Source : BBC NEWS
ગિફ્ટ સિટી : ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ બનવા સામે કેવા પડકારો છે?
પ્રકાશિત
ગાંધીનગર પાસે આવેલી ગિફ્ટ સિટીને ભારતના પ્રથમ ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર તરીકે રજૂ કરવામાં આવી રહી છે.
વર્ષ 2007માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં હાલ 1500થી વધુ કંપનીઓ અને અંદાજે 27,000 કર્મચારીઓ કાર્યરત છે.
અહીં સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન, ટૅક્સ લાભ અને અદ્યતન યુટિલિટી ટનલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. જોકે નિષ્ણાતોના મતે હૉંગકૉંગ, દુબઈ કે સિંગાપુર જેવા આંતરરાષ્ટ્રીય હબ સાથે સ્પર્ધા કરવા માટે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી. વિશ્વસનીયતા સ્થાપિત કરવી, સીધી ઍર કનેક્ટિવિટી વધારવી અને લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય રોકાણકારો તેમજ પ્રતિભાને આકર્ષવા જેવા પડકારો હજુ પણ ગિફ્ટ સિટી સામે છે.
ઇમેજ સ્રોત, Abeer Khan/Bloomberg via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




