Home તાજા સમાચાર gujrati હોર્મુઝ સામુદ્રધુનીમાં ફસાયેલા 11 હજાર નાવિકોને સંયુક્ત રાષ્ટ્ર બહાર કાઢશે- ન્યૂઝ અપડેટ

હોર્મુઝ સામુદ્રધુનીમાં ફસાયેલા 11 હજાર નાવિકોને સંયુક્ત રાષ્ટ્ર બહાર કાઢશે- ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, ભારત, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

સંયુક્ત રાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય સાગર સંગઠન (આઇએમઓ) ખાડી વિસ્તારમાં ફસાયેલા 11 હજારથી વધુ નાવિકોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. આ નાવિક અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને કારણે ત્યાં ફસાઈ ગયા છે.

આઇએમઓના મહાસચિવ આર્સેનિયો ડોમિંગુએઝે કહ્યું, ” આ વિશેષ અભિયાન ઈરાન, ઓમાન, અમેરિકા અને વિસ્તારના અન્ય તટીય દેશોના સહયોગથી ચલાવાશે.”

ગત અઠવાડિયે એક વચગાળાના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા, જેથી સંઘર્ષ સમાપ્ત થઈ શકે, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ કેટલીક બાબતો મુદ્દે વિવાદ થઈ રહ્યો છે.

અમેરિકાએ કહ્યું કે આ એમઓયુમાં એક ગૅરંટી સામેલ છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમની દેખરેખ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઇએઇએ) દ્વારા થાય.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સોશિયલ મીડિયા પર લખ્યું, “ઈરાને સંપૂર્ણ રીતે અને અંતિમ રૂપથી ભવિષ્યમાં ઉચ્ચ સ્તરીય પરમાણુ નિરીક્ષણોને સ્વીકાર્યા છે. તેનાથી ‘પરમાણુ ઈનામદારી’ સુનિશ્ચિત થશે.”

ટ્રમ્પની પોસ્ટ અગાઉ ઈરાને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની આ દેખરેખ રાખતી સંસ્થા એ પરમાણુ સ્થળોની દેખરેખ નહીં રાખી શકે, જેને ગત વર્ષે અમેરિકા અને ઇઝરાયલે બૉમ્બમારો કરીને નષ્ટ કરી નાખી હતી.

આના જવાબમાં અમેરિકાના એક અધિકારીએ કહ્યું, “ઈરાનીઓએ પોતાના પરિમાણ હથિયાર કાર્યક્રમના અવશેષો પર આઇએઇએની દેખરેખ પર સહમતિ આપી છે. ઈરાની શાસન પોતાના નાગરિકો માટે જે કહેવું હોય એ કહે.”

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને મંગળવારે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન કહ્યું કે “ઈરાન કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈની પણ સાથે, પોતાની રક્ષા ક્ષમતાઓ પર ક્યારેય વાતચીત નહીં કરે.”

12 ભારતીયનાં મોત પર કતારના અમીરે સંવેદના વ્યક્ત કરી

ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, ભારત, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કતારના અમીર, શેખ તમીમ બિન હમદ અલ-થાનીનો આભાર માન્યો છે.

અમીરે વડા પ્રધાન મોદીને ફોન કરીને રાસ લાફાનમાં થયેલી દુર્ઘટનામાં ભારતીય નાગરિકોનાં મોત બદલ દુખ વ્યક્ત કર્યું અને ઘાયલોના સાજા થવાની કામના કરી હતી.

બાદમાં વડા પ્રધાને ઍક્સ પર લખ્યું કે “કતારના અમીરે ફોન કરીને ભારતીય નાગરિકોનાં દુખદ મોત પર સંવેદના પ્રગટ કરી એ માટે હું તેમનો આભાર માનું છું. આ દુર્ઘટના કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થઈ હતી.”

“અમે બંને એ પરિવારના દુખમાં સામેલ છીએ, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને ઘાયલો જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ.”

“ભારત અને કતાર પોતાના નાગરિકોની સુરક્ષા અને ભલાઈ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ કપરા સમયમાં એકબીજા સાથે ઊભા છીએ.”

રવિવારે કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક ફૅક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત થયાં અને તેમાં 12 ભારતીય હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS