Home તાજા સમાચાર gujrati શું નેપાળમાં ફરીથી પૂર આવવાનું છે? જાણકારોએ શું કહ્યું?

શું નેપાળમાં ફરીથી પૂર આવવાનું છે? જાણકારોએ શું કહ્યું?

5
0

Source : BBC NEWS

શું નેપાળમાં ફરીથી પૂર આવવાનું છે? જાણકારોએ શું કહ્યું?

પ્રકાશિત

નેપાળમાં રાસુવામાં ભોટેકોશી નદીમાં પૂરનો પ્રવાહ વધ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીએ સાવચેતી માટેની અપીલ કરી છે.

તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ચિતવાન અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરતાં કાર્યકરોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

નેપાળમાં અચાનક આવેલા પૂરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 903 સુધી પહોંચી ગઈ છે.

બીબીસી નેપાળી સેવા અનુસાર નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીએ જણાવ્યું છે કે અત્યાર સુધી 903 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

એનઈએ અનુસાર પૂરમાં હજુ પણ 4,247 લોકો લાપતા છે.

લાપતા લોકોમાં વિદેશી પ્રવાસીઓ, સુરક્ષાકર્મીઓ અને વિવિધ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટોમાં કામ કરતા સેંકડો કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ઑથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અગાઉ મૃત્યુઆંક 781 હતો અને લાપતા લોકોની સંખ્યા 2,502 હતી.

ઑથોરિટીએ એ પણ જણાવ્યું કે અત્યાર સુધી 10,400થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

સરકારી એજન્સી અનુસાર શોધખોળ અને બચાવ કામગીરીમાં 20,800થી વધુ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

નેપાળ પૂર તિબેટ ભારત કૈલાશ-માનસરોવર વિનાશ હવામાન પૂર પાણી

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS