Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાત તરફ આગળ વધી રહેલી સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે, કયા વિસ્તારોમાં કરશે અસર?

9 મિનિટ પહેલા

ચોમાસા પહેલાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. જે વાવાઝોડામાં પણ પરિણમી શકે છે. તો કઈ તારીખે વાવાઝોડામાં તે ફેરવાઈ શકે અને કયા વિસ્તારોમાં અને ક્યારથી તેની અસર વર્તાવાની શરૂ થશે?

ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતા અઠવાડિયે કર્ણાટકના દરિયાકાંઠા નજીક એક સિસ્ટમ બનશે અને પછી તે મજબૂત બનશે.

હાલ ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે અને કેરળ પર પણ તેની વહેલી શરૂઆત થવાની શક્યતા છે.

ચોમાસાની શરૂઆત પહેલાં જ ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભારેથી અતિભારે વરસાદ અને જો સિસ્ટમ વધારે મજબૂત બને તો વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. એની સરળ ભાષામાં સમજણ માટે જુઓ આ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમેર

ગુજરાત હવામાન, ચોમાસું, વરસાદ, વાવાઝોડું, ગુજરાતીમાં સમાચાર, બીબીસી, દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS