Home તાજા સમાચાર gujrati હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયામાં અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો –...

હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયામાં અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયામાં અરામકોના ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

બીબીસી ન્યૂઝ ફારસીએ જણાવ્યું છે કે, યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો છે.

સમાચાર એજન્સીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે આ હુમલાઓમાં હૂતીઓએ બૅલિસ્ટિક મિસાઇલો અને ડ્રૉનનો ઉપયોગ કર્યો.

હૂતીઓએ કહ્યું છે કે, આ હુમલો સાઉદી અરેબિયા દ્વારા સના અને યમનના અન્ય વિસ્તારો પર કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો.

આ પહેલાં એક પ્રત્યક્ષદર્શીએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, શનિવારે વહેલી સવારે રિયાધમાં અરામકોનાં ઑઇલ ઠેકાણાંની નજીક ધુમાડો અને આગ જોવા મળી હતી.

સાઉદી અરેબિયાના અધિકારીઓએ અત્યાર સુધી અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર થયેલા હુમલાની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, અરામકોએ પણ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS