Source : BBC NEWS

ઊધિયું, પાપડી કતારગામ પાપડી સુરત બીબીસી ગુજરાતી ખેતી ખેતર ખેડૂત પાક પાણી વરસાદ ખેડ ટ્રૅક્ટર, જમીન નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images/USHABEN PATEL

‘ઊંધિયું’ નામ સાંભળીને જ આપણા મોંમાં પાણી આવી જાય છે. ઊંધિયું ગુજરાતમાં બનાવવામાં આવતી મિશ્ર શાકની એક એવી વાનગી છે, જે ખૂબ જ લોકપ્રિય છે.

પરંતુ શું તમને ખબર છે કે આ ઊંધિયું બનાવવામાં વપરાતી ત્રણ દાણા ધરાવતી પાપડીનો મહત્તમ પાક દક્ષિણ ગુજરાતની આસપાસ જ પાકે છે?

આમ તો ઊંધિયું ગુજરાત આખામાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ખવાય છે અને તેમાં જે પાપડીના શાકનો ઉપયોગ થાય છે, તે પાપડીનો સૌથી વધુ પાક દક્ષિણ ગુજરાતમાં જ થાય છે.

જોકે, આ પાપડીની અનેક જાતો છે અને ઊંધિયું બનાવવા માટે આ બધી જાતની પાપડીનો ઉપયોગ થાય છે. પરંતુ જે સુરતની આસપાસના વિસ્તારોમાં ત્રણ દાણાની પાપડીનો પાક થાય છે, તેનું બનેલું ઊંધિયું વધારે સ્વાદિષ્ટ હોય છે કારણ કે આ પાપડીના દાણા દળદાર હોય છે અને તેમાં થોડી મીઠાશ હોય છે.

કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે દક્ષિણ ગુજરાતની જમીન અને હવામાન તેને અનુકૂળ આવતાં હોવાને કારણે આ ત્રણ દાણા ધરાવતી પાપડી સુરતની આસપાસના વિસ્તારોમાં વધુ થાય છે.

પાપડીને વાલ, કડવા વાલ, વાલોળ, વાલ પાપડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ ત્રણ દાણા ધરાવતી આ ખાસ પાપડીને ‘સુરતી પાપડી’ અથવા તો ‘કતારગામની પાપડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કતારગામ પાપડીની શું ખાસિયત હોય છે?

ઊધિયું, પાપડી કતારગામ પાપડી સુરત બીબીસી ગુજરાતી ખેતી ખેતર ખેડૂત પાક પાણી વરસાદ ખેડ ટ્રૅક્ટર, જમીન નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત ન્યૂઝ સમાચાર ઓલપાડ વ્યારા દક્ષિણ ગુજરાત નવસારી, વલસાડ

ઇમેજ સ્રોત, KANAIYALAL PATEL

નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કઠોળ અને ‘દિવેલા સંશોધન કેન્દ્ર’ના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. દિગ્વિજયસિંહ ચૌહાણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે, “અન્ય પાપડી ચાર-પાંચ દાણા ધરાવે છે જ્યારે કે કતારગામની પાપડી કે જે સુરતી પાપડી તરીકે પણ વિખ્યાત છે, તે માત્ર ત્રણ જ દાણા ધરાવે છે. તેની છાલમાં રેસાં નથી હોતા, તેથી તે છાલ સાથે ખાઈ શકાય છે. તેના દાણા અન્ય પાપડીના દાણા કરતાં મીઠા લાગે છે.”

પાપડીના પાકને ખાસ કરીને ભારેથી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પાપડીનું વાવેતર ટૂંકા ગાળાના ખરીફ ધાન્ય પાકો કે પછી ડાંગરની કાપણી પછી અર્ધશિયાળુ ઋતુમાં કરવામાં આવે છે.

વરસાદ અને વાદળછાયું હવામાન આ પાકને અનુકૂળ નથી આવતું અને સ્વચ્છ આકાશ તથા નીચું તાપમાન ફૂલ અને દાણા બેસવા માટે ખાસ જરૂરી છે.

ડૉ. દિગ્વિજયસિંહ ચૌહાણ ઉમેરે છે, “ઉત્તર ગુજરાતની રેતાળ જમીન છે, સૌરાષ્ટ્રની છીછરી કાળી જમીન છે. પરંતુ પાપડીને ઊંડી કાળી જમીન અનુકૂળ આવે છે. પાપડી બીજે પણ થાય છે પણ કતારગામની પાપડીનું બજાર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતની આસપાસ જ છે.”

ઊધિયું, પાપડી કતારગામ પાપડી સુરત બીબીસી ગુજરાતી ખેતી ખેતર ખેડૂત પાક પાણી વરસાદ ખેડ ટ્રૅક્ટર, જમીન નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત ન્યૂઝ સમાચાર ઓલપાડ વ્યારા દક્ષિણ ગુજરાત નવસારી, વલસાડ

તેઓ વધુમાં જણાવે છે, “ગોરાળુ, બેસર, મધ્યમ કે ભારે કાળી જમીનને ઉનાળામાં ઊંડા ખેડ કરીને જમીન તપવા દેવી જોઈએ. કલ્ટિવેટર અને સમાર મારીને તૈયાર કરેલી જમીનમાં તેનું વાવેતર કરી શકાય.”

સુરતની પાસે આવેલા ભાઠા ગામના પાપડી ઉગાડતા ખેડૂત કનૈયાલાલ પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે, “પહેલાં આ પાપડી કતારગામની આસપાસ થતી હતી પરંતુ હવે કતારગામનો વિસ્તાર સુરતમાં આવી ગયો અને જમીનો જતી રહી એટલે હવે આ પાક ઓલપાડની આસપાસ વધારે થાય છે.”

35 વર્ષથી સુરતના નવસારી બજારમાં પાપડી વેચતાં ઉષાબહેન પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “સવારે 6 વાગ્યે ખેતરમાંથી પાપડી તોડવાની અને પછી નવસારી બજારમાં વેચવા જવાનું. શિયાળાની સિઝનમાં લોકો આ પાપડી લેવા માટે પડાપડી કરે.”

કતારગામની પાપડીના પાકની જાતમાં સંશોધન

ઊધિયું, પાપડી કતારગામ પાપડી સુરત બીબીસી ગુજરાતી ખેતી ખેતર ખેડૂત પાક પાણી વરસાદ ખેડ ટ્રૅક્ટર, જમીન નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, RAKESHBHAI PATEL

વાલ પાપડીને ઝાલર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય રાજ્યભરમાં વાવેતર થાય છે. તેમાં પોષક તત્ત્વોની માત્રા, ગુણધર્મ, વાલની શિંગનો દેખાવ, કદના દાણા અને તેમાં રહેલાં પોલીફિનૉલિક તત્ત્વોની વધઘટ પ્રમાણે બે ભાગમાં વહેંચવામાં આવે છે: એક – ઝાલર અને બીજી – પાપડી

આ જાતની લીલી ભરેલી શિંગોની ખાસ માંગ માટલા ઊંધિયું એટલે કે ઊબાડિયું બનાવવા માટે થાય છે. ઝાલર શાકભાજી તેમજ કઠોળ બંને હેતુ માટે ઉપયોગી છે. જોકે, ઝાલરના દાણામાં અપચો અને ગૅસ પેદા કરતા લૅક્ટિન કે પછી પોલીફિનૉલિક તત્ત્વોનું પ્રમાણ વિશેષ હોય છે.

વાલ પાપડીને સુરતી પાપડી પણ કહેવાય છે. તે કતારગામની પાપડી તરીકે પણ ઓળખાય છે. આ જાતમાં અપચો અને ગૅસ પેદા કરતા લૅક્ટિન કે પોલીફિનૉલિક તત્ત્વોનું પ્રમાણ ઓછું હોય છે. જેથી આખી શિંગમાં દાણા મધ્યમ કદના, ઓછા લીલા રંગના હોય છે. તેની આખી શિંગ અને લીલા દાણા બંને શાકભાજી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ પાપડીની માંગ મુખ્ય રૂપે ઊંધિયું બનાવવામાં થાય છે.

જોકે, સુરતી પાપડી અને કતારગામની પાપડીમાં પણ થોડું અંતર છે. સુરતી પાપડીની શિંગની છાલ અતિ સુંવાળી હોવાથી દાણાનો વિકાસ થયા પછી પણ તે રેસા વગરની સુંવાળી રહે છે, જેથી શિંગોની સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.

કતારગામની પાપડીની માંગ વધારે એટલા માટે રહે છે કારણકે ઊંધિયું બનાવવા માટે તે શ્રેષ્ઠ હોવાનું મનાય છે.

ઊધિયું, પાપડી કતારગામ પાપડી સુરત બીબીસી ગુજરાતી ખેતી ખેતર ખેડૂત પાક પાણી વરસાદ ખેડ ટ્રૅક્ટર, જમીન નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, DR. DIGVIJAYSINH CHAUHAN/NAU

નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કતારગામની પાપડી એટલે કે સુરતી પાપડીના પાકની જાતમાં સંશોધન પણ કર્યું છે. તેમણે હવે આ પાપડીની બે જાત વિકસાવી છે: એક – જીએનઆઈબી-21 અને બીજી – જીએનઆઈબી-22.

ડૉ. દિગ્વિજયસિંહ જણાવે છે, “આ નવી જાતની પાપડીમાં ફૂલ અંદાજિત 40થી 50 દિવસોમાં આવી જાય છે. જીએનઆઈબી-21ની જાત એ છોડ પાપડી છે જ્યારે કે જીએનઆઈબી-22ને છોડ અને વેલા એમ બંને પ્રકારે ઉગાડી શકાય છે.”

જીએનઆઈબી-21 જાતની પાપડીમાં ફૂલ વહેલા આવતાં શેરડીના પાક સાથે આંતરપાક તરીકે લઈ શકાય છે.

ઊધિયું, પાપડી કતારગામ પાપડી સુરત બીબીસી ગુજરાતી ખેતી ખેતર ખેડૂત પાક પાણી વરસાદ ખેડ ટ્રૅક્ટર, જમીન નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત ન્યૂઝ સમાચાર

આ પાક બંને રીતે એટલે કે પિયત અને બિનપિયત પાક તરીકે લઈ શકાય છે. જો પિયત પાક તરીકે પાપડીનું વાવેતર કરવામાં આવે તો હળની ખેડ કર્યા બાદ સમાર મારી જમીન સમતળ બનાવીને સપાટ ક્યારા બનાવીને તેને વાવણી માટે તૈયાર કરી શકાય છે.

કનૈયાલાલ પટેલ જણાવે છે, “કતારગામ કે સુરતની પાપડીની સોડમ જ એવી છે કે લોકો ઊંધિયું બનાવવા તેનો જ ઉપયોગ કરે છે. ભરૂચી પાપડી પણ આવે છે અને કાળી પાપડી પણ આવે છે. કાળી પાપડી ઊબાડિયું બનાવવા માટે વપરાય છે. જોકે, હવે અમે કતારગામ કે સુરતી પાપડીનું ઊબાડિયું પણ બનાવીએ છીએ.”

સુરતના માંગરોળમાં રહેતા ખેડૂત ભવાનભાઈ હીરાભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરતાં જણાવ્યું, “મેં હાલ નવસારી કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલી પાપડીની નવી જાત વાવી છે તો પાક મબલક ઉતર્યો છે. મોલ પણ સારો આવ્યો છે. ઊંધિયાની સિઝનમાં તેના ભાવ પણ સારા મળે છે.”

ડૉ. દિગ્વિજયસિંહ ચૌહાણ પણ કહે છે કે ઊંધિયું બનાવવામાં આ પાપડીની માંગ હોવાને કારણે આ વિસ્તારમાં આ પાપડીની માંગ પણ વધારે છે અને પાક પણ વધારે થાય છે અને એ રીતે ખેડૂતને સારું વળતર પણ મળી રહે છે.

પાપડીનો ઇતિહાસ શું છે?

ઊધિયું, પાપડી કતારગામ પાપડી સુરત બીબીસી ગુજરાતી ખેતી ખેતર ખેડૂત પાક પાણી વરસાદ ખેડ ટ્રૅક્ટર, જમીન નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, BHAVANBHAI PATEL

ગુજરાતી વિશ્વકોશમાં લખ્યું છે કે પાપડી કે વાલ દ્વિદળી (મૅગ્નેલિયોપ્સીડા) વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (શિંબી) કુળના ઉપકુળ પૅપિલિયોનૉઇડી (ફેબેસી; પલાશાદિ)ની વનસ્પતિ છે

પાપડીના વન્ય સ્વરૂપોનું મૂળ વતન ભારત કે દક્ષિણ-પૂર્વ એશિયા હોવાનું મનાય છે. આઠમી સદીમાં દક્ષિણ પૂર્વ એશિયામાંથી તેનો આફ્રિકામાં પ્રવેશ થયો હતો. તેનું ઘણા ઉષ્ણકટિબંધ અને ઉપોષ્ણ કટિબંધમાં વ્યાપક પ્રમાણમાં વિતરણ થયું હતું.

હાલમાં વિશ્વના કેટલાય દેશોમાં આ પાકનું વાવેતર કરાય છે અને દક્ષિણ ભારતમાં તેને સૂકા પાક તરીકે લેવામાં આવે છે. જોકે, ઉત્તર ભારતમાં લગભગ તેનો પાક થતો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS