Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે, તેમને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.
તેમણે પત્રકારોને કહ્યું, “કોઈપણ રાષ્ટ્રપતિએ ક્યારેય કોઈ યુદ્ધ સમાપ્ત કરાવ્યું નથી. મેં આઠ યુદ્ધો સમાપ્ત કરાવ્યાં છે અને કદાચ દુનિયાના સંપૂર્ણ વિનાશને પણ રોક્યો છે. તેથી મને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.”
2026ના નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત નૉર્વેજિયન નોબલ સમિતિ શુક્રવારે કરશે.
પુરસ્કાર વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું, “મને ખબર નથી કે તેમનો નિર્ણય શું હશે. તેમની એવી છબિ રહી છે કે, કદાચ તેઓ મારા જેવા લોકોને આ પુરસ્કાર આપતા નથી.”
સત્તામાં ફરી આવ્યા બાદથી ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા છે કે, તેઓ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક એવા નોબલ શાંતિ પુરસ્કારના હકદાર છે.
ઑવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, “હવે કદાચ તે સમય આવી ગયો છે. ગયા વખતે પુરસ્કાર મેળવનારી વ્યક્તિએ કહ્યું હતું કે, ઇતિહાસમાં કોઈ અન્ય કરતાં વધુ આ પુરસ્કારના હકદાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ છે. તેમના મારફતે પરોક્ષ રીતે આ સન્માન મેળવીને હું પહેલેથી જ ખૂબ સન્માનિત અનુભવી ચૂક્યો છું.”
વેનેઝુએલાનાં વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોએ જાન્યુઆરીમાં પોતાનો 2025નો નોબલ શાંતિ પુરસ્કારનો ચંદ્રક ટ્રમ્પને આપી દીધો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




