Home તાજા સમાચાર gujrati એ ખતરનાક વાવાઝોડું જેમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અંદાજે...

એ ખતરનાક વાવાઝોડું જેમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અંદાજે 20 લાખ લોકોને ખસી જવા કહેવાયું

7
0

Source : BBC NEWS

જાપાન ટાયફૂન દુજુઆન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

જાપાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે એક શક્તિશાળી વાવાઝોડું ટોક્યો નજીક આવી રહ્યું છે.

વાવાઝોડા દુજુઆનની પવનની ગતિ અત્યારે 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, અને તેની ફૂંકાતી લહેરોની ગતિ 194 કિમી પ્રતિ કલાક જેટલી છે.

આના કારણે જાપાનના તોકાઈ ક્ષેત્રમાં 14-15 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને, જાપાનના પાંચ ઍડમિનિસ્ટ્રેટિવ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો 16 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુલ આંકડો અંદાજે 20 લાખની નજીક છે.

જોકે, આ આદેશ ફરજિયાત નથી.

વાવાઝોડાને કારણે 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી છે.

આ વાવાઝોડું કેટલું ખતરનાક છે?

જાપાનના ઇચિકાવાની એક તસવીર જેમાં આ પાર્ક ડૂબી ગયેલો દેખાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનની હવામાન એજન્સીએ પાંચમા લેવલની ઇમરજન્સી ચેતવણી જાહેર કરી છે. આ પૂર અને ભૂસ્ખલન માટેની સૌથી ઉચ્ચ લેવલની ચેતવણી છે.

આ ચેતવણી ઑશિમા ટાઉન અને ઇઝુ આઇલૅન્ડ્સ માટેની છે અને તે ટોક્યોના દક્ષિણ વિસ્તારમાં આવેલા છે.

ઉત્તર ઇઝુ આઇલૅન્ડ્સ, ચિબા, કાનાગાવા અને શિઝુઓકામાં ચોથા લેવલની ચેતવણી આપવામાં આવી છે.

જાપાન ટાયફૂન દુજુઆન

ઇમેજ સ્રોત, EPA

આ ક્ષેત્રમાં આ વર્ષે આવેલું આ 25મું વાવાઝોડું છે.

આજે સોમવારે અને આવતીકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વાવાઝોડાને કારમણે આજે કાંતો ક્ષેત્રમાં અનેક ભૂસ્ખલન પણ થયા હોવાની માહિતી મળી છે.

50 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ

જાપાનમાં ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Reuters

જાપાનમાં 50890 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આ માહિતી ટોક્યોની પાવર કંપની ટૅપ્કો પાવર ગ્રિડે આપી છે.

જાપાનનો ચિબા પ્રાંત એ સૌથી પ્રભાવિત મનાઈ રહ્યો છે જ્યાં 41,130 ઘરમાં વીજળીનો સપ્લાય અટકી ગયો છે.

આ સિવાય તોચિગી, સાઇતામા, કાનાગાવા, યામાનાશી અને શિઝુઓકામાં પણ વીજળીને લીધે લોકોને સમસ્યાઓ આવી રહી છે.

વાવાઝોડા દુજુઆનને લીધે જાપાનમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે અને રેકૉર્ડબ્રેક વરસાદની આગાહી છે.

જાપાન ઍરલાઇન્સે 135 ફ્લાઇટ્સ કૅન્સલ કરી દીધી છે અને નિપ્પોન ઍરવૅઝે પણ તેમની 140 ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

સ્થિતિને ધ્યાનમાં રાખતાં જાપાનના વડા પ્રધાન સાના તાકાઇચીએ તેમના અમેરિકા પ્રવાસને પાછળ ઠેલવો પડ્યો છે.

રાજધાની ટોક્યોમાં રહેતા લોકોને બેઝમેન્ટનો ઉપયોગ ટાળવાની અને ભૂસ્ખલનના ખતરાવાળી જગ્યાએથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS