Home તાજા સમાચાર gujrati બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી, ગુજરાતમાં વરસાદ વધશે?

બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી, ગુજરાતમાં વરસાદ વધશે?

6
0

Source : BBC NEWS

બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી, ગુજરાતમાં વરસાદ વધશે?

પ્રકાશિત

આ વર્ષે બંગાળની ખાડીમાં ઘણી સિસ્ટમ બની છે પરંતુ ગુજરાત તરફ એ આવી નથી. તેના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો જ વરસાદ પડે છે.

બંગાળની ખાડી નજીક પશ્ચિમ બંગાળ, ઓડિશા આસપાસ એક લૉ-પ્રેશર એરિયા બનેલો છે.

આ સિસ્ટમ થોડી આગળ વધશે ત્યારે આજે તથા આવતીકાલે થોડો વરસાદ પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. પરંતુ એ હળવાથી મધ્યમ પ્રકારનો જ વરસાદ હોઈ શકે છે.

આજે મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, ભરૂચ સહિતના જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

આ સિવાય ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, પાટણ, મહેસાણા સહિતાના વિસ્તારોમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે.

આ વર્ષે બંગાળની ખાડીમાં ઘણી સિસ્ટમ બની છે પરંતુ ગુજરાત તરફ એ આવી નથી. તેના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો જ વરસાદ પડે છે.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS