Source : BBC NEWS

ફિલિપાઇન્સમાં ભૂકંપ પછીની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

દક્ષિણ ફિલિપાઇન્સના મિંડાનાઓ આઇલૅન્ડ પર 7.8ની તીવ્રતાના આવેલા ભૂકંપ પછી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે.

ગઈ કાલે 8 જૂને સ્થાનિક સમય અનુસાર સવારે 7:37 પર આ ભૂકંપ આવ્યો હતો અને એ પછી ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને જાપાનમાં સુનામીનું ઍલર્ટ પણ આપવામાં આવ્યું હતું.

ફિલિપાઇન્સમાં ભૂકંપ પછીની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ ભૂકંપની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જેમાં ક્યાંક ઇમારતો પડી રહી હતી, તો ક્યાંક ભૂસ્ખલન પણ થયું હતું.

ફિલિપાઇન્સના અધિકારીઓનું કહેવું છે કે અંદાજે 134 લોકો ઘાયલ છે અને 10 હજારથી વધુ પરિવારોને સ્થળાંતરિત કરવા પડ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે મિંડાનાઓ આઇલૅન્ડ એ ફિલિપાઇન્સનો બીજો સૌથી મોટો આઇલૅન્ડ છે. જેમાં 2.6 કરોડ લોકો રહે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘હું નેતન્યાહૂને જે પણ કહું છું, તે કરે છે’

ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી સાથેની ટૂંકી વાતચીતમાં કહ્યું છે કે જો તેઓ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કંઈક કરવાનું કહે છે, તો તેઓ તેને કરે છે.

8મી જૂને બીબીસી નૉર્થ અમેરિકાનાં સંપાદક સારાહ સ્મિથે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.

તેમણે અમેરિકન રાષ્ટ્રપતિને પૂછ્યું કે તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઈરાન પર હુમલો કરવાનું બંધ કરવા માટે કેવી રીતે મનાવ્યા.

ટ્રમ્પે જવાબ આપ્યો, “મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે, ‘આપણે સમજદારીપૂર્વક કામ કરવું પડશે.’ અમે ખૂબ જ મજબૂત કરાર પર હસ્તાક્ષર કરવાની ખૂબ નજીક છીએ, ખૂબ જ સારું સમાધાન.”

તેમણે કહ્યું, ” પરમાણું શસ્ત્રો પણ નહીં હોય, બીજું કંઈ નહીં.”

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાનના હુમલાના જવાબમાં મિસાઇલ ન છોડવાની ઇઝરાયલને વિનંતી કરવા છતાં નેતન્યાહૂએ શા માટે જવાબી કાર્યવાહી કરી.

આના પર ટ્રમ્પે કહ્યું, “ના, ના. એ મિસાઇલ પહેલેથી જ છોડવામાં આવેલી હતી.”

ટ્રમ્પે નેતન્યાહૂ વિશે કહ્યું, “જો હું તેમને કંઈક કરવાનું કહું છું, તો તેઓ કરી નાખે છે.”

અહીં ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં ઈરાન સાથે યુદ્ધવિરામ લાગુ થયા પછી પહેલી વાર ગત રવિવારે ઈરાન અને ઇઝરાયલે એકબીજા પર હુમલા કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS