Home તાજા સમાચાર gujrati કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, સુમરા વંશ સાથે તેનો શું સંબંધ...

કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, સુમરા વંશ સાથે તેનો શું સંબંધ છે?

6
0

Source : BBC NEWS

કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, શું સુમરા વંશ રહસ્યો ખૂલ્યા? બીબીસી ગુજરાતી ગુજરાત કચ્છ રણ ઇતિહાસ પુરાતત્ત્વ ઐતિહાસિક

ઇમેજ સ્રોત, ugc

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતના કચ્છમાં આવેલું ધોળાવીરા એક એવું સ્થળ છે જે વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે.

પાંચ હજાર જૂનાં એ ધોળાવીરા શહેરની કહાણી કોઈ સ્માર્ટ સિટીથી કમ નથી.

આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નૉમિનેશન માટે ડોઝિયર સૌપ્રથમ 2018માં મોકલ્યું હતું અને સાથે જ ગુજરાત સરકારે સાઇટનો વિકાસ કરવા સમિતિઓ બનાવી હતી.

તે સૂચવે છે કે કચ્છનો ઇતિહાસ સાથેનો સબંધ અનોખો અને ઘણા સત્ય ઉજાગર કરવાનો રહ્યો છે.

તાજેતરમાં કચ્છ પાસે આવેલી ઇન્ડો-પાક બૉર્ડર નજીક એક એવી સાઇટ મળી આવી હતી જેમાં 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યાં હતાં.

ચોંકાવનારી બાબત એ હતી કે 100થી વધુ હાડપિંજર એવાં છે જેમનું માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં છે.

આ મૃતદેહોના ચહેરા પશ્ચિમ દિશા તરફ હતા.

આ કંકાલોની આસપાસ તપાસ કરવાથી વધુ પાંચેક પુરાતત્વીય સાઇટ્સ મળી આવી હતી. જ્યાંથી માટીનાં વાસણો, ટેરાકોટાનાં રમકડાં અને વસાહતોના અવશેષ મળી આવ્યાં છે. પ્રાથમિક અભ્યાસમાં આ અવશેષો મધ્યકાલીનયુગના હોવાનું માનવામાં આવે છે.

જો વિસ્તૃત અભ્યાસમાં પ્રાથમિક તારણોને સમર્થન મળશે, તો તે માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશના ઇતિહાસ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી શકે છે. સાથે જ અનેક રહસ્યો ઉપરથી પડદો ઊચકાશે.

તે સૌ પ્રથમ બીએસએફના સૈનિકો દ્વારા જોવામાં આવ્યાં હતાં.

માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં

કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, શું સુમરા વંશ રહસ્યો ખૂલ્યા? કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, શું સુમરા વંશ રહસ્યો ખૂલ્યા? બીબીસી ગુજરાતી ગુજરાત કચ્છ રણ ઇતિહાસ પુરાતત્ત્વ ઐતિહાસિક

ઇમેજ સ્રોત, ugc

ભારત-પાકિસ્તાન સરહદે ગ્રૅટ રણ ઑફ કચ્છમાં આવેલી પુરાતત્વીય સાઇટમાં મળેલાં હાડપિંજરો એવાં હતાં જેમનું માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં હતા. જોકે, આ મૃતદેહોના ચહેરા પશ્ચિમ દિશા તરફ હતાં.

આ બાબતની જાણ કેવી રીતે થઈ તે અંગે માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના જિયોલૉજી અને આર્કીયૉલૉજી વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણ બીબીસી ગુજરાતીને જણાવે છે કે કચ્છની ઇન્ડો પાક બૉર્ડર નજીક એક અલગ જ આર્કયૉલોજીકલ સાઇટ મળી છે. આ સાઇટની વિશેષતા છે કે અહીં 100થી વધુ માનવ હાડપિંજર મળ્યાં છે.

તેમનું કહેવું છે, સૌપ્રથમ બીએસએફના લોકોએ પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટ પ્રથમવાર જોઈ હતી. તેઓ આ સ્થળને બરબાદ થયેલું ગામ કહેતા હતા.

“બીએસએફ અને કલેક્ટર ઑફિસની મદદથી 2024માં આ અમે શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને શોધી પણ શક્યા.”

કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, શું સુમરા વંશ રહસ્યો ખૂલ્યા?કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, શું સુમરા વંશ રહસ્યો ખૂલ્યા? બીબીસી ગુજરાતી ગુજરાત કચ્છ રણ ઇતિહાસ પુરાતત્ત્વ ઐતિહાસિક

ઇમેજ સ્રોત, ugc

પ્રૉ. ચૌહાણનું કહેવું છે કે હું જ્યારે પ્રથમવાર ત્યાં ગયો તો હું પણ ચોંકી ઉઠ્યો હતો.

“આટલાં બધાં પુરુષ અને સ્ત્રીઓનાં હાડપિંજરોની બરિયલ પૅટર્ન પણ એકદમ સિસ્ટમેટિક રીતે મળી આવી હતી.”

“જેમાં બધાં હાડપિંજરોનું માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં હતા. ચહેરા પશ્ચિમ દિશા તરફ હતા. આ ત્યારની ધાર્મિક માન્યતા પણ હોય શકે છે.”

“તેમજ આટલા બધા લોકોનું ત્યાં એક સાથે દફન થવું એટલે તે વખતે કોઈ હોનારત પણ થઈ હોય શકે છે.”

તેમનું કહેવું છે કે એક ચોકવનારી બાબત એ પણ હતી કે અહીં જ આસપાસ અન્ય ચારથી પાંચ બીજી સાઇટ પણ મળી હતી. જ્યાં માટીનાં વાસણો, ઘર, રમકડાં, ટેરાકોટા પણ મળ્યાં. પછી ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ડેક્કન કૉલેજ પૂનાની મદદથી ત્યાં ગયા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે અહિયાં મળેલા અવશેષો મધ્યયુગ 100થી 1500 વર્ષ પહેલાંના હોય શકે છે.

“તેની અગત્યતા એટલે વધી જાય છે કે જે સ્થળે આ અવશેષ મળ્યા તે રણ પ્રદેશમાં એક દિવસ કાઢવો પણ મુશ્કેલ હોય ત્યાં આટલા બધા લોકો રહેતા હતા.”

શું હાડપિંજરોનું જોડાણ સુમરા વંશ સાથે છે?

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS