Source : BBC NEWS
ગુજરાત હવામાન : આગામી બે દિવસ હવામાન પલટાશે, ચોમાસું ક્યારે સત્તાવાર વિદાય લેશે?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે તથા છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના નિયમ મુજબ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીના વરસાદને જ સત્તાવાર ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે, જેથી હવે પછી થનારો વરસાદ પોસ્ટ મૉન્સૂન ગણાશે. સૂકા પવનો સક્રિય થતાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા ઝડપી બનશે.
વીડિયો: દીપક ચુડાસમા
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




