Home તાજા સમાચાર gujrati ફ્લાયદુબઈ : ચાકુના હુમલા પછી ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત અંગે મહત્ત્વપૂર્ણ...

ફ્લાયદુબઈ : ચાકુના હુમલા પછી ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત અંગે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી- ન્યૂઝ અપડેટ

8
0

Source : BBC NEWS

ફ્લાયદુબઈ : ચાકૂના હુમલા પછી ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત અંગે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

સાઉદી અરેબિયાસ્થિત ભારતીય દૂતાવાસે ફ્લાયદુબઈમાં સવાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત અંગે નવી માહિતી શૅર કરી છે.

દૂતાવાસે જણાવ્યું છે કે પાઇલટ સાઉદી અરેબિયાના તાબુક શહેરની એક હૉસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “દૂતાવાસ ફ્લાયદુબઈની ઉડાનના બહાદુર ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની તબિયત પર નજર રાખી રહ્યું છે. તેઓ ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના તાબુક શહેરની એક હૉસ્પિટલમાં દાખલ છે અને તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.”

દૂતાવાસે વધુમાં જણાવ્યું, “તેમની તબિયત અંગેની સંપૂર્ણ માહિતીની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ મળતી માહિતી અનુસાર તેમની સ્થિતિ સ્થિર છે. અમને આશા છે કે તેઓ તેમની ઈજાઓમાંથી શક્ય તેટલા વહેલા સ્વસ્થ થઈ જશે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સાઉદી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી તેમની તબિયત અંગેની માહિતી મેળવતા રહીશું. તેમના સારવાર માટે શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્મિત મચ્છરની પ્રશંસા કરતાં તેમને “હીરો” ગણાવ્યા હતા.

આ ઘટના બુધવારે બની હતી, જ્યારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ ઉડાન ભર્યા પછી લગભગ બે કલાકે સાઉદી અરેબિયા તરફ વળી ગઈ હતી અને ત્યાં જ ઉતરાણ કર્યું હતું.

કૉકપિટમાં એક પાઇલટે બીજા પાઇલટ પર ચાકૂથી હુમલો કર્યો હતો. જે પાઇલટ પર હુમલો થયો હતો તેઓ ભારતીય છે. જોકે, આ કથિત હુમલા પાછળનું કારણ શું હતું તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.

ફ્લાયદુબઈ ઘટનાને લઈને ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, ભારતીય પાઇલટને ‘હીરો’ ગણાવ્યો

ફ્લાયદુબઈ ઘટનાને લઈને ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, ભારતીય પાઇલટને 'હીરો' ગણાવ્યો- ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે ફ્લાયદુબઈ ઘટનાને લઈને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી.

ટ્રમ્પે બુધવારે કહ્યું કે, નેતન્યાહૂએ તેમને શું બન્યું હતું તેની માહિતી આપી હતી અને વિમાનમાં સવાર મુસાફરોએ ફ્લાઇટને બચાવવા તથા પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા કેવા પ્રયત્નો કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે આ અત્યંત આશ્ચર્યજનક કહાણી છે. એવું લાગે છે કે કો-પાઇલટ કદાચ આતંકવાદી હતો અથવા કદાચ તેની માનસિક સ્થિતિ યોગ્ય નહોતી.”

તેમણે તે ભારતીય પાઇલટની પણ પ્રશંસા કરી, જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે તેમને “હીરો” ગણાવ્યા.

વાસ્તવમાં, આ ઘટના બુધવારે બની હતી, જ્યારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ લગભગ બે કલાકે પોતાનો માર્ગ બદલીને સાઉદી અરબ તરફ વળી ગઈ હતી અને ત્યાં ઉતરાણ કર્યું હતું.

કૉકપિટમાં એક પાઇલટે બીજા પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો હતો. જેના પર હુમલો થયો હતો તે પાઇલટનું નામ સ્મિત મચ્છર છે અને તેઓ ભારતીય છે. જોકે, કથિત હુમલા પાછળનું કારણ શું હતું તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS