Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને ક્યારે પહોંચશે?

13 મે 2025, 15:20 IST

અપડેટેડ 54 મિનિટ પહેલા

ભારતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત વહેલી થવાની છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું આંદામાન – નિકોબારના ટાપુઓ પર આવી ગયું છે.

આ સાથે જ ભારતના દરિયામાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીના દક્ષિણના વિસ્તારો, આંદામાન સમુદ્રના દક્ષિણના વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે.

આ સાથે જ પરિસ્થિતિઓ પણ અનુકૂળ છે કે આવનારા 3થી 4 દિવસોમાં ચોમાસું અહીંથી આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી જશે.

અરબી સમુદ્રમાં આવ્યા બાદ જ ચોમાસું કેરળ પર આવશે અને તે બાદ જ ભારતમાં ચોમાસું બેસ્યું ગણાય.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ આવતું હોય છે, પરંતુ આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું આવી શકે છે.

આ ઉપરાંત ગુજરાતમાં હજી આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટી જશે પરંતુ કેટલાક જિલ્લાઓમાં હજી પણ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે. ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશના 105% વરસાદનું હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે.

ભારતની સાથે-સાથે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સારું રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાન પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

તો ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે, કેટલું વહેલું પહોંચશે અને રાજ્યમાં હજી કેટલા દિવસ સુધી માવઠું રહેશે. તે અંગે જુઓ ઉપરનો વીડિયો.

વીડિયો : દીપક ચુડાસમા અને આમરા આમેર

બીબીસી ગુજરાતી, હવામાન, કમોસમી વરસાદ, ચોમાસું, વેધર અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS