Source : BBC NEWS

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, ડેબોરા ક્રિવેલારો
  • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
  • 24 મે 2025, 13:14 IST

    અપડેટેડ 50 મિનિટ પહેલા

કહેવાય છે કે કૅથલિક ચર્ચની સંપત્તિનું મૂલ્ય શ્રદ્ધાનાં અનેક રહસ્યોમાંનું એક છે. એક એવું રહસ્ય જે સંસ્થાએ સદીઓથી સાચવી રાખ્યું છે.

ચર્ચ બહુવિધ શાખાઓ અથવા ડાયોસીસમાં વહેંચાયેલું છે. જે રીતે દરેકના પોતાના હિસાબકિતાબ હોય છે.

વિશ્વના 1.4 અબજ કૅથલિકોનું પ્રતિનિધિત્વ કરતા ચર્ચની સંપત્તિનો એકંદર આંકડો મેળવવો એક મુશ્કેલ કામ છે.

પરંતુ, ચાલો પવિત્ર શહેર વેટિકનથી શરૂઆત કરીએ, જે ધાર્મિક સંગઠનના હૃદયમાં આવેલું આધ્યાત્મિક અને વહીવટી સત્તાનું કેન્દ્ર છે.

વેટિકન સિટી વિશ્વભરના કૅથલિકોની આસ્થાનું કેન્દ્ર

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ચર્ચની આંતરિક ગુપ્તતાને કારણે હોલી સીની સંપત્તિનાં આકાર અને કદ વિશે અટકળો વર્ષોથી વધી છે, પરંતુ પોપ ફ્રાન્સિસે તેમના કાર્યકાળની શરૂઆતથી એમાં પરિવર્તન અને વધુ નાણાકીય પારદર્શિતા માટે દબાણ કર્યું હતું. 21 એપ્રિલના રોજ પોપ ફ્રાન્સિસનું અવસાન થયું હતું.

આનું એક એક ઉદાહરણ છે એપોસ્ટોલિક સીના વહીવટી તંત્ર (APSA)ના પાછલા વર્ષનો નાણાકીય અહેવાલ. જે વર્ષ 2021માં પહેલી વખત બહાર પડાયો હતો અને હવે દર વર્ષે સાર્વજનિક થાય છે.

1967માં APSAની રચના થયા પછી વર્ષ 2021માં પહેલી વાર આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

APSAના તાજેતરના અહેવાલ મુજબ, 2023માં વેટિકન દ્વારા સંચાલિત ચર્ચની શાખાએ કુલ પાંચ કરોડ 20 લાખ ડૉલરનો નફો રળી આપ્યો અને પાછલા વર્ષની તુલનામાં લગભગ 80 લાખ ડૉલરની સંપત્તિઓમાં વધારો થયો છે.

રોમમાં માર્કેટ્સ, કલ્ચર ઍન્ડ ઍથિક્સ રિસર્ચ સેન્ટર (MCE) અનુસાર, ચોખ્ખી કિંમત જાહેર કરવામાં આવી નથી, પરંતુ નવીનતમ અંદાજે આંકડો લગભગ એક અબજ ડૉલર છે.

આ મૂલ્ય ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ વર્ક્સ ઑફ રિલિજિયન (IOR) સંચાલિત બધી સંપત્તિઓનો ઉલ્લેખ કરે છે, જે વેટિકન બૅન્ક તરીકે ઓળખાય છે. તેથી તેમાં ઘણી ઇમારતો અને ઘણી જમીનનો સમાવેશ થતો નથી.

કૅથલિક ચર્ચને પૈસા ક્યાંથી મળે છે?

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

APSA કહે છે કે ચર્ચ 5,000થી વધુ મિલકતોના સંચાલનમાંથી પણ આવક મેળવે છે, જેમાંથી પાંચમા ભાગની મિલકતો ભાડે આપેલી છે.

APSAના જણાવ્યા મુજબ, આનાથી 84 મિલિયન ડૉલરની પરિચાલકીય આવક અને લગભગ 40 મિલિયન ડૉલરનો ચોખ્ખો વાર્ષિક નફો થાય છે.

આ બધા આંકડા વેટિકનની નાણાકીય વ્યવસ્થા સાથે સંબંધિત છે અને વિશ્વભરમાં કૅથલિક ચર્ચની અન્ય શાખાને બાકાત રાખે છે, કારણ કે કૅથલિક ચર્ચનું સંચાલન વિકેન્દ્રિત છે અને દરેક શાખા પોતાના બજેટનું સંચાલન કરે છે, તેથી વિશ્વભરમાં કુલ સંપત્તિ અને આવક ઘણી મોટી અને કદાચ અગણિત છે.

પોન્ટીફિકલ કૅથલિક યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલોના (PUC-SP) સામાજિક વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ફર્નાન્ડો અલ્ટેમેયર જુનિયર કહે છે, “સમગ્ર કૅથલિક ચર્ચની સંપત્તિનું મૂલ્યાંકન કરવું વ્યાવહારિક રીતે અશક્ય છે.”

પેરિસસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સ્ટડી ઑફ રિલિજિયન્સ ઍન્ડ સેક્યુલરિઝમ (IREL) અનુસાર, વૈશ્વિક સ્તરે ચર્ચની બહુવિધ શાખા 71થી 81 મિલિયન હેક્ટર જમીનની માલિકી ધરાવે છે, તેથી ચર્ચની ગણના વિશ્વના સૌથી મોટા જમીનમાલિકોમાં થાય છે.

સંપત્તિઓમાં ચર્ચ, શાળાઓ, હૉસ્પિટલો, મઠો અને અન્ય મિલકતોનો સમાવેશ થાય છે.

કૅથલિક ચર્ચની સંપત્તિની ઉત્પત્તિ

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, PA Media

જો કૅથલિક ચર્ચ પોતાના કાયદાની સંહિતાનું પાલન કરતું હોય, તો આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ? નિયમનું પુસ્તક સૂચવે છે કે ચર્ચનો હેતુ સંપત્તિ એકઠી કરવાનો કે નફો કમાવવાનો ન હોવો જોઈએ.

નેય ડી સોઝા ‘હિસ્ટ્રી ઑફ ધ ચર્ચ’માં (એડ. વોઝેસ) લખે છે કે ચર્ચે ચોથી સદીમાં સમ્રાટ કૉન્સ્ટેન્ટાઇન (272-337 ઈસ પૂર્વે) સાથે માલમત્તા અને સંપત્તિ એકઠી કરવાનું શરૂ કર્યું, જેમણે કૅથલિક ધર્મને રોમન સામ્રાજ્યનો સત્તાવાર ધર્મ બનાવ્યો.

ઇતિહાસકારો કહે છે કે તે સમયે ખ્રિસ્તીઓ સાદાઈથી રહેતા હતા અને પોતાનાં ઘરો અથવા કેટાકોમ્બ્સમાં સેવાઓ આપતા હતા.

ડી સોઝા ઉમેરે છે, “આ ઘટનાઓએ ખ્રિસ્તી ધર્મ અને રોમન સામ્રાજ્યના ઇતિહાસમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું. એક સમયે દમનથી પીડિત ચર્ચ હવે વિશેષાધિકૃત અને ઘણી મિલકતોનું માલિક બન્યું.”

કૅથલિક ચર્ચની અઢળક સંપત્તિ

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

કૉન્સ્ટેન્ટાઇન અને રોમન સામ્રાજ્યના ઘણા અન્ય નેતાઓએ ચર્ચને સોના અને ચાંદી ઉપરાંત મહેલો, મિલકતો અને જમીનો દાન આપ્યાં હતાં. ત્યારથી દાનની એક પદ્ધતિ સ્થાપિત થઈ.

આજે ચર્ચે અમૂલ્ય કૃતિઓ, લાખો મુલાકાતીઓ સાથેનાં સંગ્રહાલયો અને નાણાકીય બજારમાં રોકાણો કર્યાં છે.

કૅથલિક શક્તિના કેન્દ્રમાં વેટિકન સિટી છે. જ્યાંની સરકાર નિરંકુશ રાજતંત્ર છે તથા તેનું સંચાલન ‘પોપ’ દ્વારા કરવામાં આવે છે. રોમના બિશપ ‘પોપ’ તરીકે ઓળખાય છે.

પ્રવાસન આવકનો બીજો સ્રોત છે:

ધાર્મિક અને ઐતિહાસિક ઇમારતો: એપોસ્ટોલિક પૅલેસ, સૅન્ટ પીટર્સ બેસિલિકા, બેસિલિકાને અડીને આવેલી ઇમારતો, ડોમસ વેટિકાના (અગાઉ કાસા સાન્ટા માર્ટા)

સંગ્રહાલયો અને ગૅલેરીઓ: સિસ્ટાઇન ચેપલ, રાફેલ ચેપલ્સ, પિનાકોટેકા વેટિકાના, મિશનરી એથનોલોજિકલ મ્યુઝિયમ અને ઐતિહાસિક મ્યુઝિયમ સહિત 15 સંગ્રહાલયો

પુસ્તકાલયો અને આર્કાઇવ્સ: વેટિકન એપોસ્ટોલિક લાઇબ્રેરી, એપોસ્ટોલિક આર્કાઇવ્સ, લિબ્રેરિયા એડિટ્રિસ વેટિકાના

મીડિયા અને સંદેશાવ્યવહાર: વેટિકન રેડિયો, લો’ સર્વાટોર રોમાનો અખબાર, વેટિકન મીડિયા, વેટિકન ટેલિવિઝન સેન્ટર

અન્ય સંસ્થાઓ: વેટિકન બૅન્ક, વેટિકન ઑબ્ઝર્વેટરી

વેટિકનની મુખ્ય સંપત્તિ કઈ કઈ છે?

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

વેટિકન તેના પ્રદેશની બહાર 12 મુખ્ય મિલકતો ધરાવે છે, જેમાં સૅન્ટ જોન લેટરનના બેસિલિકા, દીવાલોની બહાર સૅન્ટ પોલ, સૅન્ટ મેરી મેજર, સૅન્ટ આનનું પેરિશ, વિવિધ ડાયકાસ્ટરી ઑફિસો અને કેસ્ટેલ ગેન્ડોલ્ફો ખાતે પોપનું ઉનાળાનું નિવાસસ્થાન સામેલ છે.

તે પીટર્સ પેન્સ નામની વ્યવસ્થા દ્વારા વિશ્વભરમાંથી સ્વૈચ્છિક દાન પણ મેળવે છે, જે સામાજિક પહેલ, વેટિકન કામગીરી, પર્યટન અને સંગ્રહાલયની જાળવણી માટે સહાય આપે છે.

આવકના સ્રોતોમાં વેટિકન સંગ્રહાલયો, સિસ્ટાઇન ચેપલ, સ્મારક સ્ટૅમ્પ્સ અને સિક્કાઓનું વેચાણ, વેટિકન બૅન્ક અને APSA જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જે નોંધપાત્ર સંપત્તિનું સંચાલન કરે છે.

સંપત્તિનો મોટો ભાગ બેનિટો મુસોલિની પાસેથી આવ્યો

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

આ સંપત્તિનો મોટો ભાગ ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલિની પાસેથી આવ્યો હતો.

ઇટાલિયન ઇતિહાસકાર અને સૅન્ટ એગિડિયો સમુદાયના સ્થાપક ઍન્ડ્રિયા રિકાર્ડી કહે છે કે 1929માં મુસોલિનીએ હોલી સીના ખજાનામાં 1.75 અબજ ઇટાલિયન લીરા (તે સમયે આશરે 91.3 મિલિયન ડૉલર) જમા કરાવ્યા હતા.

આ ચુકવણી એક સંધિનો એક ભાગ હતો, જેને ‘સમાધાન સંધિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ નાણાંનો હેતુ ઇટાલિયન એકીકરણ દરમિયાન, ખાસ કરીને 1860 અને 1870ની વચ્ચે એક રાષ્ટ્રમાં જપ્ત કરાયેલા કૅથલિક ચર્ચની સંપત્તિ માટે વળતર પેટે હતો.

પોપ પાયસ અગિયારમાએ આ ભંડોળનો લગભગ ચોથો ભાગ આધુનિક વેટિકન રાજ્યની સ્થાપના, હોલી સી ઇમારતો બનાવવા અને વેટિકન કર્મચારીઓ માટે રહેઠાણ પૂરું પાડવા પાછળ વાપર્યો હતો.

બાકીનું રોકાણ જોખમ ઘટાડવા માટે વૈવિધ્યસભર વ્યૂહરચના સાથે કરવામાં આવ્યું હતું. આજે, APSA ઇટાલી, યુકે, ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં મિલકતો ધરાવે છે.

ઇમારતો અને જમીન

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

APSAના અહેવાલ મુજબ, હાલમાં જમીન-મિલકત સંપત્તિ લગભગ 1.77 બિલિયન યુરો (એક અબજ 90 કરોડ ડૉલર)ના રોકાણ પોર્ટફોલિયોના સંચાલન સાથે વેટિકનની વહીવટી સંસ્થા રોમન કુરિયાની જાળવણી માટે આવક રળે છે.

2019માં પોપ ફ્રાન્સિસે ચર્ચનાં રોકાણોનો બચાવ કરતા કહ્યું હતું કે મૂડીને ઘસાતી અટકાવવા માટે આમ કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું, “જેથી તેને જાળવી શકાય અથવા થોડી આવક મેળવી શકાય.”

રિકાર્ડીએ ઇટાલિયન અખબાર ‘કોરીએર ડેલા સેરા’ને જણાવ્યું હતું કે આ સુસંગત પણ છે, કારણ કે હોલી સી, વેટિકન રાજ્ય દ્વારા સમર્થિત હોવા છતાં પોતે એક રાજ્ય નથી.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ્ડ સ્ટડીઝ ઇન રિલિજિયન (IHEFR) અનુસાર, વેટિકન કોઈ કર ચૂકવતું નથી તથા તેણે કોઈ દેવું જાહેર નથી કર્યું.

વેટિકન તેની સંપત્તિઓમાંથી થતી આવક અને સૌથી વધુ શ્રદ્ધાળુઓનાં દાનથી ચાલે છે.

IHEFR કહે છે કે વેટિકનની વાર્ષિક આવક અને ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડીને જાહેર કરવામાં આવ્યાં છે અને તેની કુલ સંપત્તિ અગાઉ જાહેર કરાયેલા આંકડા (લગભગ ચાર અબજ ડૉલર) કરતાં બમણી છે.

સૌથી ધનિક ડાયોસીસ

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, EPA

જર્મનીમાં કૉલોનનું આર્ચડિયોસીસ વિશ્વની સૌથી ધનાઢ્ય શાખાઓમાંની એક છે.

તેની આવક મોટે ભાગે “કિર્ચેન્સ્ટ્યુઅર”ને કારણે થાય છે, જે કૅથલિક ચર્ચ સહિત રાજ્યથી માન્યતાપ્રાપ્ત ધાર્મિક સમુદાયોના નોંધાયેલા સભ્યો પાસેથી સીધો વસૂલાતો કર છે.

2023માં ચર્ચે આ કરમાંથી આશરે સાત અબજ 40 કરોડ ડૉલર એકત્ર કર્યા. IHEFR અનુસાર, આ રકમ આગલા વર્ષ કરતાં લગભગ પાંચ ટકા ઓછી હતી, ત્યારે સાત અબજ 77 કરોડ ડૉલર એકઠા કરાયા હતા.

નોંધપાત્ર આવક હોવા છતાં જર્મનીમાં ચર્ચ નોંધાયેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આવકમાં થઈ રહેલા ઘટાડાથી ચિંતિત છે.

આ ઘટાડો આંશિક તેની છબીને થયેલા નુકસાનને કારણે થયો છે, જેમ કે બિશપ ફ્રાન્ઝ-પીટર ટેબાર્ટ્ઝ વાન એલ્સ્ટ સાથે સંકળાયેલું વર્ષ 2013નું કૌભાંડ.

તેમના બિશપના મહેલના નિર્માણ અને જાળવણીનો ખર્ચ પાંચ વર્ષના સમયગાળામાં 57 લાખ ડૉલરથી વધીને લગભગ સાડા ત્રણ કરોડ ડૉલર સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.

મીડિયાના દબાણના પ્રતિભાવમાં જર્મનીના 27 ડાયોસીસમાંથી અડધા લોકોએ તેમની સંપત્તિ જાહેર કરી, જેમાં દસ બૅન્કો, વીમા કંપનીઓ, 70 હોટલો, પ્રોપર્ટી કંપનીઓ અને મીડિયા આઉટલેટ્સનો સમાવેશ થતો હતો.

અમેરિકામાં વેટિકન ચર્ચનું યોગદાન

કેથલિક ખ્રિસ્તી ચર્ચોની આવક અને સંપત્તિ કેટલી, પોપ લિયોની નિમણૂ, વેટિકન સિટી ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર , વિશ્વભરમાં કૅથલિક અનુયાયીઓ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

યુએસમાં ચર્ચ વેટિકનનું મોટું યોગદાન છે. તે વિશાળ સંપત્તિ ધરાવે છે, જેમાં ઇન્ડિયાનામાં નોટ્રે ડેમ (1.76 બિલિયન ડૉલરની આવક સાથે) અને વૉશિંગ્ટન ડીસીમાં જ્યૉર્જટાઉન (એક અબજ 92 કરોડ ડૉલરની આવક સાથે) જેવી પ્રખ્યાત યુનિવર્સિટીઓ તેમજ હૉસ્પિટલો અને શાળાઓનો સમાવેશ થાય છે.

આ કોઈ ફરજિયાત ધાર્મિક કર નથી, પરંતુ ચર્ચને ખાનગી દાન નોંધપાત્ર પ્રમાણમાં મળે છે.

બ્રાઝિલ: વિશ્વનો સૌથી મોટો કૅથલિક સમુદાય

બ્રાઝિલમાં વિશ્વની સૌથી મોટી કૅથલિક વસ્તી રહે છે. આ દેશમાં વિશ્વનું સૌથી મોટું અને બીજા ક્રમનું સૌથી વધુ મુલાકાત લેવાતું મેરિયન દેવળ છે, જે અવર લેડી ઑફ અપારેસિડાના નામે ઓળખાય છે.

અપારસિડાની શાખાનું કહેવું છે કે દર વર્ષે 10 મિલિયન યાત્રાળુઓ તેની મુલાકાત લે છે, જેના પરિણામે માત્ર 35,000 રહેવાસીઓ ધરાવતા શહેરની વાર્ષિક આવક આશરે 24 કરોડ ડૉલર છે.

જોકે સંકલિત નાણાકીય ડેટાનો અભાવ છે, બ્રાઝિલની શાખા પેરિશ, શાળાઓ, હૉસ્પિટલો અને યુનિવર્સિટીઓનું વિશાળ નેટવર્કનું સંચાલન કરે છે.

વધુમાં તે શ્રદ્ધાળુઓ પાસેથી દાન મેળવે છે અને કરમુક્તિ પણ ભોગવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS