Home તાજા સમાચાર gujrati પત્નીને ઘેનની દવા આપીને 20 વર્ષ સુધી બળાત્કાર કર્યો, પતિએ 60 ગુના...

પત્નીને ઘેનની દવા આપીને 20 વર્ષ સુધી બળાત્કાર કર્યો, પતિએ 60 ગુના કબૂલ્યા

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

માન્ચેસ્ટરની એક વ્યક્તિએ પોતાનાં પત્નીને તેમની જાણ વગર ઘેનની દવા આપીને 60 વખત બળાત્કાર કર્યો હોવાની વાત કબૂલી છે. આ વ્યક્તિ પોતે 60 વર્ષથી વધુ વયની હોવાનું મનાઈ રહ્યું છે.

આરોપી પર અનેક વખત બળાત્કાર, જાતીય હુમલા અને મહિલાને તેમની મરજી વિના ડ્રગ આપવા સહિતના ઘણા ગંભીર આરોપો છે.

કોર્ટની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું કે આ વ્યક્તિ પોતાનાં પત્નીનું 20 વર્ષથી શોષણ કરી રહી હતી.

આરોપી પતિનું નામ સર્વાઇવરની ઓળખ છતી ન થાય એ હેતુથી જાહેર નથી કરાયું.

માન્ચેસ્ટર ખાતે મિનશુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.

આ દરમિયાન, આરોપીએ પહેલાંથી જ બળાત્કાર સહિતના વિવિધ ગુના કબૂલી લીધા છે.

એવા પણ અહેવાલ છે કે આ કેસની સુનાવણી દરમિયાન સર્વાઇવર મહિલા પણ ઑડિયન્સ ગૅલરીમાં પોતાના સંબંધીઓ સાથે હાજર હતાં.

આરોપી પોતાની વિરુદ્ધના આરોપો કબૂલતી વખતે ભાવુક જોવા મળ્યો હતો, તેની સ્થિતિ જોઈને જજે તેને થોડી વાર માટે બેસી જવા કહ્યું હતું.

60 ગુનાની કબૂલાત

આ આરોપીએ પોતાનાં પત્નીના શોષણ સહિતના ઘણા ગંભીર જાતીય ગુના કબૂલ્યા છે.

જેમાં બળાત્કાર, જાતીય હુમલો અને મરજી વિરુદ્ધ નાર્કોટિક્સ આપવા સહિતના ગુના સામેલ છે.

કોર્ટ સામે કહેવાયું હતું કે આ ટૉર્ચર વર્ષ 2004થી એટલે કે 20 વર્ષ કરતાં વધુ સમય પહેલાંથી ચાલી રહ્યો હોઈ શકે.

વધુ 13 પુરુષો સામે આરોપ

આશ્ચર્યજનક રીતે આ મામલામાં માત્ર પતિ પર જ નહીં, પરંતુ મહિલા પર ગંભીર જાતીય હુમલાના આરોપ અન્ય 13 પુરુષો સામે પણ કરવામાં આવ્યા છે.

આ 13 પૈકી, 12 લોકોએ તેમની સામેના આરોપો નકાર્યા છે, જ્યારે એકે મહિલા પર જાતીય હુમલો કર્યાની વાત કબૂલી છે.

એવું પણ સામે આવ્યું છે કે પતિ સિવાયના લોકો સામે નોંધાયેલા કેસ સપ્ટેમ્બર 2018થી નવેમ્બર 2025 સુધીના સમયગાળાના છે.

પતિ સામેના કેસમાં આ મામલાની કોર્ટની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ પતિને સજા થઈ શકે છે.

આ સિવાય અન્ય પુરુષો સામેના આરોપો મામલે કાયદાકીય પ્રક્રિયા હજુ ચાલી રહી છે.

આ કેસ લાંબા ગાળાના લગ્ન સંબંધોમાં પણ મહિલાની મરજી વિરુદ્ધ સેક્સ જેવાં કૃત્યોને ફરી એક વાર ચર્ચામાં લાવ્યો છે, જેમાં મહિલાની જાણ બહાર તેમને ડ્રગ આપવા જેવાં કૃત્યો સામેલ છે.

આ મામલાની સુનાવણી આગામી અમુક અઠવાડિયાં સુધી ચાલુ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS