Source : BBC NEWS

ફિલિપાઇન્સમાં ભૂકંપની એક તસવીર

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

સ્થાનિક સમય મુજબ સવારે 7:37 વાગ્યે દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠે એક શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8ની હતી.

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વૉલ્કેનોલૉજી ઍન્ડ સિસ્મોલૉજી અનુસાર, એ સિવાય અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 ભૂકંપના ઝટકા નોંધાયા છે, જેની તીવ્રતા 1.3થી 6.7 સુધીની છે.

દરમિયાન, ઇન્ડોનેશિયામાં સુનામીનાં મોજા પણ ઊછળ્યાં છે.

ઇન્ડોનેશિયાની એજન્સી બીએમકેજી અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 7:20 વાગ્યે દેશના દરિયાકાંઠે ત્રણ સ્થળોએ સુનામીનાં મોજાં ઊછળ્યાં હતાં.

ફિલિપાઇન્સમાં ભૂકંપની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બીએમકેજીએ જણાવ્યું હતું કે ઉત્તર માલુકુ પ્રાંતના કેડી, ઉલુ સિયાઉ અને મેલુંગુઆનમાં મોજાં જોવા મળ્યાં હતાં, મોજાંની ઊંચાઈ 0.09 મીટરથી 0.19 મીટર સુધીની હતી.

જાપાને પણ સુનામીની ચેતવણી પણ જાહેર કરી છે.

જાપાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યા સુધીમાં એક મીટર ઊંચાં સુનામીનાં મોજાં દેશના દક્ષિણ ઓકિનાવા ટાપુઓ અને પેસિફિક કિનારાના પ્રાંતો સુધી પહોંચી શકે છે.

ઇઝરાયલ પર ઈરાનના હુમલા પછી ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો

બીબીસી ગુજરાતી ઈરાન ઇઝરાયલ અમેરિકા ક્રૂડ ઑઇલ

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images

ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ હુમલા પછી ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે સોમવારે સવારે એશિયન બજારોમાં ક્રૂડઑઇલના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.

એપ્રિલમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે એક નાજુક યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી. ત્યાર પછી ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડઑઇલનો ભાવ 2.6 ટકા વધીને 95.50 ડૉલર પ્રતિ બૅરલ થયો હતો, જ્યારે અમેરિકન ક્રૂડઑઇલનો ભાવ 2.5 ટકા વધીને 92.75 ડૉલર પ્રતિ બૅરલ થયો હતો.

એપ્રિલમાં યુદ્ધવિરામની સમજૂતી થયા પછી ઈંધણના ભાવોમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગયા એક અઠવાડિયા દરમિયાન ઑઇલનો ભાવ લગભગ 95 ડૉલર પ્રતિ બૅરલની આસપાસ રહ્યો હતો.

વૈભવ સૂર્યવંશીના ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ વિશે એબી ડિવિલિયર્સે શું કહ્યું?

બીબીસી ગુજરાતી વૈભવ સૂર્યવંશી ક્રિકેટ ટૅસ્ટ એબી ડિવિલિયર્સ

ઇમેજ સ્રોત, Getty Images

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે વૈભવ ઇચ્છે તો રેડ બૉલ ક્રિકેટ રમી શકે છે.

એબી ડિવિલિયર્સે કહ્યું કે “તેઓ (વૈભવ) ઉત્તમ પ્રતિભાશાળી છે. મારું માનવું છે કે તેઓ ઇચ્છે તો રેડ બૉલ ક્રિકેટ પણ રમી શકે છે. સવાલ એ છે કે શું તેઓ ખરેખર એવું કરવા માગે છે.”

તેમણે કહ્યું કે “તેમના રસ્તામાં કેટલાક પડકાર જરૂર આવશે, પરંતુ તેમની પાસે પ્રતિભા અને દક્ષતા છે, જેની મદદથી તેઓ તે પડકારોનો સામનો કરી શકે છે.”

15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ભારતીય ટી-20 ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ 2026માં રમશે.

વૈભવે આ વર્ષે આઇપીએલમાં સૌથી વધુ 776 રન બનાવ્યા છે અને ઑરેન્જ કેપ પોતાના નામે કરી છે. તેમણે રાજસ્થાન રૉયલ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટેસ્ટ ક્રિકેટ રમવા અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે “હું રેડ બૉલની ઘણી પ્રેક્ટિસ કરી ચૂક્યો છું અને પોતાના રાજ્ય માટે હું ઘણું રેડ બૉલ ક્રિકેટ રમ્યો પણ છું. મારે રેડ બૉલ રમવો છે, કારણ કે હું રેડ બૉલથી પ્રેક્ટિસ કરું છું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS