Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન ગુજરાત વરસાદ ગરમી વાવાઝોડું પવન ગાજવીજ

ઇમેજ સ્રોત, Getty Images

52 મિનિટ પહેલા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને ભરઉનાળે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. કેટલીક જગ્યાએ ભારે, તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયો છે.

અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાઈ ગયાં છે.

તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ગઈ કાલે પણ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદ વરસી શકે છે. તેમજ પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી?

બીબીસી ગુજરાતી હવામાન ગુજરાત વરસાદ ગરમી વાવાઝોડું પવન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 મેથી 8 મેની સવાર સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

8 મેથી 9 મેની સવાર સુધીમાં પણ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

તો 9 મેથી 10 મે સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

બીબીસી ગુજરાતી હવામાન ગુજરાત વરસાદ ગરમી વાવાઝોડું પવન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

7 મેથી 8 મે દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એવું હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે.

આ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ અને સુરતમાં ભારે ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડશે.

સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.

અમદાવાદ શહેરમાં 7 મેની સવાર સુધીમાં 18 મીમી વરસાદ નોંધાયો હતો તેમ હવામાન વિભાગ જણાવે છે.

ગુજરાતનાં તમામ મહત્ત્વનાં શહેરોમાં તાપમાનમાં મોટો ઘટાડો થયો છે.

હવામાન ખાતાની વેબસાઇટ પ્રમાણે સાત મેના રોજ સવારે 11 વાગ્યે અમદાવાદનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું તાપમાન 22.2 ડિગ્રી, સુરત 23 ડિગ્રી, રાજકોટ 28.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 29.8 ડિગ્રી, ભુજ 28 ડિગ્રી સેલ્સિયસ હતું.

અમદાવાદમાં ભેજનું પ્રમાણ 88 ટકા, વડોદરામાં 93 ટકા, સુરતમાં 78 ટકા અને રાજકોટમાં 85 ટકા નોંધાયેલું છે.

ગુજરાતમાં ઉનાળામાં વરસાદ કેમ પડી રહ્યો છે?

બીબીસી ગુજરાતી હવામાન ગુજરાત વરસાદ ગરમી વાવાઝોડું પવન ગાજવીજ

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

ગુજરાતનાં મોટાં ભાગનાં શહેરોમાં એક અઠવાડિયા અગાઉ 44થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી પડતી હતી, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યા પછી તાપમાન ઘટી ગયું છે.

હવામાન ખાતાની યાદી પ્રમાણે આજે ગુજરાતમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.

ગુજરાતમાં હવામાનની અલગ-અલગ પૅટર્નના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે.

હાલમાં ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર પર સાઇક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે જે મધ્ય ભારતથી દક્ષિણ તામિલનાડુ સુધી ફેલાયેલું છે.

અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશન ગુજરાતના સમુદ્રકિનારે સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈ સુધી છે. આ પરિબળોના કારણે ઝડપી પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે અને ઉનાળાની પૅટર્નને ખલેલ પહોંચાડી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS