Home તાજા સમાચાર gujrati લૉસ એંજલસનાં નવા મેયર તરીકે ચૂંટાયેલાં નિત્યા રમણ કોણ છે, જેમની સરખામણી...

લૉસ એંજલસનાં નવા મેયર તરીકે ચૂંટાયેલાં નિત્યા રમણ કોણ છે, જેમની સરખામણી ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાણી સાથે કરવામાં આવે છે?

8
0

Source : BBC NEWS

લોસ એન્જેલિસના નવા મેયર તરીકે ચૂંટાયેલા નિત્યા રમન કોણ છે, જેમની તુલના ઝોહરાન મમદાની સાથે કરવામાં આવે છે?

વાંચવાનો સમય: 4 મિનિટ

ડેમૉક્રેટિક સોશ્યાલિસ્ટ નિત્યા રમણે લૉસ એંજલસના મેયરપદની ચૂંટણીમાં વર્તમાન મેયર કરેન બાસને હરાવ્યાં છે. રમણની જીતે કૅલિફોર્નિયાના રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

નિત્યા રમણે ચૂંટણીમાં શરૂઆત એક નબળાં દાવેદાર તરીકે કરી હતી. તેમની સામે કરેન બાસ એક દિગ્ગજ નેતા હતાં, જેઓ અગાઉ અમેરિકન કૉંગ્રેસનાં સભ્ય રહી ચૂક્યાં હતાં. કરેન બાસે અત્યાર સુધી કોઈ ચૂંટણી હારી નહોતી.

રમણની સરખામણી ઘણીવાર ન્યૂ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાણી સાથે કરવામાં આવતી રહી છે. બંને ડેમૉક્રેટિક સોશ્યાલિસ્ટ છે અને પ્રગતિશીલ એજન્ડા સાથે ચૂંટણીના મેદાનમાં ઊતર્યાં હતાં.

ન્યૂ યૉર્કના ડેમૉક્રેટિક સોશ્યાલિસ્ટ મેયર મમદાણી સાથે તુલના કરવામાં આવતાં રમણે કહ્યું હતું, “તેઓ હાલમાં અમેરિકાના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે. તેમની સાથે મારી સરખામણી કરવામાં આવે છે તેનાથી હું ખૂબ ખુશ છું, કારણ કે તેઓ સંવાદ સ્થાપિત કરવામાં અને નેતૃત્વ કરવામાં અત્યંત કુશળ છે. પરંતુ હું તેમનાથી અલગ છું. મારી પોતાની આગવી ઓળખ છે.”

લોસ એન્જેલિસના નવા મેયર તરીકે ચૂંટાયેલા નિત્યા રમન કોણ છે, જેમની તુલના ઝોહરાન મમદાની સાથે કરવામાં આવે છે?

રમણની જીત સાથે એ નિશ્ચિત થઈ ગયું છે કે, હવે અમેરિકાનાં બે સૌથી મોટા શહેરોનું નેતૃત્વ ડેમૉક્રેટિક સોશ્યાલિસ્ટો કરશે.

આ નેતાઓમાં મમદાણી અને ઍલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝ જેવા અમેરિકાનાં કેટલાક સૌથી વધુ ચર્ચિત નેતાઓનો સમાવેશ થાય છે.

લૉસ એંજલસમાં ડેમૉક્રેટિક પાર્ટીનો મેયર ચૂંટાશે તે લગભગ નક્કી હતું. પરંતુ અમેરિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં સવાલ એ હતો કે મતદાતાઓ કેટલા અંશે ડાબેરી વલણ અપનાવવા માટે તૈયાર છે.

ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા બાસે ગુરુવારે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે રમણને ફોન કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે.

તેમણે લખ્યું હતું, “જો કે આ તે પરિણામ નથી જેની અમે આશા રાખી હતી, પરંતુ લૉસ એંજેલસના લોકોએ પોતાનો નિર્ણય આપી દીધો છે. આ શહેરને આગળ વધારવાની માગણી લૉસ એંજલસ આપણે સૌ પાસેથી કરી રહ્યું છે. હું આ શહેરને પ્રેમ કરું છું. મને તેના પર વિશ્વાસ છે. અને હું એ સુનિશ્ચિત કરતી રહીશ કે વધુ સારી જિંદગીનું વચન આપણા સૌ માટે પૂર્ણ થાય.”

નગર પરિષદનાં સભ્ય અને ભારતીય મૂળનાં નિત્યા રમણે પરિવર્તનના એજન્ડા સાથે ચૂંટણી લડી હતી.

તેમણે “તૂટેલી હાલની વ્યવસ્થા અને એવા નેતાઓને બદલવાનું વચન આપ્યું હતું, જેમણે વારંવાર લોકોને નિરાશ કર્યા છે.”

નિત્યા રમણ કોણ છે?

લોસ એન્જેલિસના નવા મેયર તરીકે ચૂંટાયેલા નિત્યા રમન કોણ છે, જેમની તુલના ઝોહરાન મમદાની સાથે કરવામાં આવે છે?

તેઓ એક કામકાજી માતા છે, જે લૉસ એંજલસ સિટી કાઉન્સિલમાં ડિસ્ટ્રિક્ટ 4નું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે 2020માં સિટી કાઉન્સિલની ચૂંટણી લડી હતી અને ઐતિહાસિક જીત મેળવી હતી. તેની સાથે તેઓ સિટી કાઉન્સિલમાં પહોંચનારાં પ્રથમ એશિયન-અમેરિકન મહિલા અને પ્રથમ દક્ષિણ એશિયાઈ બન્યાં હતાં.

માર્ચ 2024માં તેઓ ભારે બહુમતી સાથે બીજી વખત આ પદ માટે ચૂંટાઈ આવ્યાં હતાં.

પદ સંભાળ્યા બાદથી રમણે બેઘર લોકો માટે સંવેદનશીલ અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવી, વધુ પરવડે તેવાં આવાસોનું નિર્માણ કરવું અને શહેરનાં જળવાયુ લક્ષ્યો હાંસલ કરવા માટે ઝડપી કામગીરી કરવી જેવી બાબતોને પ્રાથમિકતા આપી છે.

તેઓ પ્લાનિંગ ઍન્ડ લૅન્ડ યુઝ મૅનેજમેન્ટ (PLUM) કમિટીનાં સભ્ય છે. આ ઉપરાંત, તેઓ હોમલેસનેસ ઍન્ડ હેલ્થ કમિટી, પબ્લિક સેફ્ટી કમિટી અને ચાર્ટર રિવ્યૂ માટે રચાયેલી તદર્થ સમિતિનાં પણ સભ્ય છે.

નિત્યા તેમના પતિ વાલી ચંદ્રશેખરન અને જોડિયાં બાળકો કર્ણ તથા કાવેરી સાથે શહેરના સિલ્વર લેક વિસ્તારમાં રહે છે.

તેમના પતિ ચંદ્રશેખરન ટીવી લેખક છે. નિત્યા રમણે એપ્રિલ 2023માં ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું, “મારા પતિ, જે મારાં બાળકો પછી દુનિયામાં મારા સૌથી પ્રિય વ્યક્તિ છે, ટીવી લેખક છે અને રાઇટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા વેસ્ટના સક્રિય સભ્ય છે. મેં તેમને અને તેમના સાથીઓને મનોરંજન ઉદ્યોગમાં આવેલા મોટા ફેરફારો અને ઉથલપાથલનો સામનો કરતા જોયા છે. આ દરમિયાન ઉદ્યોગનો નફો અને પ્રોડક્શન બજેટ વધ્યાં હોવા છતાં લેખકોની આવકમાં ઘટાડો થયો છે.”

નિત્યા રમણનાં વચનો

લોસ એન્જેલિસના નવા મેયર તરીકે ચૂંટાયેલા નિત્યા રમન કોણ છે, જેમની તુલના ઝોહરાન મમદાની સાથે કરવામાં આવે છે?

તેમણે બેઘર લોકોની સમસ્યા ઘટાડવાનું, શહેરમાં આવાસોની સંખ્યા વધારવાનું, હોલિવૂડમાં સતત થઈ રહેલી કર્મચારી કપાત વચ્ચે રોજગારી બચાવવાનું અને ઇમિગ્રેશન અમલવારી સંબંધિત કાર્યવાહીથી શહેરના રહેવાસીઓને સુરક્ષિત રાખવાનું વચન આપ્યું હતું.

રમણે શહેરની ઘણી અન્ય સમસ્યાઓના ઉકેલની પણ વાત કરી હતી. તેમાં શહેરને વધુ સુંદર બનાવવા માટેના પ્રયાસોમાં મદદ કરવી, રસ્તાઓની મરામત કરવી અને શહેરના નાઇટલાઇફને ફરી જીવંત બનાવવાનો સમાવેશ થતો હતો.

જોકે, આ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો 2025માં લૉસ એંજેલસમાં લાગેલી આગ હતો. આ આગમાં ડઝનો લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક વિસ્તારો બરબાદ થઈ ગયા હતા. કટોકટી દરમિયાન બાસની ગેરહાજરી અને આપત્તિનો સામનો કરવા માટે શહેરે અપનાવેલી રીતને લઈને તેમને ભારે રાજકીય ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

લૉસ એંજલસનાં આગામી મેયર પર 2027માં સુપર બાઉલ અને 2028નાં સમર ઑલિમ્પિક રમતોના યજમાનપદની જવાબદારી રહેશે.

શરૂઆતમાં રમણ નબળાં દાવેદાર દેખાતાં હતાં, પરંતુ ધીમે ધીમે તેમને સમર્થન મળવા લાગ્યું. ખાસ કરીને યુવા મતદાતાઓમાં તેમની લોકપ્રિયતા વધી હતી. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં તેમણે રિયાલિટી ટીવી સ્ટાર સ્પેન્સર પ્રેટને પાછળ છોડી દીધા હતાં.

બાસ સામે રમણની જીતથી અમેરિકાના અન્ય વિસ્તારોમાં પણ મતદાતાઓના વલણની ઝલક મળે છે. દેશભરમાં ડેમૉક્રેટ્સને મોટી જીત મળી છે. તેમાં તે વિસ્તારોનો પણ સમાવેશ થાય છે જ્યાં રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે અને દાયકાઓથી ઉદારવાદી નેતાઓને જીત મળી નહોતી.

વૉશિંગ્ટન ડીસીમાં પણ ડેમૉક્રેટિક સોશ્યાલિસ્ટ જાનિસ લુઈસ જૉર્જ નવાં મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેના કારણે અમેરિકાના વધુ એક મોટા શહેરમાં પ્રગતિશીલ નેતૃત્વને બળ મળ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં ડેમૉક્રેટિક પાર્ટીના ડાબેરી ગઠના નેતાઓની જીત અંગે પૂછવામાં આવ્યું હતું.

તેના જવાબમાં તેમણે કહ્યું હતું, “જો ઇતિહાસ પર નજર કરીએ, તો આ એક આપત્તિ સાબિત થવાનું છે.”

આવા ઉમેદવારો રિપબ્લિકન પાર્ટીના હુમલાઓનું મુખ્ય નિશાન બની ગયાં છે.

લૉસ એંજલસના પ્રથમ બ્લૅક મેયર કરેન બાસના મૂળ લૉસ એંજલસ અને તેના ઇતિહાસ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS