Source : BBC NEWS

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, રેહાન ફઝલ
  • પદ, બીબીસી હિંદી
  • 14 મે 2025, 19:44 IST

    અપડેટેડ 21 મિનિટ પહેલા

તા. 23 એપ્રિલ, 1975 ના રોજ જ્યારે યુએસ પ્રમુખ ગેરાલ્ડ રુડૉલ્ફ ફૉર્ડ ન્યૂ ઑર્લિયન્સની ટુલાને યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે મંચ પર આવ્યા, ત્યારે ઉત્તર વિયેતનામના લગભગ એક લાખ સૈનિકો સાઇગોન શહેરની બહાર એકઠા થયા હતા.

તેઓ છેલ્લા ત્રણ મહિનામાં દક્ષિણ વિયેતનામના તમામ અવરોધોને પાર કરીને આ શહેર સુધી પહોંચ્યા હતા.

પૂર્વ એશિયાઈ સંઘર્ષમાં અમેરિકા અટવાયું, તેના દાયકાઓ પછી, કહેવાતું વિશ્વની મહાસત્તા અમેરિકા, વિયેતનામ યુદ્ધમાં હારની આરે હતું. અમેરિકાએ પોતાના 58 હજાર સૈનિક ગુમાવ્યા હતા.

રાષ્ટ્રપતિ ફૉર્ડે તેમના ભાષણમાં કહ્યું, “અમે તમને ખાતરી આપીએ છીએ કે આપણો દેશ વિયેતનામ યુદ્ધ પહેલાં જેવો હતો, તેવો બનવામાં સફળ થશે, પરંતુ આ બધું હવે સમાપ્ત થઈ ગયેલાં યુદ્ધને ફરીથી લડીને પ્રાપ્ત થશે નહીં. હવે એક થવાનો, રાષ્ટ્રના ઘા પર મલમ લગાડવાનો અને પુનઃમિલનનો સમય છે.”

સાત દિવસ પછી ઉત્તર વિયેતનામી સૈનિકોએ સાઇગોનમાં રાષ્ટ્રપતિ મહેલનો દરવાજો તોડી નાખ્યો અને તેની ઉપર સામ્યવાદી ધ્વજ લહેરાવ્યો. આ સાથે જ વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો.

વિયેતનામ યુદ્ધ અંગે અમેરિકન સમાજ વિભાજિત હતો

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વિયેતનામ યુદ્ધમાં અનેક શૌર્ય ચંદ્રકો જીતનારા સેકન્ડ લેફ્ટનન્ટ ફિલ જોયાએ તેમની આત્મકથા ‘ડેન્જર ક્લૉઝ, વિયેતનામ મેમવાં’માં લખ્યું છે કે, “વિયેતનામની લડાઈએ અમેરિકન લોકોનાં દિલ વીંધી નાખ્યાં હતાં. તેણે દેશને ઊંડે સુધી વિભાજિત કર્યો હતો. ગૃહયુદ્ધ પછી આ પ્રકારનું વિભાજન ક્યારેય જોવા મળ્યું ન હતું અને આપણે હજુ સુધી તેમાંથી બહાર આવ્યાં નથી.”

અન્ય એક અમેરિકન લેખક કાર્લ માર્લાન્ટસે તેમના પુસ્તક ‘વ્હૉટ ઇટ ઇઝ લાઇક ટુ ગૉ ટુ વૉર’માં લખ્યું છે, “અમેરિકનો હજુ પણ અમેરિકાના ઇતિહાસની આ વિશાળ ઘટના વિશે સામાન્ય વાતચીત કરવામાં શરમ અનુભવે છે. અમે વર્ષોથી તેના વિશે વાત કરી નથી. તે એવું છે કે તમારા પરિવારના વડા બાપુજી દારૂડિયા હોય, પણ આપણે તેમના વિશે કોઈની સાથે વાત કરતા ના હોઇએ.”

પ્રખ્યાત પુસ્તક ‘વિયેતનામ એ હિસ્ટ્રી’ના લેખક સ્ટેનલી કાર્નોવે ઉત્તર વિયેતનામી આર્મીના વડા જનરલ વો નૈન જાપને પૂછ્યું હતું કે, તમે અમેરિકન આર્મી સામે ક્યાં સુધી લડતા રહેશો?

જનરલ વો નૈન જાપે તરત જ જવાબ આપ્યો હતો, “વીસ વર્ષ સુધી, કદાચ સો વર્ષ સુધી પણ. જ્યાં સુધી અમે વિજય પ્રાપ્ત ન કરીએ.”

જનરલ વો નૈન જાપે કહ્યું, “અમારી પાસે વિયેતનામમાંથી લગભગ પાંચ લાખ અમેરિકન સૈનિકોને હાંકી કાઢવાની ક્ષમતા નહોતી અને તે અમારો ઉદ્દેશ્ય પણ નહોતો. અમારી લડત અમેરિકનોની યુદ્ધ ચાલુ રાખવાની ઇચ્છાશક્તિને તોડવા માટે લડી રહ્યા હતા.”

પ્રથમ હેલિકૉપ્ટર યુદ્ધ જેમાં ત્રણ કરોડ 60 લાખ ઉડ્ડાણો ભરાઈ

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વિયેતનામ યુદ્ધને વિશ્વનું ‘પ્રથમ હેલિકૉપ્ટર યુદ્ધ’ કહેવામાં આવે છે. સમગ્ર યુદ્ધ દરમિયાન અમેરિકન હેલિકૉપ્ટરોએ આશરે ત્રણ કરોડ 60 લાખ ઉડ્ડાણ ભરી હતી.

તેમણે દુશ્મનના પ્રદેશ પર પ્રચાર પત્રિકાઓ ફેંકી, સૈનિકો અને પુરવઠો યુદ્ધક્ષેત્રમાં પહોંચાડ્યા, અને ઘાયલોને યુદ્ધ ક્ષેત્રમાંથી હૉસ્પિટલોમાં લઈ ગયા.

અમેરિકાની વાયુસેનાઓને ઈજા થવાનો સરેરાશ દર અન્ય સૈનિકો કરતાં વધારે હતો.

અમેરિકન હેલિકૉપ્ટર પાઇલટ રૉન ફેરીઝીએ યાદ કરતાં કહ્યું, “અમે એટલા નીચી અને ધીમી ઉડ્ડાણ ભરતા કે ક્યારેક તો અમે દુશ્મનની આંખો પણ જોઈ શકતાં હતાં. મારું કામ હુમલો કરવાનું હતું, જેથી અમે શોધી શકીએ કે દુશ્મન ક્યાં છુપાયેલો છે. ખે સાનના કબજા દરમિયાન અમે ક્યારેક એટલી નીચી ઉડ્ડાણ ભરી હતી કે દુશ્મનને તેની બંદૂકોનાં નાળચા અમારા તરફ ફેરવવાનો મોકો પણ નહતો મળતો.”

મૃતદેહોનું સામૂહિક કબ્રસ્તાન

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

માર્ચ 1968માં, 82મા ઍરબોર્ન ડિવિઝનના બીજા લેફ્ટનન્ટ ફિલ જોયાએ હયુ શહેર ફરીથી કબજે કર્યા પછી પરફ્યુમ નદી કિનારે તેમની પ્લાટૂન સાથે કૂચ કરી, તેઓ તે વિસ્તારમાં દુશ્મન દ્વારા છોડી દેવાયેલા શસ્ત્રો શોધી રહ્યાં હતાં.

પછી જોયાના સાર્જન્ટ રુબેન ટોરેસે જમીનમાંથી કંઈક બહાર આવતું જોયું. તેમણે વિચાર્યું કે તે કોઈ ઝાડનું મૂળ હશે, પણ એ તો કોઈ માણસની કોણી હતી.

અમેરિકન સૈનિકોએ તરત જ માટી ખોદવાનાં સાધનો બહાર કાઢ્યાં અને ત્યાં જમીન ખોદવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં આખો વિસ્તાર સડેલાં માંસની ગંધથી ભરાઈ ગયો.

ગંધ એટલી ખરાબ હતી કે ખોદકામ કરી રહેલા લોકોને ઊલટી થવા લાગી.

ફિલ જોયા લખે છે, “પહેલાં તો અમને લાગ્યું કે અમને તે જગ્યા મળી ગઈ છે, જ્યાં ભાગી રહેલા દુશ્મને તેના મૃત સાથીઓને દફનાવ્યા હતા, પરંતુ અમને સૌ પહેલાં જે મૃતદેહ મળ્યો, તે એક મહિલાનો હતો. તેણે સફેદ બ્લાઉઝ અને કાળું પેન્ટ પહેર્યાં હતાં. તેનાં બંને હાથ તેની પીઠ પાછળ બાંધેલા હતા. તેનાં માથાના પાછળના ભાગમાં ગોળી વાગી હતી. તેની બાજુમાં એક બાળકનો મૃતદેહ હતો. તેને પણ ગોળી વાગી હતી.”

ત્યારે જ ખબર પડી કે આ દુશ્મનોના મૃતદેહ નથી. જોયાને બે છીછરા ખાડામાંથી પુરુષો, મહિલાઓ અને બાળકોના કુલ 123 મૃતદેહ મળ્યા.

આગામી મહિનાઓમાં, કૅનેડા, ફિલિપાઇન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સના લગભગ 2,800 કૅથલિક પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, નાગરિકો અને સ્વયંસેવકોના મૃતદેહો ભરાયેલી વધુ કેટલીક સામૂહિક કબરો મળી આવી.

ઉત્તર વિયેતનામ સરકારે હંમેશાં એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેણે હયુમાં નાગરિકોની હત્યા કરી હતી. પાછળથી મળેલા પુરાવા પરથી જાણવા મળ્યું કે આ લોકોની હત્યા સુનિયોજિત કાવતરાપૂર્વક કરવામાં આવી હતી.

લોકોને પાઠ ભણાવવા માટે કેટલાક લોકોને જાહેરમાં મારી નાખવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને એકાંતમાં લઈ જઈને મારી નાખવામાં આવ્યા હતા.

વિયેતનામી જાસૂસની માથામાં ગોળી મારીને હત્યા

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Stackpole Books

વિયેતનામ યુદ્ધ દરમિયાન સમાચાર સંસ્થા ઍસોસિયેટડ પ્રેસના ફોટોગ્રાફર ઍડી ઍડમ્સ સાઇગોનની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે દક્ષિણ વિયેતનામી સૈનિકો શૉર્ટ્સ અને ચૅક્ડ શર્ટ પહેરેલા એક માણસને ઘેરી રહ્યા છે. તેના હાથ પીઠ પાછળ બાંધેલા હતા અને એવું લાગતું હતું કે તેને માર મારવામાં આવ્યો હતો.

તે વ્યક્તિનું નામ ગુયેન વેન લેમ હતું. તેઓ નૅશનલ લિબરેશન ફ્રન્ટના એજન્ટ હતા. જ્યોફ્રી વૉર્ડ અને કેન બર્ન્સ તેમના પુસ્તક ‘ધ વિયેતનામ વૉર એન ઇન્ટિમેટ હિસ્ટ્રી’ માં લખે છે:

“સાઉથ વિયેતનામ નૅશનલ પોલીસના ગુયેન ગૌક લેને તેમના એક સૈનિકને કેદી વેન લેમને ગોળી મારવાનો આદેશ આપ્યો. જ્યારે સૈનિક ખચકાયો, ત્યારે લોનએ તેની પિસ્તોલ કાઢી અને વેન લેમના માથામાં ગોળી મારી દીધી.”

પછી તેણે તેની સાથે રહેલા ઍડી ઍડમ્સને કહ્યું કે આ શખ્સ અને તેના માણસોએ મારા અને તમારા (અમેરિકા) ઘણા લોકોને મારી નાખ્યા છે.

આ તસવીરે યુદ્ધનું વાતાવરણ બદલી નાખ્યું

બદલો X કન્ટેન્ટ

X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે ‘સ્વીકારો અને ચાલુ રાખો’ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

X પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

વ્હાઇટ હાઉસને અપેક્ષા હતી કે બીજા દિવસના અખબારો જનરલ વૅસ્ટમોરલૅન્ડની પ્રેસ-કૉન્ફરન્સના સમાચારોથી ભરેલા હશે, પરંતુ બીજા દિવસના અખબારોના પહેલા પાના પર ઍડમ્સનો ફોટોગ્રાફ હતો, જેમાં વેન લેમને ગોળી મારવાનું દૃશ્ય હતું.

પ્રોફેસર સેમ્યુઅલ હાઇન્સે પાછળથી યાદ કરતા કહ્યું હતું કે જ્યારે તે માણસને ગોળી વાગી, ત્યારે ફોટોગ્રાફર ખૂબ નજીક ઊભો હતો.

અધિકારીએ પોતાની પિસ્તોલનું ટ્રિગર દબાવતાની સાથે જ તેણે પોતાના કૅમેરામાં ફોટો ખેંચી લીધો.

ચિત્ર એટલું સ્પષ્ટ હતું કે તમે જોઈ શકતા હતા કે ગોળી જ્યાંથી નીકળવાની હતી, ત્યાં તે માણસનું માથું ફૂલી ગયું હતું.

લાખો અમેરિકનોએ આ તસવીર જોઈને પ્રશ્નો પૂછવા લાગ્યા કે શું તેઓ ખોટા પક્ષને ટેકો આપી રહ્યા છે?

બાદમાં, યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ ડીન રસ્કે ફોટોગ્રાફરની ફોટો લેવા અને પ્રકાશિત કરવાની ટીકા કરી.

તેમણે કહ્યું કે એક હાથ બાંધીને કેદીની જાહેરમાં હત્યા કરવી એ એટલી મોટી વાત નથી કે તેને આ રીતે બતાવવામાં આવે.

દક્ષિણ વિયેતનામના નેતા ફાન ક્વાંગ તુએ પાછળથી સ્વીકાર્યું, “અમે તે ચિત્ર માટે ભારે કિંમત ચૂકવી, કારણ કે તેનાથી અમેરિકન લોકોને આશ્ચર્ય થયું કે આપણે એવા લોકો પર આપણા પૈસા કેમ ખર્ચવા જોઈએ, જ્યાંની વ્યવસ્થા આવું બધું કરવાની છૂટ આપે છે.”

નેપામ બૉમ્બથી થયેલ વિનાશ

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વ્હાઇટ હાઉસને અપેક્ષા હતી કે બીજા દિવસના અખબારો જનરલ વૅસ્ટમોરલૅન્ડની પ્રેસ-કૉન્ફરન્સના સમાચારોથી ભરેલા હશે, પરંતુ બીજા દિવસના અખબારોના પહેલા પાના પર ઍડમ્સનો ફોટોગ્રાફ હતો, જેમાં વેન લેમને ગોળી મારવાનું દૃશ્ય હતું.

પ્રોફેસર સેમ્યુઅલ હાઇન્સે પાછળથી યાદ કરતા કહ્યું હતું કે જ્યારે તે માણસને ગોળી વાગી, ત્યારે ફોટોગ્રાફર ખૂબ નજીક ઊભો હતો.

અધિકારીએ પોતાની પિસ્તોલનું ટ્રિગર દબાવતાની સાથે જ તેણે પોતાના કૅમેરામાં ફોટો ખેંચી લીધો.

ચિત્ર એટલું સ્પષ્ટ હતું કે તમે જોઈ શકતા હતા કે ગોળી જ્યાંથી નીકળવાની હતી, ત્યાં તે માણસનું માથું ફૂલી ગયું હતું.

લાખો અમેરિકનોએ આ તસવીર જોઈને પ્રશ્નો પૂછવા લાગ્યા કે શું તેઓ ખોટા પક્ષને ટેકો આપી રહ્યા છે?

બાદમાં, યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ ડીન રસ્કે ફોટોગ્રાફરની ફોટો લેવા અને પ્રકાશિત કરવાની ટીકા કરી.

તેમણે કહ્યું કે એક હાથ બાંધીને કેદીની જાહેરમાં હત્યા કરવી એ એટલી મોટી વાત નથી કે તેને આ રીતે બતાવવામાં આવે.

દક્ષિણ વિયેતનામના નેતા ફાન ક્વાંગ તુએ પાછળથી સ્વીકાર્યું, “અમે તે ચિત્ર માટે ભારે કિંમત ચૂકવી, કારણ કે તેનાથી અમેરિકન લોકોને આશ્ચર્ય થયું કે આપણે એવા લોકો પર આપણા પૈસા કેમ ખર્ચવા જોઈએ, જ્યાંની વ્યવસ્થા આવું બધું કરવાની છૂટ આપે છે.”

આ બાળકીની તસવીરને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યોફ્રી વૉર્ડ અને કેન બર્ન્સ લખે છે, “જ્યારે છોકરી યુટની નજીક પહોંચી, ત્યારે તેણે દોડવાનું બંધ કરી દીધું. તે વિયેતનામીસમાં ચીસો પાડવા લાગી, ‘દઝાય લાગે છે, દઝાય છે! મને મદદ કરો, મને મદદ કરો!’

બાળકીની પીઠ પરની ચામડી દાઝી ગઈ હતી અને છાલની જેમ ઊતરી રહી હતી. ઉટે દક્ષિણ વિયેતનામી સૈનિક પાસેથી રેઇનકોટ લીધો અને તેના શરીરને ઢાંકી દીધું.”

ત્યાં હાજર બીબીસીના એક પત્રકાર દોડીને તેમનાં માટે પાણી લાવ્યાં. ઉટ એપીના ડાર્કરૂમમાં ગયા. તેઓ જોઈ રહ્યા હતા કે તેમણે કેવા ફોટા પાડ્યા છે. જ્યારે તેમના ફોટો ઍડિટરે આ તસવીરો જોઈ, ત્યારે તેમણે આ તસવીરોને ફૉરવર્ડ કરવાનો ઇનકાર કર્યો, કારણ કે આ તસવીરોમાં છોકરી સંપૂર્ણપણે નગ્ન હતી.

જ્યારે યુટીના બોસ હોર્સ્ટ ફાસે ફોટા જોયા, ત્યારે તેમણે ફોટો ઍડિટરની સલાહ વિરુદ્ધ જઈને આ ફોટા ન્યૂ યૉર્કમાં એપીના મુખ્યાલયમાં મોકલવાનું નક્કી કર્યું. નિક ઉટનો તે ફોટો વિશ્વના તમામ મુખ્ય અખબારોના પહેલા પાના પર પ્રકાશિત થયો હતો. એટલું જ નહીં તે ફોટાને તે વર્ષે પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો હતો.

આ ચિત્રની અસર એ થઈ કે જે લોકો તે સમયે યુદ્ધને ટેકો આપી રહ્યા હતા તેઓ એવું માનવા લાગ્યા કે આ યુદ્ધ સમાપ્ત થઈ જવું જોઈએ.

‘ઑપરેશન ફ્રિક્વન્ટ વિન્ડ’

વિયેતનામ યુદ્ધ, અમેરિકા દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામ, સામ્યવાદી વિયેતનામ અને ભારત, જનલ મિન્હ, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, LOS ANGELES TIMES

29 એપ્રિલ, 1975 ના રોજ જ્યારે ઉત્તર વિયેતનામી દળો સાઇગોનમાં પ્રવેશ્યા ત્યારે ત્યાંના યુએસ દૂતાવાસે તેના સ્ટાફને બહાર કાઢવા માટે ‘ઑપરેશન ફ્રિક્વન્ટ વિન્ડ’ શરૂ કર્યું.

આગામી 18 કલાક દરમિયાન નૌકાદળના 70 હેલિકૉપ્ટરોએ શહેર અને દરિયામાં ઊભેલા વિમાનવાહક જહાજ વચ્ચે સતત ઉડ્ડાણો ભરી. તેમણે એક હજારથી વધુ અમેરિકનો અને છ હજાર વિયેતનામીઓને યુએસ ઍમ્બેસી કમ્પાઉન્ડમાંથી વિમાનવાહક જહાજમાં ખસેડ્યા.

સ્ટેનલી કાર્નોવે તેમના પુસ્તક ‘વિયેતનામ અ હિસ્ટ્રી’ માં લખ્યું છે કે, “આ ઑપરેશન કોઈ ચમત્કારથી ઓછું નહોતું. શરૂઆતમાં યોજના એવી હતી કે લોકોને સાઇગોનનાં વિવિધ સ્થળોએથી નિયત સમયે બસો દ્વારા ઉપાડવામાં આવશે અને હેલિકૉપ્ટર બેઝ પર લઈ જવામાં આવશે, પરંતુ આ સિસ્ટમ નિષ્ફળ રહી.”

“ત્યાં, હજારો લોકોનાં ટોળાએ ભાગી જવાની આશામાં બસોને ઘેરી લીધી. તેમનામાં એક અફવા ફેલાઈ ગઈ કે ઉત્તર વિયેતનામી સૈન્ય ટૂંક સમયમાં તેમના પર ગોળીબાર શરૂ કરશે, જેનાથી તેમનો ડર વધુ વધી ગયો.”

“પરંતુ વાસ્તવિકતા એ હતી કે ઉત્તર વિયેતનામી સૈનિકો જાણી જોઈને ગોળીબાર નહતા કરી રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે આ રીતે લોકોને મારીને તેમને કંઈ મળશે નહીં.”

દક્ષિણ વિયેતનામમાં અમેરિકાના રાજદૂત ગ્રેહામ માર્ટિને છેલ્લી ઘડી સુધી પોતાનો સામાન દૂતાવાસમાંથી બહાર કાઢ્યો નહીં. તેઓ સાઇગોન છોડનાર છેલ્લા અમેરિકન બનવા માંગતા હતા.

સવારે અમેરિકાનું C-46 હેલિકૉપ્ટર દૂતાવાસની છત પર ઊતર્યું, તેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ફૉર્ડ તરફથી રાજદૂત માટે સંદેશ હતો. જેમાં માર્ટિનને તાત્કાલિક સાઇગોન છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ ભવન પર વિયેતકોંગ ધ્વજ ફરકાવવામાં આવ્યો

તા. 30 એપ્રિલ 1975ની સવાર સુધીમાં સાઇગોનની શેરીઓ ઉજ્જડ થઈ ગઈ હતી. ત્યાંના લોકો સામ્યવાદીઓના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

દરમિયાન દક્ષિણ વિયેતનામના રાષ્ટ્રપતિ ગુયેન વેન થિયુએ ઉપરાષ્ટ્રપતિ ટ્રૈન વૈન હોંગને સત્તા સોંપી, જેમણે જનરલ ડુયોગ વૈંગ મિન્હને સત્તા સોંપી દીધી.

ઉત્તર વિયેતનામી આર્મીના ટૅન્કોએ રાષ્ટ્રપતિ મહેલનો દરવાજો તોડીને તેના પરિસરમાં પ્રવેશ કર્યો.

એક સૈનિક સીડીઓ ચઢી ગયો અને રાષ્ટ્રપતિ મહેલની બાલ્કની પર લાલ અને પીળો વિયેતકોંગ ધ્વજ ફરકાવ્યો.

જનરલ મિન્હ અને તેમના મંત્રીમંડળના સભ્યો કાળા સૂટ પહેરીને બીજા માળે એક મોટા ઓરડામાં ઊભા હતા.

સ્ટેનલી કાર્નોવ લખે છે, “કર્નલ બુઇ ટીન ટૅન્ક પર સવાર થઈને રાષ્ટ્રપતિ મહેલના આંગણામાં પ્રવેશ્યા. જ્યારે તેઓ રૂમમાં પ્રવેશ્યા, ત્યારે જનરલ મિન્હે તેમને કહ્યું, ‘હું સવારથી તમને સત્તા સોંપવા માટે રાહ જોઈ રહ્યો છું’.”

કર્નલ બુઇ ટીને જવાબ આપ્યો, “તમારા દ્વારા સત્તા સ્થાનાંતરિત કરવાનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો તમે એવું કંઈ આપી ના શકો, જે તમારી પાસે હોય જ નહીં.”

આ દરમિયાન બહાર ગોળીબારનો અવાજ સંભળાયો. જનરલ મિન્હના કેટલાક મંત્રીઓ ગભરાઈ ગયા અને જમીન પર સૂઈ ગયા. આ પ્રસંગે કર્નલ બુઇ ટીને ટૂંકું ભાષણ આપ્યું.

તેમણે કહ્યું, “આ ગોળીઓથી ડરવાની કોઈ જરૂર નથી. આપણા લોકો ફક્ત વિજયની ઊજવણી કરી રહ્યા છે. આપણા વિયેતનામીઓમાંથી કોઈ વિજેતા નથી અને કોઈ હારનાર નથી. ફક્ત અમેરિકનો જ હારી ગયા છે. જો તમે દેશભક્ત હો, તો આને ખુશીનો પ્રસંગ માનો.”

ટૂંક સમયમાં વિજેતાઓએ સાઇગોનનું નામ બદલીને હો ચી મિન્હ સિટી રાખ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS