Home તાજા સમાચાર gujrati ‘ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું’,...

‘ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું’, યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ

5
0

Source : BBC NEWS

'ગામમાં ગફુરન બુઆની અંતિમ યાત્રા નીકળી હતી, અમે રામલીલા ટાળી દીધી' બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ સૌહાર્દ : 'ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું' નવરાત્રિ

“ગામમાં ગફુરન બુઆની અંતિમ યાત્રા નીકળી હતી. તેઓ ફક્ત અમારા ગામની દીકરી જ નહોતાં, તેઓ અમારાં ફોઈ જેવાં હતાં. તેમનો જનાજો હોય અને અમે રામલીલા કરીને મનોરંજન કરીએ, તે દિલને મંજૂર નહોતું. અમારી કમિટીએ તે દિવસે શરૂ થનારી રામલીલાનું આયોજન મોકૂફ રાખી દીધું.”

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના મોહડા ગામના રહેવાસી ઋષિપાલસિંહ આ વાત કહે છે. ઋષિપાલસિંહ આદર્શ રામલીલા કમિટીના સંરક્ષક અને ગામના પ્રધાન છે.

તેમણે બીબીસી ન્યૂઝ હિંદીને કહ્યું, “જુઓ, આમ તો અમારું આખું ગામ જ પરસ્પર સૌહાર્દનું ઉદાહરણ છે. અહીં ક્યારેય હિંદુ-મુસ્લિમ તણાવ જેવો કોઈ ઇતિહાસ રહ્યો નથી. તેઓ એવાં મહિલા હતાં, જે પોતાના ઘરની સામે પીપળાના ઝાડ નીચે બેસી રહેતાં. દેવતાપૂજન માટે જ્યારે નવા યુગલો આવતાં ત્યારે તેઓ તેમને આશીર્વાદ આપતાં.”

તેઓ આગળ કહે છે, “ગામના દરેક પરિવારની નાની-મોટી દરેક વ્યક્તિને તેઓ ઓળખતાં હતાં. દરેક વ્યક્તિ તેમનું એવું સન્માન કરતી કે કોઈ ભાગ્યે જ તેમની પાસેથી દુઆ-સલામ કર્યા વગર પસાર થયું હોય.”

રામલીલા મોકૂફ રાખવામાં આવી

'ગામમાં ગફુરન બુઆની અંતિમ યાત્રા નીકળી હતી, અમે રામલીલા ટાળી દીધી' બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ સૌહાર્દ : 'ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું' નવરાત્રિ

મોહડા ગ્રામપંચાયત બિજનૌરના ધામપુર તાલુકામાં આવેલી છે. આશરે 3,200ની વસ્તી સાથે, ચૌહાણ સમુદાય બહુમતીમાં છે, જ્યારે મુસ્લિમો, વાલ્મીકિ અને અન્ય સમુદાયો પણ આ ગામમાં રહે છે.

10 ઑક્ટોબરના રોજ, આશરે 85 વર્ષની વયનાં એક વૃદ્ધ મહિલા ગફુરનનું અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. જ્યારે તેમનો મૃતદેહ સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગામમાં પહોંચ્યો, ત્યારે વાતાવરણ ગમગીન થઈ ગયું.

રામલીલાનો કાર્યક્રમ એ જ દિવસે રાત્રે આઠ વાગ્યે શરૂ થવાનો હતો. તે નવરાત્રિનો પહેલો દિવસ હતો, જ્યારે દર વર્ષે રામલીલાની ઉજવણી શરૂ કરવામાં આવે છે. જોકે, ગફુરનના અવસાનને ધ્યાનમાં રાખીને, આદર્શ રામલીલા કમિટી સાથે સંકળાયેલા તમામ આયોજકોએ સર્વાનુમતે રામલીલા મોકૂફ રાખવાની જાહેરાત કરી.

આ ઘટના પછી પરસ્પર સૌહાર્દનો આ મામલો આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો. સોશિયલ મીડિયા પર પણ લોકો તેની ચર્ચા કરવા લાગ્યા.

કેવાં હતાં મોહડા ગામનાં ગફુરન બુઆ?

'ગામમાં ગફુરન બુઆની અંતિમ યાત્રા નીકળી હતી, અમે રામલીલા ટાળી દીધી' બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ સૌહાર્દ : 'ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું' નવરાત્રિ

મોહડા ગામ ધામપુરથી મુરાદાબાદ જતા હાઈવેથી લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલું છે. ગામમાં પ્રવેશતાંની સાથે જ લાકડાના થાંભલાઓ પર લાઉડસ્પીકર લગાવેલાં છે. રસ્તાની બંને બાજુઓ સજાવવામાં આવેલી છે.

રામલીલા મેદાન ગફુરનના ઘરથી લગભગ 500 મીટર દૂર છે. ગામમાં લગાવેલાં લાઉડસ્પીકર દ્વારા રામલીલાના કાર્યક્રમો અને ભજનોનો અવાજ દરેક ઘરમાં પહોંચી રહ્યો છે.

એક મુસ્લિમ મહિલાએ નામ ન છાપવાની શરતે અમારી સાથે વાત કરી. તેમણે કહ્યું, “અમે પણ ભેગા મળીને રામલીલા જોવા જઈએ છીએ. ગામની દરેક વ્યક્તિ ભાઈ-ભત્રીજા જેવી લાગે છે.”

આ દરમિયાન રામલીલા મેદાનમાં સામેથી આવતા રામલીલા કમિટીના અધ્યક્ષ ઋષિપાલસિંહ નજરે પડ્યા. ગફુરનના અવસાન અને રામલીલા મોકૂફ રહેવા અંગેના સવાલ પર તેમણે બીબીસી ન્યૂઝ હિંદીને કહ્યું, “ગફુરન સાથે ભલે અમારે લોહીનો સંબંધ ન હતો, પરંતુ તેઓ ગામનાં દીકરી હતાં.”

ભૂપેન્દ્રસિંહ, જે વાદળી શર્ટ પહેરીને નજીકમાં ઊભેલા હતા, તેમણે પણ અમારી સાથે વાત કરી. તેઓ કમિટીના ડેપ્યુટી સેક્રેટરી છે. તેમણે કહ્યું, “ગામમાં છેલ્લાં 40 વર્ષથી રામલીલા થઈ રહી છે. અહીં ક્યારેય કોઈ તણાવ થયો નથી. હકીકતમાં, ઘણાં મુસ્લિમ પરિવારો રામલીલા કમિટીને ટેકો આપે છે. તેમના ઘરની મહિલાઓ પણ અહીં રામલીલા જોવા માટે આવે છે.”

જે દિવસે અમે મોહડા ગામમાં પહોંચ્યા, ત્યારે રામબારાતની શોભાયાત્રા નીકળી રહી હતી. રામલીલા મેદાનમાં બાળકો રમી રહ્યાં હતાં. ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ હાજર હતાં.

રામબારાત જોવા આવેલાં એક મહિલા સુનિતાદેવીને અમે ગફુરન બુઆ વિશે પૂછ્યું. તેમણે કહ્યું, “હું લગભગ 56 વર્ષની છું. જે દિવસથી મારાં લગ્ન થયાં અને હું અહીં આવી, ત્યારથી મેં બધાની વચ્ચે પ્રેમ અને સોહાર્દ જ જોયાં છે. ગફુરન બુઆ ગામલોકોના પ્રિય હતાં, કારણ કે તેઓ દરેક પસાર થનારના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતાં હતાં.”

નજીકમાં ઊભેલાં એક વૃદ્ધ મહિલા ઊર્મિલાએ ગફુરનને યાદ કરતાં કહ્યું, “તેમનો પરિવાર નજીકના ગામનો હતો અને લગભગ 50-55 વર્ષ પહેલાં અહીં સ્થાયી થયો હતો. ગફુરનનાં લગ્ન નજીકના જટપુરા ગામના અકબર હુસૈન સાથે થયાં હતાં. કોઈ કારણોસર, તેઓ પણ અહીં આવીને સ્થાયી થયાં. ગફુરન કહેતાં હતાં કે આ ગામ પ્રેમ અને સ્નેહથી ભરેલું છે.”

ગામના રહેવાસી ભૂરે મિયાં કહે છે, “આજ સુધી અમારા ગામમાં સાંપ્રદાયિક વાતાવરણ બગડ્યું નથી. આવી બધી ઘટનાઓ અમારા ગામની સરહદ પર જ શમી જાય છે. ભવિષ્યમાં પણ આ ચાલુ રહેશે.”

રામલીલા મુલતવી રાખવા અંગે ગફુરનના દીકરાએ શું કહ્યું?

'ગામમાં ગફુરન બુઆની અંતિમ યાત્રા નીકળી હતી, અમે રામલીલા ટાળી દીધી' બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ સૌહાર્દ : 'ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું' નવરાત્રિ

ગામમાં પ્રવેશતાં જ ડાબા હાથે એક નાનો રસ્તો વળે છે. આ રસ્તાના કિનારે શેરડીનો પાક ઊભો દેખાય છે. આશરે 300 મીટર ચાલ્યા પછી ડાબા હાથે દીવાલોથી ઘેરાયેલું એક મોટું પીપળાનું ઝાડ દેખાય છે. અહીંથી 15થી 20 પગલાં આગળ ચાલવાથી ગફુરનનું ઘર આવે છે, જેના પ્રવેશદ્વાર પર લાલ રંગનો લોખંડનો દરવાજો લાગેલો છે.

ગફુરનને ચાર પુત્રો અને એક પુત્રી હતાં. તેમના પતિ ઉપરાંત તેમનાં બે પુત્રો અને એક પુત્રીનું અવસાન ઘણા સમય પહેલાં થઈ ચૂક્યું હતું.

હવે તેમનાં સંતાનોમાં આશરે 65 વર્ષીય ઝાકિર હુસેન અને તેમના નાના ભાઈ શમશાદ હુસેન જ જીવિત છે. ઝાકિર ગામમાં જ પોતાનું એક ક્લિનિક ચલાવે છે અને તેમનાં બાળકોનાં પણ લગ્ન થઈ ગયાં છે. આ પ્રકારે ગફુરનના ઘરમાં તેમની ચોથી પેઢીનાં બાળકો ઉછરી રહ્યાં છે.

ઝાકિરે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું, “અમ્માની તબિયત 10 ઑક્ટોબરના સવારે અચાનક બગડી ગઈ હતી. તેમને ધામપુરમાં એક ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યાં, પરંતુ સાંજે ચાર વાગ્યે તેમનું અવસાન થઈ ગયું.”

તેમણે આગળ કહ્યું, “ગામમાં રામલીલાની તૈયારી હતી. પૂજા-અર્ચના માટે પણ અવારનવાર ભોંપુ વાગે છે, પરંતુ તે દિવસે ગામમાં ભોંપુ વાગ્યું નહીં. રાત્રે થનારી રામલીલા પણ તે દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી.”

તેઓ આગળ કહે છે, “અમ્માએ હંમેશાં અમારા પરિવારને સાથે રાખ્યો છે. અત્યારે પણ અમારા આખા પરિવારનો દરવાજો એક જ છે. તેમણે ગામલોકો સાથે પણ એ જ એકતા જાળવી રાખી હતી.”

ઝાકિર એમ પણ કહે છે કે, બાળપણથી જ તેમની માતાએ તેમને રામલીલામાં સક્રિયપણે ભાગ લેવાનું શીખવ્યું હતું.

તેમણે કહ્યું, “દિવાળી હોય કે ઈદ, અમે અમારા હિંદુ ભાઈઓના ઘરે જતા હતા. ગામના ઘણા હિંદુ ભાઈઓએ અમ્માની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી.”

તેઓ એમ પણ કહે છે કે, દરરોજ ઘણા લોકો તેમના ઘરે શોક વ્યક્ત કરવા માટે આવી રહ્યા છે.

રામલીલાના કલાકારોએ શું કહ્યું?

'ગામમાં ગફુરન બુઆની અંતિમ યાત્રા નીકળી હતી, અમે રામલીલા ટાળી દીધી' બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ સૌહાર્દ : 'ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું' નવરાત્રિ

આદર્શ રામલીલા સ્ટેજ પર રામની ભૂમિકા ભજવતા અમિત ચૌહાણે અમારી સાથે રામલીલા મોકૂફ રાખવા અને ગફુરન બુઆ વિશે વાત કરી.

અમિત કહે છે, “પ્રદર્શન માટે સંવાદો પહેલાંથી જ સારી રીતે યાદ રાખવા પડે છે અને અભિનયની પ્રૅક્ટિસ ચાલે છે. આવી સ્થિતિમાં જે દિવસ માટે તૈયારી હોય, તે દિવસે આયોજન જ રદ થઈ જાય તો તે ખૂબ મુશ્કેલ લાગે છે.”

પરંતુ તેઓ એમ પણ ઉમેરે છે, “અમે અમારા વડીલો પાસેથી ગફુરન બુઆ વિશે સાંભળતાં આવ્યા છીએ. અમે તેમને જોયાં પણ છે. તેમનું નિધન આખા ગામ માટે એક મોટી ખોટ છે.”

ધામપુરમાં થયેલી હિંસાની આ ગામ પર કોઈ અસર થઈ નહીં

આ ગામથી ધામપુર શહેરનું અંતર આશરે ત્રણ કિલોમીટર છે. ધામપુર ઉત્તર પ્રદેશનો એક વિધાનસભા મતવિસ્તાર પણ છે. અહીંથી ભાજપના અશોકકુમાર રાણા ધારાસભ્ય છે.

ધામપુર એક નગરપાલિકા વિસ્તાર પણ છે, જ્યાં હિંદુ-મુસ્લિમોની મિશ્ર વસ્તી છે. આસપાસનાં ગામોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામીણો પોતાની રોજિંદી જરૂરિયાતો માટે ખરીદી કરવા અહીં આવે છે.

વકીલોની ચૅમ્બર્સ એસડીએમ ઑફિસની નજીક આવેલી છે. અહીં પ્રૅક્ટિસ કરતા વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ પત્રકાર ગજેન્દ્રસિંહ કહે છે, “જુઓ, 1978માં ધામપુરમાં સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ થયું હતું. તે સમયગાળા દરમિયાન ધામપુરમાં ઘણું નુકસાન થયું હતું. તે પછી પણ કેટલીક વખત સાંપ્રદાયિક તણાવ ભડક્યો હતો, પરંતુ મોહડા ગામમાં ક્યારેય ખલેલ પહોંચી નથી. શરૂઆતથી જ ત્યાં પરસ્પર ભાઈચારો રહ્યો છે. તેને માટે આ ગામ જાણીતું છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS