Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અપડેટેડ 17 મિનિટ પહેલા
આપણા જીવનકાળમાં દર પાંચમાંથી એક વ્યક્તિને કૅન્સરની બીમારી હોઈ શકે છે અને આ સંખ્યા વધતી જાય છે.
એક અનુમાન પ્રમાણે, 2025 સુધીમાં દુનિયાભરમાં કોઈને કોઈ પ્રકારના કૅન્સરથી પીડિત લોકોની સંખ્યા બે કરોડ સુધી પહોંચી શકે છે. પરંતુ જે રીતે મેડિકલ સાયન્સે વૅક્સિન દ્વારા અનેક બીમારીઓના નિવારણમાં સફળતા મેળવી છે, તે જોતાં એવી આશા પણ વધી છે કે તેના દ્વારા કૅન્સરની સારવાર પણ સંભવ થઈ શકશે.
આ દિશામાં પ્રગતિના સમાચાર પણ મળી રહ્યા છે.
એપ્રિલ 2024માં યુકેમાં પહેલી વખત ટ્રાયલના ભાગરૂપે દરદીઓને મેલાનોમા કૅન્સર વૅક્સિન આપવામાં આવી. ફેફસાંના કૅન્સર સામે લડવા માટે વિકસાવવામાં આવેલી એક વૅક્સિનનો સાત દેશોમાં પ્રયોગ અથવા ટ્રાયલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
બીજી તરફ ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી વૅક્સિન વિકસાવી છે, જેના દ્વારા સૌથી સામાન્ય પ્રકારના બ્રેઇન કૅન્સરને રોકી શકાય છે.
હકીકતમાં, સારવારના આ નવા નુસખાઓની શરૂઆત કોરોના મહામારી દરમિયાન વિકસાવવામાં આવેલી વૅક્સિનથી થઈ છે.
ખાસ કરીને એવી વૅક્સિન જે એમઆરએનએ (Mrna) તકનીક પર આધારિત છે. આ તકનીકથી બનેલી વૅક્સિન પારંપરિક તકનીકથી બનેલી વૅક્સિન કરતાં વધુ અસરકારક છે.
અત્યારે ઘણા પ્રકારની કૅન્સર વૅક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. દુનિયા જહાનમાં આપણે એ જાણવાની કોશિશ કરીશું કે શું કૅન્સરની વૅક્સિન ટૂંક સમયમાં આવી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS