Home તાજા સમાચાર gujrati ‘મારી માતાને પ્રેમજાળમાં ફસાવનારને શોધવા હું સાત દરિયા પાર કરીને ગયો’

‘મારી માતાને પ્રેમજાળમાં ફસાવનારને શોધવા હું સાત દરિયા પાર કરીને ગયો’

6
0

Source : BBC NEWS

'મારી માતાના લવ સ્કેમરને શોધવા માટે હું સાત સમુદ્ર પાર ગયો'

ઇમેજ સ્રોત, Carlos Barragán

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

“તેઓ મને ન તો એટલા પ્રોફેશનલ લાગ્યા, ન તો ચાલાક અને આ વાત મારા માટે સૌથી વધુ ચોંકાવનારી હતી.”

જ્યારે કાર્લોસ બરાગાન તેમનાં માતાને પ્રેમના નામે છેતરનાર માણસને શોધવા નાઇજીરિયા ગયા, ત્યારે તેમને એક મહા ઠગનો સામનો થવાની અપેક્ષા હતી.

એક આઇપી ઍડ્રેસથી તેમને ખબર પડી હતી કે તેમનાં માતાને છેતરનારા ઇમેઇલ્સ અમેરિકાના કોઈ સૈનિકે સીરિયાથી નહીં, પણ નાઇજીરિયાથી મોકલ્યા હતા. તે વ્યક્તિએ સીરિયામાં હોવાનો દાવો કર્યો હતો.

કાર્લોસ તેમનાં માતા સાથે છેતરપિંડી કરનાર માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ કરવા માગતા હતા, પરંતુ આ પ્રક્રિયામાં તેમણે ચાર વર્ષની સફર કરી, જેના કારણે તેમને નાઇજીરિયાના “યાહૂ બૉયઝ”ની દુનિયા સમજાઈ.

આ એવા યુવા ઠગો છે જેમને ન તો યોગ્ય રીતે અભ્યાસ કરવાની તક મળી, ન તો તેમની પાસે પૈસા છે કે ન તો આગળ વધવાની તકો છે.

આ અનુભવે કાર્લોસની તે માણસ પ્રત્યેની ધારણાને ન કેવળ બદલી, પણ તેમને આધુનિક દુનિયામાં એકલતાની ગંભીરતા પર પણ ચિંતન કરવા મજબૂર કર્યા.

બ્રાયન સાથે મુલાકાત

'મારી માતાના લવ સ્કેમરને શોધવા માટે હું સાત સમુદ્ર પાર ગયો'

ઇમેજ સ્રોત, Carlos Barragán

કાર્લોસ કહે છે કે તેમનાં માતા આત્મનિર્ભર અને મજબૂત હતાં. શિક્ષિત હતાં અને પોતાનું ડેન્ટલ ક્લિનિક ચલાવતાં. તેથી તેઓ છેતરપિંડીનો ભોગ બને તેવી શક્યતા ખૂબ જ ઓછી હતી.

એટલા માટે કાર્લોસ અને તેમના ભાઈઓને જ્યારે શંકા ગઈ કે તેમનાં માતા કોઈ ઠગની જાળમાં ફસાઈ ગયાં છે ત્યારે તેઓ ચિંતિત હતા, પરંતુ તેમનાં માતાએ પોતાના ‘પ્રેમી’ ‘બ્રાયન’ને જે એક ઇમેઇલ કર્યો હતો તેનાથી એ સંકેત મળ્યો કે તેમનાં માતા ભાવનાત્મક રીતે કેટલા કમજોર પડી ગયાં હતાં.

તેમણે એ તે ઇમેઇલમાં લખ્યું હતું કે, “પહેલાં મેં મારી માતાની સંભાળ લીધી, પછી મારી નાની બહેનની. તે પછી મેં મારા પતિ અને બાળકોનું ધ્યાન રાખ્યું. આખી જિંદગી મેં બીજાઓનું ધ્યાન રાખ્યું છે, પણ હવે હું ઇચ્છું છું કે કોઈ મારી પણ સંભાળ રાખે.”

થોડા મહિના પહેલાં કાર્લોસે જોયું કે છૂટાછેડા લીધેલા તેમનાં માતા એકલતા અનુભવી રહ્યાં છે. આ જ કારણે તેમણે તેમને ટિન્ડર વાપરવાની સલાહ આપી હતી.

જ્યાં તેમની મુલાકાત બ્રાયન સાથે થઈ, જે લગભગ 50 વર્ષની ઉંમરની આકર્ષક અમેરિકન વ્યક્તિ હતી. તેમનો દાવો હતો કે તે સીરિયામાં તહેનાત છે.

આર્મીમાં રહી ચૂકેલા કાર્લોસના મોટા ભાઈને શરૂઆતથી જ આ સંબંધ વિશે શંકા હતી.

તેમણે તેમનાં માતાને કહ્યું, “એની વાતો કંઈક વિચિત્ર લાગે છે. આ કદાચ કોઈ ઠગ છે, મમ્મી.”

આ પછી તેમનાં માતાએ તેમની સાથે સંબંધ વિશે વાત કરવાનું લગભગ બંધ કરી દીધું હતું, જોકે તે ક્યારેક કાર્લોસ બ્રાયનના ઇમેઇલ્સ બતાવતી હતી.

ઇમેઇલ્સ પ્રેમ અને લાગણીથી ભરેલા હતા. બ્રાયને જલદી જ સ્પેન આવીને સાથે રહેવાની વાતો શરૂ કરી દીધી, જેનાથી ખુદ કાર્લોસનાં માતા પણ હેરાન હતાં.

કાર્લોસ કહે છે, “મને લાગે છે કે તેમને ત્યારે પણ થોડી ઘણી શંકા તો હતી.”

પરિવારના લોકો વચ્ચે તે સમયે ચર્ચા ચગી, જ્યારે બ્રાયને કહ્યું કે તે તેમના ઘરે સોનાના બાર મોકલવાનો છે, પરંતુ કાર્લોસે ત્યારે પગલું ભરવાનો નિર્ણય લીધો, જ્યારે તેમનાં માતા બે વીંટી ઘરે લઈ આવ્યાં અને બતાવ્યું કે તેઓ જલદી જ સાથે રહેવાના છે.

જ્યારે કાર્લોસે તેમનાં માતાને પુરાવા બતાવ્યા કે ઇમેઇલ વાસ્તવમાં લાગોસ (નાઇજીરિયા)થી મોકલાઈ રહ્યા છે, તો તેમણે આના પર કંઈ ન કહ્યું. થોડા દિવસો પછી તેમણે તેમાંથી મોટા ભાગના ઇમેઇલ્સ ડિલીટ કરી દીધા, પરંતુ તેઓ ખૂબ દુઃખી હતાં.

પોતાનાં માતાને એકલતા સામે ઝૂઝતાં જોઈ કાર્લોસની અંદર કંઈક બદલાયું. તેમણે નાઇજીરિયા જઈને તે રહસ્યમય ઠગને શોધવાનો નિર્ણય કર્યો.

બિગી, ઇકોટુન અને તેના ‘યાહૂ બોય્ઝ’

'મારી માતાના લવ સ્કેમરને શોધવા માટે હું સાત સમુદ્ર પાર ગયો'

ઇમેજ સ્રોત, Carlos Barragán

એક સ્થાનિક વચેટિયા દ્વારા કાર્લોસે બિગી નામના એક ઠગની મદદ લીધી, જે તેને પોતાના મિત્રો સાથે મુલાકાત કરાવવા અને તેને ઇકોટુન ફેરવવા માટે સહમત થઈ ગયો.

ઇકોટુન લાગોસનું એક ભીડભાડવાળું ઉપનગર છે જ્યાં “દરેક વ્યક્તિ મહેનત કરી રહી છે, દરેક વ્યક્તિ પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહી છે.”

બિગી લગભગ 25થી 30 વર્ષની ઉંમરનો હતો, લગભગ કાર્લોસની ઉંમરનો જ. તે બુદ્ધિશાળી અને “ખૂબ જ રમૂજી” હતો.

બંને લગભગ રોજનો મોટા ભાગનો સમય સાથે વિતાવવા લાગ્યા અને કાર્લોસને આશ્ચર્ય થયું કે તેને બિગી ગમવા લાગ્યો.

હું વિચારતો રહ્યો… તેના જેવી વ્યક્તિ ઠગ કેવી રીતે બની જાય છે જે પોતાની રાતો ઇન્ટરનેટ પર એકલા લોકો સાથે વાત કરવામાં વિતાવે છે?

સ્થાનિક લોકો સાથે વાત કરતાં કાર્લોસને ખ્યાલ આવ્યો કે ઠગોનું એક વિશાળ નેટવર્ક છે: સેંકડો યુવાનો ‘યાહૂ બૉયઝ’ તરીકે ઓળખાય છે, જેનું નામ વ્યવસાયના શરૂઆતના દિવસોમાં ઉપયોગમાં લેવાતી ઇમેઇલ સેવા પરથી રાખવામાં આવ્યું હતું.

ધીમે ધીમે તેમને એ અહેસાસ થવા લાગ્યો કે ફક્ત એક ઉપનામ અને એક નકલી ઇમેઇલ સરનામાના સહારાથી 24 કરોડથી વધુ લોકોના દેશમાં પોતાનાં માતા સાથે છેતરપિંડી કરનારને શોધવો તેના માટે લગભગ અશક્ય હતો.

તેના બદલે, તેમણે પોતાને ‘યાહૂ બૉયઝ’ની દુનિયા વિશે શીખતા જોયા.

'મારી માતાના લવ સ્કેમરને શોધવા માટે હું સાત સમુદ્ર પાર ગયો'

ઇમેજ સ્રોત, Carlos Barragán

એક શ્વેત યુરોપિયન હોવાના કારણે કાર્લોસ જ્યાં પણ જતા ત્યાં સૌથી અલગ દેખાતા હતા.

તેઓ કહે છે કે લોકો તેને એફબીઆઈ એજન્ટ કે કોઈ ચીની વેપારી સમજી લેતા હતા. તેઓ તેને “માગા” કહેતા, આ એક અપશબ્દ છે, જેનો અર્થ થાય છે એક ભોળી વ્યક્તિ, જેને સહેલાઈથી ઠગી શકાય.

પરંતુ બિગીના પરિચયને કારણે તેઓ 50 ‘યાહૂ બૉયઝ’ સાથે વાત કરી શક્યા.

આમાંથી એક ખુદને અમેરિકન પ્રોફેશનલ કુસ્તીબાજ કોડી રોડ્સ બતાવીને એક મહિલાને 25 એર ટિકિટો માટે પૈસા મોકલવા માટે મનાવી ચૂક્યો હતો, જ્યારે તે ટિકિટોનો ક્યારેય ઉપયોગ જ નહોતો થવાનો. મહિલાએ પહેલી રકમ 300 યુરો મોકલી હતી, જે તે યુવક માટે બહુ મોટી રકમ હતી. તેણે ફૅક્ટરીમાં 18 મહિનાથી વધુ કામ કરવા છતાં આટલી કમાણી નહોતી કરી.

પરંતુ આવી સફળતા સરળતાથી મળી ન હતી.

કાર્લોસ કહે છે, “તેઓ તેને ‘બૉમ્બિંગ’ કહે છે. એનો મતલબ એ છે કે તમે સેંકડો, બલકે હજારો લોકો પર પ્રયાસ કરતા રહો છો.”

કાર્લોસની દોસ્તી અન્ય એક યાહૂ બૉય અઝીઝ સાથે પણ થઈ, જેમણે 14 વર્ષની ઉંમરે છેતરપિંડી શરૂ કરી હતી. તે તેના ગામથી લાગોસ આવી ગયો હતો અને તેનાં માતા અને નાની બહેન સાથે એક સાંકડા એપાર્ટમેન્ટમાં રહેતો હતો.

અઝીઝ અમેરિકન પુરુષો સાથે વાતચીત કરતી વખતે ખુદને “વેનેસા” નામની મહિલા બતાવતો હતો અને આના માટે એક સુંદર શ્વેત મહિલાનો ચોરાયેલો ફોટો વાપરતો હતો.

શરૂઆતમાં તે અસફળ રહ્યો. તેનું અંગ્રેજી નબળું હતું, તેની ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ નહોતી કે તે ક્યારેય અમેરિકા ગયો નહોતો.

કાર્લોસ જણાવે છે, “અમે એવા નાના છોકરાઓની વાત કરી રહ્યા છીએ જેમને પશ્ચિમી દુનિયા વિશે બહુ માહિતી નથી.”

આખરે અઝીઝને પહેલી મોટી સફળતા મળી અને તેને પાંચ ડૉલર મળ્યા. તેણે તે પૈસાથી એક રેસ્ટોરાંમાં જઈને ચિકન ખાધું. આ તેના જીવનનો પહેલો મોકો હતો જ્યારે તે કોઈ એર-કંડિશનરવાળી બિલ્ડિંગની અંદર ગયો હતો.

પરંતુ અઝીઝનાં માતા અને દાદી બંને અભણ અને રસ્તા પર ખાવાનું વેચીને ગુજરાન ચલાવતાં હતાં, તેઓ જાણતાં હતાં કે તે જે કરી રહ્યો છે તે ખોટું છે. તેનાં દાદીએ તેને આખરી ચેતવણી આપી-છેતરપિંડી બંધ કર અથવા ઘર બહાર કાઢી મૂકવામાં આવશે.

તેણે ત્યારથી એવું નથી કર્યું.

'મારી માતાના લવ સ્કેમરને શોધવા માટે હું સાત સમુદ્ર પાર ગયો'

ઇમેજ સ્રોત, Carlos Barragán

કાર્લોસનું કહેવું છે કે જ્યારે તે નાઇજીરિયા પહોંચ્યા તો તેમને એ વિશ્વાસ હતો કે ઠગ કોઈ શાતિર ગુનાહિત ગૅંગનો હિસ્સો છે. પરંતુ અઝીઝ સાથેના તેમના સંબંધે પોતાની આ ધારણા પર પુનર્વિચાર કરવા મજબૂર કરી દીધો.

તેઓ કહે છે, “એ માનવું સરળ છે કે પશ્ચિમ આફ્રિકામાં એક શક્તિશાળી ગુનાહિત નેટવર્ક આપણને નુકસાન પહોંચાડી રહ્યું છે, તેના બદલે કે આ માત્ર એક વ્યક્તિ પોતાના ફોનથી કરી રહી છે.”

તેમણે એ પણ જોયું કે કેવી રીતે ઘણા યુવાન ઠગ પોતે જ શિકાર બની જાય છે અને પોતાની કમાણીનું પ્રદર્શન કરીને વધુ શક્તિશાળી ગુનેગારોનું ધ્યાન આકર્ષિત કરે છે.

પરંતુ એક સવાલ બની રહ્યો હતો કે આવા યુવાનો, જેમાંના કેટલાકે તો શાળાનું ભણતર પણ પૂરું નહોતું કર્યું, તેઓ કાર્લોસનાં માતા જેવાં વયસ્કને તેમના પર ભરોસો કરવા માટે કેવી રીતે મનાવી રહ્યા હતા?

ઠગોએ તેમને જણાવ્યું કે તેઓ તેમને કંઈક એવું આપી રહ્યા છે જેની ઘણા લોકોમાં કમી હોય છે: જોડાણ. તેઓ મને કહેતા, “તમારે બસ તેમને એ દર્શાવવાનું છે કે તમારું ધ્યાન તેમના પર છે- જેમ કે ગૂડ મૉર્નિંગ, કેમ છો ડીયર? લંચમાં શું ખાધું.”

કાર્લોસનું કહેવું છે કે એકલતાથી પેદા થયેલી સાથ-સંગાથની આ જ જરૂરિયાત છેતરપિંડીનો ભોગ બનેલા લોકો સાથેની વાતચીતમાં નજરે પડે છે.

એક વ્યક્તિએ કાર્લોસને કહ્યું, “આ દુનિયાનો સૌથી દુઃખદ ગુનો છે, કારણ કે તેઓ માત્ર તમારા પૈસા જ નથી લેતા.”

“તેઓ તમને ભાવનાત્મક રીતે પણ તોડી નાખે છે. જ્યારે તે વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય છે તો તમારી અંદર એક ખાલીપો આવી જાય છે. અને પછી સમાજ તમને મૂર્ખ કહે છે અને કહે છે કે આ તમારી ભૂલ છે.”

કાર્લોસે પોતાના અનુભવો વિશે ‘ધ યાહૂ બૉયઝ’ નામનું એક પુસ્તક લખ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS