Home તાજા સમાચાર gujrati મહિલા ટી20 વર્લ્ડકપ : ઇંગ્લૅન્ડને હરાવીને ઑસ્ટ્રેલિયા બન્યું ચૅમ્પિયન – ન્યૂઝ અપડેટ

મહિલા ટી20 વર્લ્ડકપ : ઇંગ્લૅન્ડને હરાવીને ઑસ્ટ્રેલિયા બન્યું ચૅમ્પિયન – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

ઑસ્ટ્રેલિયા બન્યું ચૅમ્પિયન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવ્યું. ઑસ્ટ્રેલિયાએ રેકૉર્ડ સાતમી વખત મહિલા ટી20 વર્લ્ડકપ જીત્યો છે.

ઑસ્ટ્રેલિયાની ટીમે ઇંગ્લૅન્ડે જીત માટે આપેલા 151 રનના લક્ષ્યાંકને 17.1 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

ઑસ્ટ્રેલિયાનાં બૅથ મૂનીએ 49 બૉલમાં 64 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ફીબી લિચફીલ્ડે 35 બૉલમાં 48 રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ ખાતે રમાયેલી આ ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લૅન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા.

ઇંગ્લૅન્ડ તરફથી કૅપ્ટન નેટ સાયવર-બ્રન્ટે 53 બૉલમાં સૌથી વધુ 58 રન બનાવ્યા, જ્યારે ફ્રેયા કેમ્પે 44 અને ઍલિસ કેપ્સીએ 23 રન બનાવ્યા.

ઑસ્ટ્રેલિયા તરફથી કૅપ્ટન સોફી મોલિનેક્સ, કિમ ગાર્થ, લુસી હૅમિલ્ટન અને એનાબેલ સધરલૅન્ડે એક-એક વિકેટ લીધી હતી.

દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’ 48 કલાકમાં જ ભારતમાં ઓટીટી પ્લૅટફૉર્મ પરથી હઠાવી દેવાઈ

સતલજ ફિલ્મનું એક પોસ્ટર

ઇમેજ સ્રોત, Zee5/Instagram

માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ ત્રીજી જુલાઈના રોજ ઓટીટી પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ હતી, પરંતુ પાંચ જુલાઈના રોજ તેને ત્યાંથી હઠાવી લેવામાં આવી છે.

ઝી5ના સત્તાવાર ઍક્સ હૅન્ડલ પર એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, “સતલુજ’ ભલે અટકી ગઈ હોય, પરંતુ તેણે છેડેલી ચર્ચા ચાલુ છે. તમારા અપાર પ્રેમ માટે દિલથી ધન્યવાદ. અમને આશા છે કે અમે તેને ટૂંક સમયમાં તમારા સુધી પાછી લાવીશું.”

ઓટીટી પ્લૅટફૉર્મ પર આ ફિલ્મ રિલીઝ થયા પછી, ફિલ્મના દિગ્દર્શક હની ત્રેહને કહ્યું હતું કે, “આ ફિલ્મમાં કોઈ ઍડિટિંગ કરવામાં આવ્યું નથી અને તેના મૂળ સ્વરૂપ સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.”

આ ફિલ્મનું મૂળ નામ ‘પંજાબ 95’ હતું. વિવિધ કારણસર તેની રિલીઝ લાંબા સમય સુધી થઈ શકી નહોતી.

આ ફિલ્મને સાત ફેબ્રુઆરી, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ટીઝર પણ જાહેર થયું હતું.

જોકે, બાદમાં તેની રિલીઝ ફરી ટાળી દેવામાં આવી હતી.

ફિલ્મમાં દિલજિત દોસાંઝ. અર્જુન રામપાલ, સુવિંદર વિક્કી, જગજિત સંધુ અને ગીતિકા વિદ્યા ઓહલાને અલગ-અલગ ભૂમિકા નિભાવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS