Source : BBC NEWS

રેલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, ANI

એક કલાક પહેલા

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, “પુષ્પક ઍક્સપ્રેસના મુસાફરો કર્ણાટક ઍક્સપ્રેસની ઝપેટમાં આવી ગયા. જેના કારણે તેમનાં મૃત્યુ થયાં.”

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, “પચોરા સ્ટેશન પર કોઈ વ્યક્તિએ આગ લાગ્યાની આશંકાને કારણે ચેન ખેંચી દીધી હતી, જેના કારણે ટ્રેન રોકાઈ ગઈ. આ ઘટના સાંજે પાંચ વાગ્યે બની હતી.”

પીટીઆઇ અનુસાર, કર્ણાટક ઍક્સપ્રેસની ઝપેટમાં આવી જવાને કારણે આ અકસ્માત થયો.

રેલ દુર્ઘટના

બીજી તરફ ભુસાવલ ડિવિઝનના રેલવે પીઆરઓએ બીબીસી મરાઠીને જણાવ્યું કે, “લખનૌથી મુંબઈ જતી પુષ્પક ઍક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં સ્પાર્કિંગ થયું હતું, જેનાથી મુસાફરોને લાગ્યું કે તેમાં આગ ફાટી નીકળી છે.”

“આના કારણે ઘણા મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા. બીજી તરફથી કર્ણાટક ઍક્સપ્રેસ આવી રહી હત અને ઘણા મુસાફરો તેની ઝપેટમાં આવી ગયા.”

તેમણે જણાવ્યું કે ‘આ ઘટનામાં સાતથી દસ મુસાફરોનાં મોત થયાંની આશંકા છે.’

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS