ્ન ગઈકાલે ઇન્દોરમાં એક વિદ્યાર્થીનીએ મને પૂછ્યો હતો.”

તેમણે ઇન્દોરમાં એક વિદ્યાર્થીની દ્વારા કહેવામાં આવેલી વાતો લખી, “ગામમાંથી ભણવા માટે શહેરમાં આવી. હૉસ્ટેલ નથી, એટલે પીજીમાં રહેવું પડે છે. માત્ર સુરક્ષિત રહેવા માટે જ લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે. દર મહિને ભાડાની ચિંતા અને ઘરવિહોણા થઈ જવાનો ડર વચ્ચે અભ્યાસ કરવો પડે છે.”

રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, “ઘણી છોકરીઓ આ જ કારણસર અભ્યાસ છોડી દે છે. માત્ર એટલા માટે કે તેમની પાસે રહેવાની જગ્યા નથી. અને આવાસનું ભથ્થું મોંઘવારીની સાથે વધતું નથી, ઉપરથી તે ભ્રષ્ટાચારનો ભોગ બને છે. નરેન્દ્ર મોદીજી, તે બાળકીના પ્રશ્નનો તમારી પાસે કોઈ જવાબ છે?”

નોંધનીય છે કે શનિવારે ઇન્દોરમાં રાહુલ ગાંધીનો ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ કાર્યક્રમનો વિષય હતો: ‘સિસ્ટમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ’.

એશિયન ગેમ્સ 2026: ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવ્યું, ફાઇનલમાં શ્રીલંકા સાથે મુકાબલો

એશિયન ગેમ્સ 2026: ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવ્યું, ફાઇનલમાં શ્રીલંકા સાથે મુકાબલો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Francois Nel/Getty Images

ભારતે એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ સ્પર્ધામાં ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. ટીમ ઇન્ડિયાએ રવિવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 114 રને હરાવ્યું હતું.

ભારતે પહેલા બૅટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 15.4 ઓવરમાં 81 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.

ભારત તરફથી શેફાલી વર્માએ 49 બૉલમાં અણનમ 100 રનની શાનદાર ઇનિંગ રમી, આ જ મૅચમાં સ્મૃતિ મંધાનાએ મહિલા ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો.

આ જીત સાથે ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. 22 સપ્ટેમ્બરે ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે.

મહી નદી પર ગંભીરા બ્રિજ ફરી તૈયાર, આજે લોકાર્પણ

બીબીસી ગુજરાતી ગુજરાત મહી નદી ગંભીરા બ્રિજ પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Gujarat Information

ગુજરાતમાં 9 જુલાઈ 2025ના દિવસે વડોદરા આણંદને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 21 લોકોનાં મોત નિપજ્યાં હતાં. હવે આ બ્રિજને ફરી બનાવવામાં આવ્યો છે અને આજે તેનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ મહત્ત્વના પુલની દુર્ઘટના પછી અહીં 858.75 મીટરની લંબાઈનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. દરિયાની ભરતી અને ઓટના કારણે નદીના પ્રવાહમાં સતત ઉતાર ચઢાવ આવતો હતો તે દરમિયાન પુલનું પુનઃનિર્માણ થયું છે.

અગાઉ એપ્રિલ 2026માં બ્રિજનો જે ભાગ તૂટી પડ્યો હતો ત્યાં લોખંડનું માળખું બેસાડીને કામચલાઉ ધોરણે ટુ-વ્હીલર્સનું આવનજાવન શરૂ કરાયું હતું. જે દરમિયાન નવા બ્રિજનું કામ ચાલુ હતું. સરકારના દાવા પ્રમાણે આ પુલ બનાવવાનું કામ શરૂ થયા પછી તેને એક વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ બ્રિજ તૂટવાથી પાદરાની કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને મિકેનિકલ પાર્ટ્સની કંપનીઓમાં કામ કરતા લોકો તથા શાળાએ જવા પુલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને ઘણી અસર થઈ હતી.

દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીનાં પરિણામો વિશે અમિત શાહ શું બોલ્યા?

બીબીસી ગુજરાતી અમિત શાહ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી યુનિયન ચૂંટણી

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

દેશના ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પરિણામોને રાષ્ટ્રવિરોધી શક્તિઓ માટે સ્પષ્ટ સંદેશ ગણાવ્યા હતા.

અમિત શાહે ઍક્સ પર લખ્યું કે “દેશના યુવાનો આજે રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે મજબૂતીથી ઊભા છે.”

તેમણે લખ્યું કે “દિલ્હી યુનિવર્સિટી માત્ર એક યુનિવર્સિટી નથી, પરંતુ અહીં દેશના દરેક ખૂણેથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. અહીંનો જનાદેશ સમગ્ર ભારતના યુવાનોનાં મનનું પ્રતિબિંબ હોય છે.”

તેમણે લખ્યું કે “એબીવીપીને મળેલી જીત એવી રાષ્ટ્રવિરોધી શક્તિઓ માટે સ્પષ્ટ સંદેશ છે, જે યુવા શક્તિને રાષ્ટ્રવિરોધી એજન્ડાની પ્રયોગશાળા બનાવવા માંગે છે.”

ડીયુની ચૂંટણીમાં ચારમાંથી ત્રણ મહત્ત્વનાં પદો પર ભાજપ સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ જીત મેળવી છે, જ્યારે એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

દરમિયાન કૉક્રોચ જનતા પાર્ટીના સહસંયોજક સૌરવ દાસે પણ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે “હાલમાં વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યે રોષ છે, પરંતુ તેઓ વિભાજિત છે. તેના કારણે સરકારને ફાયદો થાય છે. પરંતુ ઉચ્ચ પદે બેસેલા લોકોએ યાદ રાખવું જોઈએ કે તેઓ રાજા કે રાણી નથી. મોટા ભાગના લોકોએ તેમને વોટ નથી આપ્યો.”

દિલ્હીમાં બળાત્કાર અને હત્યાના મામલે રાહુલ ગાંધીના સરકાર સામે સવાલ

બીબીસી ગુજરાતી દિલ્હી પોલીસ રેપ રાહુલ ગાંધી અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

દિલ્હીના સ્વરૂપ નગરમાં એક સગીર છોકરીની હત્યાના મામલે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી પોલીસ સામે સવાલ ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું કે “દિલ્હીમાં 17 વર્ષની યુવતી પર ગૅંગરેપ થયો, તેની હત્યા કરીને મૃતદેહ ખુલ્લા મેદાનમાં ફેંકી દેવાયો. રાજધાનીમાં આટલી મોટી ક્રૂરતા અને પોલીસને કેટલાય દિવસો સુધી ખબર પણ ન પડી.”

તેમણે આરોપ લગાવ્યો કે “દુર્ભાગ્યે દિલ્હી આજે રાજધાની નહીં, પરંતુ મહિલાઓ માટે રોજની ખૌફનાક કહાણી બનીને રહી ગયું છે.”

“અમિત શાહજી દિલ્હી પોલીસ આપને આધિન છે. મહિલાઓની સુરક્ષાની જવાબદારી આખરે કોની છે? કે પછી દિલ્હી પોલીસનું કામ માત્ર સામાન્ય લોકોને ડરાવવા-ધમકાવવાનું છે? કારણ કે અપરાધીઓ તો બેખૌફ ફરી રહ્યા છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS