Home તાજા સમાચાર gujrati ન્યૂ યૉર્ક કૅપિટલ પર હુમલાના કથિત ષડયંત્રના આરોપમાં મહિલાની ધરપકડ – ન્યૂઝ...

ન્યૂ યૉર્ક કૅપિટલ પર હુમલાના કથિત ષડયંત્રના આરોપમાં મહિલાની ધરપકડ – ન્યૂઝ અપડેટ

7
0

Source : BBC NEWS

ન્યૂ યૉર્ક કૅપિટલ પર હુમલાના કથિત ષડયંત્રના આરોપમાં મહિલાની ધરપકડ – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, DOJ/FBI

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ ન્યૂ યૉર્કની એક મહિલાની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તે ઑલ્બનીમાં આવેલી સ્ટેટ કૅપિટલ બિલ્ડિંગને બૉમ્બ વડે ઉડાવવાનો અને ત્યાં હાજર ધારાસભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડી રહી હતી.

અભિયોજકોના જણાવ્યા મુજબ, 35 વર્ષની જૅસિકા બૉવીએ અગાઉ ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ) પ્રત્યે પોતાની વફાદારી વ્યક્ત કરી હતી. તેના પર એવા વિદેશી આતંકવાદી સંગઠનને મદદ કે સંસાધનો પૂરા પાડવાનો આરોપ છે, જેને અમેરિકાએ ‘આતંકવાદી સંગઠન’ તરીકે જાહેર કર્યું છે.

અભિયોજકોનું કહેવું છે કે બૉવીએ આ ઇમારતની અનેક વખત રેકી (નિરીક્ષણ) કરી હતી. તેની ધરપકડ વખતે તેની પાસે એક નકલી બૉમ્બ અને એક ખરાબ હાલતમાં રહેલી બંદૂક મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બંને વસ્તુઓ અંડરકવર એજન્ટોએ તેને આપી હતી, કારણ કે તેમને તેના પર અગાઉથી શંકા હતી.

ફોજદારી ફરિયાદ મુજબ, બૉવીએ કથિત રીતે અંડરકવર એજન્ટોને કહ્યું હતું. “હું ઇમારતના શક્ય તેટલા મોટા ભાગને નષ્ટ કરવા અને સેનેટરોને મારવા માગું છું.”

હાલમાં એ સ્પષ્ટ નથી કે બૉવી તેના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો સામે અદાલતમાં કાયદેસરની લડત લડશે કે નહીં.

ઑલ્બનીની રહેવાસી બૉવીએ કથિત રીતે એફબીઆઈના બાતમીદારો સાથે પોતાની યોજનાની ચર્ચા કરી હતી. તે અનેક અઠવાડિયા સુધી એવા એજન્ટોના સંપર્કમાં રહી હતી, જેમણે પોતાને આઈએસઆઈએસના સભ્યો તરીકે ઓળખાવ્યા હતા.

અભિયોજકોના જણાવ્યા અનુસાર, બોવીએ ન્યૂયોર્ક સ્ટેટ કેપિટલ બિલ્ડિંગને એટલા માટે નિશાન બનાવ્યું હતું કારણ કે તેને લાગ્યું હતું કે તે વ્હાઇટ હાઉસની સરખામણીમાં વધુ સરળ લક્ષ્ય સાબિત થશે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS