Source : BBC NEWS
નેપાળમાં આવેલું પૂર કેમ આટલું ભયાનક છે?
નેપાળની ભોટેકોશી નદીમાં બુધવારે આવેલા અચાનક પૂરે ત્રણ જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે.
આ આપત્તિમાં અત્યાર સુધી 160થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે સુરક્ષા દળોના જવાનો અને વિદેશી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હજુ ગુમ છે.
નેપાળ પ્રવાસન બોર્ડે ટૂર ઑપરેટરોને ટાંકીને જણાવ્યું છે કે ગુમ થયેલા ભારતીયોમાંથી મોટા ભાગના કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા યાત્રીઓ હતા.
નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે.
રાહત અને બચાવ ટુકડીઓ આપત્તિગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
આ આપત્તિના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. તાજેતરનાં વર્ષોમાં નેપાળમાં આવેલી આ સૌથી ભયાનક આપત્તિઓમાંની એક માનવામાં આવે છે.
આ વીડિયોમાં એ સમજવાનો પ્રયાસ કરીએ કે નેપાળમાં આટલું ભયાનક પૂર કેવું રીતે આવ્યું.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




