Source : BBC NEWS

ગુજરાત હવામાન આગાહી, ભારતમાં ચોમાસું બેઠું, ગુજરાતમાં ક્યારથી ચોમાસું શરૂ થશે, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

24 મે 2025, 14:38 IST

અપડેટેડ એક કલાક પહેલા

કેરળમાં આજે એટલે કે 24મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને તેની સાથે દેશના બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલી ચોમાસાની શરૂઆત થઈ છે. કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે.

આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે દેશમાં ચોમાસાની વહેલી શરૂઆત થશે અને 27મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચે એવી શક્યતા છે.

હવામાન વિભાગે જે તારીખ જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ છે.

જોકે, અરબી સમુદ્રમાં આ સમય પહેલાં જ એક સિસ્ટમ સર્જાઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. તેના કારણે ભારતના પશ્ચિમના દરિયાકાંઠા પર અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો હતો.

હવે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે એટલે કે રાજ્ય પરથી હવે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.

કેરળમાં ચોમાસાની શરૂઆત, ગુજરાતમાં ક્યારે પહોંચશે?

ગુજરાત હવામાન આગાહી, ભારતમાં ચોમાસું બેઠું, ગુજરાતમાં ક્યારથી ચોમાસું શરૂ થશે, ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD.GOV.IN

હવામાન વિભાગે 24મેના રોજ માહિતી આપી છે કે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. દેશમાં કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે તેની શરૂઆત ગણાય છે.

અરબી સમુદ્રની બ્રાંચ તરફથી દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં, લક્ષ્યદ્વીપના વિસ્તારો, કેરળ, માહે, કર્ણાટકના કેટલાક વિસ્તારો, માલદિવ્સ અને કોમોરિનના તમામ વિસ્તારો પર તથા તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. જ્યારે બંગાળની ખાડીની બ્રાંચનું ચોમાસું મિઝોરમ સુધી પહોંચી ગયું છે.

હજી પણ ચોમાસું ઝડપથી આગળ વધે તે માટેની અનુકૂળ પરિસ્થિતઓ છે. જેમાં આવનારા 2થી 3 દિવસોમાં ગોવાના તમામ વિસ્તારો, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારો અને તામિલનાડુના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે.

આ ઉપરાંત બંગાળની ખાડીની ચોમાસાની બ્રાંચ પૂર્વોત્તરનાં બીજાં રાજ્યો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારો સુધી આગામી 2થી 3 દિવસમાં પહોંચી જાય તેવી શક્યતા છે.

મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય તેના એકાદ અઠવાડિયા બાદ સ્થિતિ સામાન્ય રહે તો ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થાય છે.

ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતા છે.

ચોમાસું પહોંચે એ પહેલાં જ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જશે?

ગુજરાત હવામાન આગાહી, ભારતમાં ચોમાસું બેઠું, ગુજરાતમાં ક્યારથી ચોમાસું શરૂ થશે, ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD.GOV.IN

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા પહેલાંનો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતો રહેશે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 24થી 26 મે સુધી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 24 મેથી 29 મે સુધી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ ‘થંડર સ્ટ્રૉર્મ ઍક્ટિવિટી’ થવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદ આવતા પહેલાં ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે. પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિકલાક સુધી રહેવાની શક્યતા છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ઉપરોક્ત દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

જોકે, અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ડિપ્રેશન કોંકણ તરફ આગળ વધવાને કારણે વરસાદ અને પવનની ઝડપ થોડી ઓછી રહેશે.

ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો, સિસ્ટમ કઈ તરફ જશે?

ગુજરાત હવામાન આગાહી, ભારતમાં ચોમાસું બેઠું, ગુજરાતમાં ક્યારથી ચોમાસું શરૂ થશે, ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD.GOV.IN

ગુજરાત પરથી હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે ઉત્તર તરફ આવવાને બદલે પૂર્વ તરફ જશે એટલે કોંકણના વિસ્તારો પર તે જશે.

અરબી સમુદ્રમાં જે વેલમાર્કડ લૉ-પ્રેશર એરિયા હતો તે મજબૂત બનીને હવે ડિપ્રેશન બની ગયું છે, પરંતુ તે હવે વાવાઝોડું બને તેવી શક્યતા ખૂબ ઓછી છે.

આ સિસ્ટમ વાવાઝોડું પણ નહીં બને અને હવે ગુજરાત તરફ પણ નહીં આવે એટલે રાજ્યમાં આગામી દિવસોમાં તેની કોઈ અસર થવાની કોઈ શક્યતા નથી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS