Source : BBC NEWS

ગૅસની સમસ્યા, બટાકા, શાકભાજી, ખાદ્ય પદાર્થ, ફ્રાય કરેલા કે ચિપ્સ, હેલ્થ, પેટ ફૂલવાની સમસ્યા, કબજિયાત, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આપણામાંથી ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે બટાકા ખાવાથી પેટ ફુલાઈ જાય, બેચેની થાય કે ભોજન બાદ ગૅસની સમસ્યા વધી રહે છે.

બટાકા દુનિયાભરમાં સૌથી વધુ ખવાતા ખાદ્ય પદાર્થોમાંથી એક છે. છૂંદેલા બટાકા, ફ્રાય કરેલા કે ચિપ્સ વગેરે વધુ માત્રામાં ખાધા બાદ કેટલાક લોકોને અસામાન્ય રીતે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય છે.

તો શું ખરેખર વધુ વધારે બટાકા ખાવાથી પૅટમાં ગૅસ થઈ જાય?

વરિષ્ઠ ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ અરુલ પ્રકાશનું કહેવું છે કે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. હા પણ નહીં, ના પણ નહીં.

તેમણે કહ્યું, “મોટા ભાગના લોકો માટે બટાકા સૌથી વધુ ગૅસ પેદા કરનાર ખાદ્ય પદાર્થોમાંથી એક નથી. જોકે, વધુ ખાવાથી, કેટલીક પરિસ્થિતિમાં કેટલાક લોકોમાં પેટ ફૂલવું, ભારેપણું અનુભવવું અને આંતરડામાં ગૅસ જેવી અસુવિધા પેદા કરી શકે છે. જોકે એ ધ્યાન રાખવું મહત્ત્વનું છે કે આ દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઈ શકે છે.”

નિષ્ણાતોનું કહેવું છે કે બટાકા જ પેટની આવી સમસ્યાનું એકમાત્ર કારણ નથી. બલકે તેમાં અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે પકવવાની રીત, સેવનની માત્રા, વ્યક્તિનું પાચન સ્વાસ્થ્ય અને શરીરના કેટલાક પ્રકારના સ્ટાર્ચ સાથે થનાર પ્રતિક્રિયા સામેલ છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ ઍન્ડ ડાયજેસ્ટિવ ઍન્ડ કિડની ડિસીઝ (એનઆઇડીડીકે) અનુસાર, જ્યારે મોટા આંતરડામાં મોજૂદ બૅક્ટેરિયા કાર્બોહાઇડ્રેટ્સને આથો આપે છે, જે નાના આંતરડામાં યોગ્ય રીતે પચતો નથી ત્યારે ગૅસ થાય છે.

તેમાં કહેવાયું કે આથાના આ પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે હાઇડ્રોજન, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ગૅસ ઉત્પન્ન થાય છે. અત્યંત આથાથી પેટ ફૂલવું, બેચેની અને ગૅસની સમસ્યા થઈ શકે છે.

‘બટાકા જ ગૅસનું એકમાત્ર કારણ નથી’

ગૅસની સમસ્યા, બટાકા, શાકભાજી, ખાદ્ય પદાર્થ, ફ્રાય કરેલા કે ચિપ્સ, હેલ્થ, પેટ ફૂલવાની સમસ્યા, કબજિયાત, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બટાકા મુખ્ય રીતે સ્ટાર્ચથી બનેલા હોય છે. આ સ્ટાર્ચનો મોટો ભાગ નાના આંતરાડામાં પચીને અવશોષિત થઈ જાય છે. જોકે તેનો કેટલોક ભાગ પાચનપ્રક્રિયાથી બચીને મોટા આંતરડામાં પહોંચી જાય છે, જ્યાં આંતરડાના બૅક્ટેરિયા થકી આથામાં રૂપાંતર થાય છે.

ન્યૂટ્રિશન ઍન્ડ ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ નામની પત્રિકામાં પ્રકાશિત એક અધ્યયનથી જાણવા મળ્યું કે પ્રતિરોધી સ્ટાર્ચ એક પ્રીબાયૉટિકના રૂપમાં કામ કરે છે, જે આંતરડાંમાં મોજૂદ લાભદાયી સૂક્ષ્ણજીવોને પોષણ પૂરું પાડે છે. જોકે આ સામાન્ય રીતે લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે, પરંતુ આ આથાની પ્રક્રિયા કેટલાક લોકોમાં અસ્થાયી રીતે ગૅસ વધારી શકે છે.

ડૉ. અરુલ પ્રકાશ એ પણ કહે છે કે “ઘણાં ક્ષેત્રોમાં બટાકાનો આહાર એક મહત્ત્વનો ભાગ છે. માટે ન માત્ર બટાકા, પણ બીન્સ અને મૂળા જેવી અન્ય શાકભાજી જેવા કાર્બોહાઇડ્રેડથી ભરપૂર ખાદ્ય પદાર્થ પણ પેટ ફૂલવું કે ગૅસ જેવી અસુવિધાનું કારણ બની શકે છે.”

આ સિવાય તેમણે કહ્યું કે એટલા માટે બટાકા જેવા ખાદ્ય પદાર્થ કેટલાક લોકો માટે અસુવિધા પેદા કરે છે, એનો અર્થ એ નથી કે એ બિનલાભકારી છે. બલકે પાચનક્રિયા દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોય છે.

ખાસ કરીને તેમણે જણાવ્યું કે આ મામલે બટાકા દોષી નથી હોતા અને તેમણે સમજાવ્યું કે “દૂધ પ્રોડક્ટ, બીજવાળાં ફળ, બીન્સ અને મૂળા જેવા ખાદ્ય પદાર્થો ગૅસ અને પેટ ફૂલવાનું કારણ બને તેવી શક્યતા વધુ છે.”

તેઓ કહે છે, “આ સમસ્યા દરેક વ્યક્તિની શારીરિક રચના અને પાચન પર આધારે હોઈ શકે છે. બટાકા સાથે ખવાતા ખાદ્ય પદાર્થો પણ આ લક્ષણોને વધારી શકે છે. માટે જો દાળ કે બટાકાયુક્ત ભોજન કરવાથી આ સમસ્યા થતી હોય તો બીજી વાર તેને અલગથી ખાઓ અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તેનાથી તમને ખબર પડશે કે ખરેખર શું ખાવાથી તમને સમસ્યા થઈ શકે છે. જો આવી સમસ્યા બે અઠવાડિયાંથી વધુ સમય રહે તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે.”

આ સિવાય લેક્ટોઝ ઇનટોલરન્ટ (દૂધ કે દૂધની બનાવટની વસ્તુઓ પચાવી શકતા ના હોય એવા લોકો)ને ડેરી પ્રોડક્ટવાળા ખાદ્ય પદાર્થ ખાવા પર પેટ ફૂલવું કે ગૅસની સમસ્યા થઈ શકે છે. તળેલા બટાકા ખાવાથી અન્ય ચરબીયુક્ત આહારને કારણે પેટ ભરેલું હોય તેવું લાંબા સમય સુધી લાગે છે. કેટલાક લોકોને ખાધા બાદ પેટ વધુ ભરેલું હોય તેવું લાગે અથવા અસહજતા અનુભવી શકે છે.

બટાકા સિવાયના અન્ય ખાદ્ય પદાર્થો જે પેટમાં ગૅસ કરી શકે

ગૅસની સમસ્યા, બટાકા, શાકભાજી, ખાદ્ય પદાર્થ, ફ્રાય કરેલા કે ચિપ્સ, હેલ્થ, પેટ ફૂલવાની સમસ્યા, કબજિયાત, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

નિષ્ણાતોનું માનવું છે કે બટાકાની જેમ અન્ય એવા ખાદ્ય પદાર્થો છે, જે પેટ ફૂલવાની કે ગૅસ થવાની સમસ્યા પેદા કરી શકે છે.

જેમ કે વરિષ્ઠ ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ અરુલ પ્રકાશ બીન્સ, ચણા, મટર, મસૂરનો ઉલ્લેખ કરે છે. તેમાં ઑલિગોસેકેરાઇડ નામનું જટિલ કાર્બોહાઇડ્રેડ હોય છે. જોકે નાના આંતરડામાં આ મિશ્રણને સંપૂર્ણ પચાવવા માટે જરૂરી ઍન્ઝાઇમ (એક ખાસ પ્રોટીન, જે શરીરમાં થનારી રાસાયણિક પ્રક્રિયાને ગતિ આપે છે) નથી હોતા, માટે આ મોટા આંતરડા સુધી પહોંચે છે અને ત્યાં બૅક્ટેરિયા દ્વારા આથો બને છે. તેમાંથી ગૅસ બને છે.

આવું જ બ્રિટનની નૅશનસ હેલ્થ સર્વિસનું કહેવું છે કે “ફુલાવર, બ્રોકોલી અને કોબીજ જેવાં શાકભાજીમાં રેફિનોઝ નામનું સલ્ફરયુક્ત મિશ્રણ જોવા મળે છે. પાચન દરમિયાન આ મિશ્રણ ઘણી માત્રામાં ગૅસ બનવાનું કારણ બની શકે છે.”

અરુલ પ્રકાશ કહે છે કે “જોકે આ ખાદ્ય પદાર્થ બહુ પૌષ્ટિક હોય છે, પરંતુ તેને સામાન્ય રીતે પેટ ફૂલવાનાં કારણો તરીકે પણ ગણાવાય છે.”

આ સિવાય દૂધ, આઇસક્રીમ, નરમ પનીર અને દહીમાં લેક્ટોઝ હોય છે. લેક્ટોઝ ઇનટોલરન્ટવાળા લોકો લેક્ટોઝને યોગ્ય રીતે પાચન માટે જરૂરી લેક્ટોઝ ઍન્ઝાઇમનું પૂરતું ઉત્પાદન કરી શકતા નથી.

અરુલ પ્રકાશનું કહેવું છે કે ન પચેલા લેક્ટોઝ મોટી સંખ્યામાં આંતરડા સુધી પહોંચે છે, જ્યાં બૅક્ટેરિયા દ્વારા તેનો આથો બને છે, જેનાથી ગૅસ, પેટ ફૂલવું, પેટમાં દુખાવો અને ક્યારેક તો ડાયેરિયા જેવી સમસ્યા પણ થાય છે.

વૈજ્ઞાનિકોનાં અધ્યયનો અનુસાર, આખું અનાજ અને ફાઇબરયુક્ત ખાદ્ય પદાર્થો પાચનક્રિયાને ઉત્તમ બનાવે છે અને પેટની જૂની સમસ્યાને નિવારે છે. જોકે કેટલાક નિષ્ણાતો સલાહ આપે છે કે ફાઇબરનું સેવન વધુ માત્રા કરવાથી પાચનતંત્ર પર બોજ આવે છે અને સમસ્યા પેદા થઈ શકે છે.

સુગર-ફ્રી ચ્યુઇંગમ, કૅન્ડી અને પ્રોસેસ્ડ ફૂડમાં સામાન્ય રીતે સૉર્બિટોલ, મેનિટોલ, જાઇલિટોલ અને માલ્ટિટોલ જેવા સુગર આલ્કોહૉલ હોય છે. અધ્યયનોથી જણાયું કે આ સ્વિટનર નાના આંતરડામાં ઓછી માત્રામાં અવશોષિત થાય છે.

બાકીનું મોટા આંતરડામાં પહોંચે છે, જ્યાં આંતરડાંના બૅક્ટેરિયા દ્વારા તેનો આથો બને છે અને આ આંતરડાંમાંથી પાણી શોષી શકે છે. તેનાથી પેટ ફૂલવું, ગૅસ કે ડાયેરિયા થઈ શકે છે.

જર્નલ ‘કટ ઍન્ડ પીડિયાટ્રિક્સ’માં પ્રકાશિત એક અભ્યાસમાં સૉર્બિટોલ માલાબ્સોર્પ્શન સંબંધિત ગૅસ્ટોઇન્ટ્રોસ્ટાઇનલ લક્ષણોનું દસ્તાવેજીકરણ કરાયું છે. તો મેયો ક્લિનિક સૉર્બિટોલ, મેનિટોલ અને જાઇલિટોલ જેવા સુગર વિકલ્પોને વધુ પડતાં આંતરડામાં ગૅસનાં સામાન્ય કારણોના રૂપમાં વર્ગીકૃત કરાયા છે.

એટલું જ નહીં, મેયો ક્લિનિક અનુસાર, કાર્બોનેટેડ પીણાં પાચન સંબંધી વિકારોમાં પણ યોગદાન આપી શકે છે. તેના અનુસાર, “સૉફ્ટ ડ્રિંક્સ પેટમાં ગૅસ ઉત્પન્ન કરી શકે છે. તેમજ કાર્બોનેટેડ પેય પદાર્થ ઓડકાર આવવાનાં સામાન્ય કારણોમાંનાં એક છે, કેમ કે તે પાચનતંત્રમાં કાર્બન ડાયોક્સાઇડ ગૅસ છોડે છે.”

ખાસ કરીને “વધુ માત્રામાં સેવન કરવાથી આ ગૅસ, પેટનું ફૂલવું, પેટ ભરેલું લાગવું અને વારંવાર ઓડકાર આવવાનું કારણ બની શકે છે”

ગૅસ અને પેટની સમસ્યાથી કેવી રીતે બચવું?

ગૅસની સમસ્યા, બટાકા, શાકભાજી, ખાદ્ય પદાર્થ, ફ્રાય કરેલા કે ચિપ્સ, હેલ્થ, પેટ ફૂલવાની સમસ્યા, કબજિયાત, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ અરુલ પ્રકાશના મતે, પાચન સંબંધિત સમસ્યાઓ વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે.

એટલે કે, “કોઈ વ્યક્તિને વધુ ગૅસ થતો હોય તેનાં ઘણાં કારણો હોય છે. જેમાં તેમનાં આંતરડાંની માઇક્રોબાયોટાની રચના, પાચનની ગતિ, ખાવાની આદતો અને ખોરાકની ઍલર્જીનો સમાવેશ થાય છે.”

ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટના મતે, ગૅસ અને પેટના ફૂલવાની મોટા ભાગની સમસ્યાઓને સરળ આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને નિયંત્રિત કરી શકાય છે.

ખાસ કરીને, “ઝડપથી ખાવાથી લોકો વધુ હવા ગળી જાય છે. આ હવા પાચનતંત્રમાં ફસાઈ શકે છે અને પેટનું ફૂલવું અને ઓડકારનું કારણ બની શકે છે. તેથી, ખોરાકને સારી રીતે ચાવવાથી અને ધીમે ધીમે ખાવાથી આ લક્ષણોમાં નોંધપાત્ર ઘટાડો કરાઈ શકાય છે.”

એ જ રીતે અમુક ખોરાક કેટલાક લોકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. ડૉ. અરુલ પ્રકાશ કહે છે કે કેટલાક લોકો બટાકા જેવા કંદમૂળ ખાધા પછી આ લક્ષણોનો અનુભવ કરી શકે છે, જ્યારે અન્યને લોકો ડેરી ઉત્પાદનો અથવા કઠોળ ખાધા પછી આવું અનુભવાય છે.

તેમના મતે, એવો કોઈ એક ખોરાક નથી જે દરેકનું સમાન રીતે પેટ ખરાબ કરે.

તેથી, “જો ચોક્કસ ખોરાક ખાધા પછી આવાં લક્ષણો દેખાય તો તમારે તેની માત્રા ઘટાડવાનું અથવા ભોજન રાંધવાની રીત બદલવાનું વિચારી શકાય છે. જો સમસ્યા ચાલુ રહે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ,” એવી તેમણે સલાહ આપી છે.

ડૉક્ટરોના મતે, પેટમાં ગૅસ અને પેટનું ફૂલવું સામાન્ય રીતે હાનિકારક નથી. જોકે, જો આ લક્ષણોની સાથે “અકારણ વજન ઘટે, સતત પેટમાં દુ:ખે, ઝાડા, મળમાં લોહી, ગંભીર કબજિયાત અને ઊલટી” જેવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS