Source : BBC NEWS

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ 14 માઓવાદીઓ માર્યા ગયા હોવાનો કર્યો દાવો – ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP

8 મિનિટ પહેલા

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સંદિગ્ધ માઓવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોએ 14 માઓવાદીઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે.

ગરિયાબંદના જે કુલ્હાડીઘાટના ભાલુડિગી અને તારઝરનાં જંગલોમાં આ અથડામણ થઈ તે ઓડિશાના નુઆપાડા જિલ્લાની સરહદ સાથે લાગેલાં છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઓડિશા પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ, સીઆરપીએફની ‘કોબરા બટાલિયન’ અને છત્તીસગઢ પોલીસના જવાનોએ રવિવારે આ ઑપરેશન માટે કાર્યવાહી શરૂ કરી હતી.

આ અથડામણ મોડી રાત સુધી ચાલતી રહી અને સોમવારની સવારે તેમને બે સંદિગ્ધ માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા. મંગળવારની સવારે તેમને અન્ય 12 માઓવાદીઓના મૃતદેહો પ્રાપ્ત થયા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને કહ્યું, “અમને ઘણાં અત્યાધુનિક હથિયારો મળ્યાં છે. સર્ચિંગ ઑપરેશન ચાલુ છે. માર્યા ગયેલા માઓવાદીઓની સંખ્યા વધી શકે છે.

માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ ઓડિશાના સક્રિય માઓવાદી સંગઠનના વરિષ્ઠ સભ્યો તરીકે થઈ છે. જોકે, પોલીસે આ મામલાની પુષ્ટિ નથી કરી.

વર્ષ 2024માં સુરક્ષાદળોએ રાજ્યમાં 219 માઓવાદીઓને મારવાનો દાવો કર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS