Home તાજા સમાચાર gujrati નેપાળ : ભોટેકોશી નદીમાં પૂરનાં પાણી વધ્યાં, રાહત બચાવકર્મીઓને સલામત રહેવા અપીલ...

નેપાળ : ભોટેકોશી નદીમાં પૂરનાં પાણી વધ્યાં, રાહત બચાવકર્મીઓને સલામત રહેવા અપીલ – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

નેપાળ : ભોટે કોશી નદીમાં પૂરના પાણી વધ્યા, રાહત બચાવ કર્મીઓને સલામત રહેવા અપીલ

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

નેપાળમાં રાસુવામાં ભોટેકોશી નદીમાં પૂરનો પ્રવાહ વધ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીએ સાવચેતી માટેની અપીલ કરી છે.

તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ચિતવાન અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરતાં કાર્યકરોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે નેપાળમાં બુધવારે આવેલા ભીષણ પૂરમાં મૃત્યુઆંક વધીને 675 થઈ ગયો છે, જ્યારે 2400થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

નેપાળની ડિઝાસ્ટર રિસ્પૉન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, પૂરના પાંચમા દિવસે પણ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 675 થયો, 2400થી વધુ લોકો ગુમ

નેપાળ તિબેટ પૂર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Daniel CengAnadolu via Getty Images

નેપાળમાં બુધવારે આવેલા ભીષણ પૂરમાં મૃત્યુઆંક વધીને 675 થઈ ગયો છે, જ્યારે 2400થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

નેપાળની ડિઝાસ્ટર રિસ્પૉન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, પૂરના પાંચમા દિવસે પણ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

આ દરમિયાન, ચીનની સરકારી બ્રૉડકાસ્ટર સીસીટીવી મુજબ, શનિવારે સાંજે છ વાગ્યા સુધીમાં તિબેટના શિગાત્સે શહેરના ગિરોંગ કાઉન્ટીમાં ભૂસ્ખલનથી 16 લોકોનાં મોત થયાં છે અને 546 લોકો ગુમ થયા છે, જેમાં 226 વિદેશી નાગરિકો પણ છે.

અમેરિકાએ પૂરથી પ્રભાવિત લોકો માટે 36 લાખ ડૉલરની સહાય કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલય અનુસાર, આ સહાય હેઠળ 10 હજાર અસરગ્રસ્ત પરિવારોને ત્રણ મહિના સુધી આપાતકાલીન ખાદ્ય સહાય પૂરી પાડવામાં આવશે.

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું “અમેરિકન નાગરિકોની સલામતીથી ઉપર અમારા માટે કોઈ પ્રાથમિકતા નથી”

મંત્રાલયે એમ પણ કહ્યું કે નેપાળ અને ચીનમાં અમેરિકાના દૂતાવાસો અમેરિકન નાગરિકોને મદદ કરવા અને રાહત અને બચાવ પ્રયાસોને સહયોગ કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.

યુક્રેન: રશિયન ડ્રોનનો કિએવ પાસે આવેલ શસ્ત્રોના ગોડાઉન પર હુમલો, ઓછામાં ઓછા 37 લોકોનાં મોત

યુક્રેન: રશિયન ડ્રોનનો કિવ પાસે આવેલ શસ્ત્રોના ગોડાઉન પર હુમલો, ઓછામાં ઓછા 37 લોકોના મોત

ઇમેજ સ્રોત, Getty Images

યુક્રેનમાં સેનાના શસ્ત્રોના ગોડાઉન પર રશિયન ડ્રોન હુમલામાં 37 લોકો માર્યા ગયા, લગભગ 400 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

આ શસ્ત્રોનો ગોડાઉન યુક્રેનની રાજધાની કિએવ પાસે એક રહેણાંક વિસ્તારમાં થયો હતો.

શુક્રવારે મોડી રાત્રે થયેલા હુમલામાં દારૂ ગોળા, લૅન્ડમાઇન અને ડ્રોનના વિસ્ફોટ થવા લાગ્યા હતા. તેના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે વિસ્ફોટોથી વૃદ્ધો અને અપંગોની સંભાળ માટેના કેન્દ્ર સહિત આસપાસની ઘણી ઇમારતોને નુકસાન થયું છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે શસ્ત્રોનો આ ભંડાર આટલી મોટી વસ્તીની નજીક ન હોવો જોઈએ.

તેમણે કહ્યું કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને જેમણે નાગરિકોના ઘરોની આટલી નજીક વિસ્ફોટકો મૂક્યા હતા તેમની બેદરકારી દાખવવા બદલ તપાસ કરવામાં આવશે.

તાજેતરના મહિનાઓમાં કિએવ નજીક શસ્ત્ર ડેપો પર આ બીજો હુમલો છે, અને તેનાથી ફરી એકવાર લોકોમાં ગુસ્સો ભડકી ઊઠ્યો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના દળોએ કિએવના પશ્ચિમમાં આવેલા માયલા ગામમાં એક દારૂગોળાના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું.

રશિયાના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં એફપી-1 અને એફપી-2 લાંબા અંતરના ડ્રોન અને તેમના લૉન્ચ બૂસ્ટરના ભાગો હતા.

આ વિસ્ફોટથી ગામમાં લગભગ 130 ઘરોને નુકસાન થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS