Home તાજા સમાચાર gujrati શું ખરેખર 44 વર્ષનું ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે? જાણો સાચી હકીકત

શું ખરેખર 44 વર્ષનું ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે? જાણો સાચી હકીકત

5
0

Source : BBC NEWS

શું ખરેખર 44 વર્ષનું ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે? જાણો સાચી હકીકત

પ્રકાશિત

ઇસરોના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરે (SAC) ભારતમાં આ વર્ષે ચોમાસું પૂરું થયા બાદ ડિસેમ્બર મહિના સુધીમાં ત્રણ વાવાઝોડાં સર્જાઈ શકવાની આગાહી કરી છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની આ શાખાના કહેવા પ્રમાણે ઑક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ વાવાઝોડાં સર્જાઈ શકે છે.

હાલની ઇસરોની શાખાની આ આગાહી બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે 40 વર્ષમાં ક્યારેય ન આવ્યું હોય એવું ખતરનાક વાવાઝોડું આ વર્ષે આવવાનું છે. પરંતુ ખરેખર શું એટલું ખતરનાક વાવાઝોડું સર્જાવાનું છે, ઇસરોનું આ પૂર્વાનુમાન શું કહે છે.

બીબીસી ગુજરાતીએ ‘તમારો સવાલ, મારો જવાબ’ શ્રેણી શરૂ કરી છે. જેના હેઠળ તમે અમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર કે અલગ-અલગ માધ્યમથી સવાલો પૂછી શકો છો, જેના આધારે અમે તમને જવાબ આપવાનો તથા તમારી શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરીશું.

અમારી આ રજૂઆત તમને કેવી લાગી, તેના વિશે તમે અમને તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવજો.

રજૂઆત : દીપક ચુડાસમા

બીબીસી ગુજરાતી વરસાદ વાવાઝોડું ચક્રવાત હિંદ મહાસાગર ઈસરો

ઇમેજ સ્રોત, NOAA/Reuters/BBC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS