Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
20 જાન્યુઆરી 2025, 22:01 IST

અપડેટેડ 12 મિનિટ પહેલા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાયદો કર્યો છે કે તેઓ 20 જાન્યુઆરીના રોજ કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસથી જ મોટા બદલાવ કરશે.

ટ્રમ્પે પોતાના પ્રશાસનના માટે જે લોકોને નિયુક્ત કર્યા છે, એ બધામાં એક વાત સમાન છે અને એ છે ટોચની વ્યક્તિ પ્રત્યે નિષ્ઠા.

જોકે, આ લોકો પાસે ટ્રમ્પની નીતિઓને લાગુ કરવા માટે પોતાના પણ આઇડિયા છે.

અહીં આપણે એવાં પાંચ જૂથોનું વિશ્લેષણ કરીશું, જેમના પર ટ્રમ્પના વાયદાને પૂરા કરવાનો ભરોસો વ્યક્ત કરાયો છે. સાથે જ નિષ્ણાતો મારફતે તેમના વિશે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ટ્રમ્પ પ્રશાસનમાં આ લોકો કેટલા પ્રભાવવાળા સાબિત થઈ શકે છે.

ઇમિગ્રેશન : સીમા પ્રબંધન

ગેરકાયદેસરપણે અમેરિકામાં આવેલા લોકોને બહાર કરવા અને અમેરિકાની સીમાને સુરક્ષિત બનાવવી – એ ટ્રમ્પના સૌથી મોટા વાયદા પૈકી એક છે.

અમેરિકન ઇતિહાસમાં નિર્વાસન અંગેનો આ અત્યાર સુધીનો સૌથી મોટો વાયદો છે. અમુક સર્વેક્ષણોથી ખબર પડી છે કે આના માટે સામાન્ય લોકોમાં સમર્થન વધી રહ્યું છે. પરંતુ આ વાત કઈ રીતે લાગુ કરાશે, એ અત્યાર સુધી સ્પષ્ટ નથી.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ક્રિસ્ટી નોએમ, ગૃહ સુરક્ષામંત્રી

“આપણા દેશમાં દરેક ગેરકાયદેસર પ્રવાસીનું પ્રથમ કામ એ કાયદો તોડવાનું છે.”

ક્રિસ્ટી ચાર વખત કૉંગ્રેસ (અમેરિકન સંસદ)નાં સભ્ય રહી ચૂક્યાં છે. વર્ષ 2018માં તેઓ સાઉથ ડાકોટાનાં ગવર્નર બન્યાં હતાં. કોવિડ દરમિયાન તેમણે ફરજિયાત માસ્ક અને લૉકડાઉનનો વિરોધ કર્યો હતો અને આ કારણે તેમણે રાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

કોવિડ મહામારી દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના રાજ્યના માઉન્ટ રશમોર નૅશનલ મેમોરિયલ ખાતે ચાર જુલાઈ (અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ)ના રોજ ઉજવણી કરી.

નોએમ ક્રિસ્ટી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનની સીમા નીતિનાં ટીકાકાર રહ્યાં છે.

તેમણે અફઘાન શરણાર્થીઓને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સીમા પ્રવર્તનમાં મદદ માટે પોતાના રાજ્યના રાષ્ટ્રીય રક્ષક દળના સભ્યોને ટેક્સસ મોકલનારાં તેઓ પ્રથમ ગવર્નર હતાં.

તેમની નિમણૂક માટે અમેરિકન સંસદની મંજૂરીની જરૂર હશે.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ટૉમ હોમન

“9/11 બાદ આ દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સુરક્ષા કમજોરી છે અને આપણે આને ઠીક કરવી પડશે.”

અમેરિકાના સીમા પ્રવર્તન અધિકારી સ્વરૂપે એક દાયકા કરતાં પણ વધુ સમયનો અનુભવ ધરાવતા ટૉમ હોમન ટ્રમ્પના સૌથી મહત્ત્વપૂર્ણ કાર્યને કરવા માટે આદર્શ વિકલ્પ તરીકે દેખાઈ રહ્યા છે.

ટૉમ હોમન, ભૂતપૂર્વ પોલીસ અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમણે ઇમિગ્રેશન અને સીમાશુલ્ક પ્રવર્તન (આઈસીઈ) માટે પણ કામ કર્યું છે.

તેઓ દસ્તાવેજ વગર સીમા પાર કરનારાં બાળકોને તેમનાં માતાપિતા કે વાલીઓથી અલગ કરવાના પ્રારંભિક સમર્થકો પૈકી એક છે. આ નીતિ ટ્રમ્પની તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની સૌથી વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિઓ પૈકી એક બની ગઈ હતી.

વિદેશનીતિ : ચીનનો પડકાર

ઘણા રૂઢિવાદી માને છે કે આર્થિક અને સૈન્યશક્તિ સ્વરૂપે અમેરિકાના વૈશ્વિક પ્રભુત્વ માટે સૌથી મોટો ખતરો ચીન છે.

જોકે, આ મામલામાં ટ્રમ્પ વધુ સાવચેત છે, તેમણે ચીનસંબંધી પોતાની મોટા ભાગની ટીકાને વેપારના ક્ષેત્ર સુધી જ સીમિત રાખી છે.

ટ્રમ્પે પોતાની વિદેશનીતિ ટીમમાં ટોચના ચીન ટીકાકારોને સામેલ કર્યા છે, જેઓ સંભવિતપણે વધુ ટેરિફ લગાડવાના ટ્રમ્પના વાયદાને આગળ ધપાવવામાં મદદ કરશે.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

માર્કો રુબિયો, વિદેશમંત્રી

“ચીન સૌથી મોટો ખતરો છે, જે આ સદીને પરિભાષિત કરશે. અને અમારે તેનો સામનો કરવા માટે સરકારની સાથોસાથ આખા સમાજના પ્રયત્નોની જરૂર છે.”

માર્કો રુબિયોએ વર્ષ 2011માં સેનેટના સભ્ય તરીકે ફ્લોરિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ક્યૂબા-અમેરિકન મૂળના રુબિયો એક સિનિયર સિવિલ અધિકારી છે. તેમે એક બાર દ્વિદલીય ઇમિગ્રેશન સુધાર નીતઓનું સમર્થન કર્યું હતું અને તેઓ ટ્રમ્પના પ્રારંભિક ટીકાકારો પૈકી એક હતા.

વર્ષ 2016માં જ્યારે રુબિયો રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદ માટે નામાંકન કરવામાં અસફળ રહ્યા, તે બાદ ટ્રમ્પ અને રુબિયો વચ્ચે સ્પર્ધા જોવા મળી. જોકે, બાદમાં તેમણે ટ્રમ્પનું સમર્થન કર્યું.

હાલનાં વર્ષોમાં રુબિયોએ ચૂંટણીઅભિયાન દરમિયાન અને મીડિાય સામે ટ્રમ્પનો ખૂબ આક્રમકતા સાથે બચાવ કર્યો હતો.

સેનેટની ગુપ્ત અને વિદેશસંબંધી સમિતિઓના સભ્ય સ્વરૂપે તેઓ ઈરાન ને રશિયા-યુક્રેન સંઘર્ષની સાથોસાથ ચીન પ્રત્યે કડક વલણ માટે જાણીતા છે.

53 વર્ષના રુબિયો, હજુ પણ રાષ્ટ્રપતિ બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હોઈ શકે અને વિદેશમંત્રી તરીકે રાષ્ટ્રીય સ્તર પર પોતાની છબિ ઘડવાનો પ્રયાસ કરી શકે છે.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

માઇકલ વાલ્ઝ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

“સત્તામાં રહેલું પ્રશાસન કથિત કમજોરીથી ઉત્સાહિત થાય છે, પછી ભલે એ યોગ્ય હોય કે નહીં, આ એમની ધારણા છે. અને તેઓ તાકતથી ગભરાય છે.”

માઇકલ વાલ્ઝ, એક સન્માનિત વિશેષ સૈન્ય બળના અનુભવી અધિકારી છે. તેઓ રુબિયોની માફક જ ફ્લોરિડાનું પ્રતિનિધિત્વ કરે છે.

વાલ્ઝ પણ ચીનના ટીકાકાર છે. તેમણે અમેરિકન સંસદની ઉપસમિતિના અધ્યક્ષ તરીકે તર્ક આપ્યો હતો કે અમેરિકાએ પ્રશાંત ક્ષેત્રમાં સંઘર્ષ માટે વધુ તૈયારી કરવી જોઈએ.

તેઓ વર્ષ 2022માં બીજિંગમાં થયેલી વિંટર ઑલિમ્પિક રમતોનું બહિષ્કાર કરવાનું આહ્વાન કરનાર કૉંગ્રેસના પ્રારંભિક સભ્યો પૈકી એક હતા.

તેમણે વર્તમાન અમેરિકન પ્રશાસનના વલણની ટીકા કરી હતી, જેમાં અફઘાનિસ્તાનથી સૈનિકોને પરત બોલાવવાની વાત પણ સામેલ છે.

વાલ્ઝે અમેરિકન સૈન્યની નીતઓની પણ ટીકા કરી છે, જે વિશે તેમનું કહેવું છે કે સેના યુદ્ધ લડવાની ક્ષમતાની સરખામણીએ નસલ અને લૈંગિક વિવિધતા, સમાનતા અને સમાવેશીપણ પર વધુ ભાર આપે છે.

કાર્યક્ષમતા : ખર્ચમાં ઘટાડો

ખર્ચમાં ઘટાડો કરવા માટે ટ્રમ્પે બે તકનીકી હસ્તીઓ એલન મસ્ક અને વિવેક રામાસ્વામીને નિયુક્ત કર્યા છે. આ બંને નોકરશાહીને ‘ખતમ’ કરવાના પોતાના અભિયાન અંતર્ગત ‘ડિપાર્ટમેન્ટ ઑફ ઇફિશિયન્સી’ (ડીવોજીઈ)નું નેતૃત્વ કરશે.

મસ્કે સરકારી ખર્ચમાં સંભવિત બે ટ્રિલિયન ડૉલરની કપાતનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જ તેમણે સરકારમાં “આશ્ચર્યજનક બદલાવ” લાવવાના પણ શપથ લીધા છે.

સામાસ્વામીએ કરસંગ્રહ એજન્સી, આઈઆરએસ અને શિક્ષણવિભાગને સમાપ્ત કરવાની વાતનું સમર્થન કર્યું છે.

જોકે, ડીવોજીઈ એક આધિકારિક સરકાર વિભાગ નથી. તેમ છતાં એ કેવી રીતે કામ કરશે, એ હજુ જોવાનું રહ્યું.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

એલન મસ્ક, સરકારી કાર્યક્ષમતા

“લોકશાહી માટે ખતરો? ના, નોકરશાહી માટે ખતરો.”

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા મસ્ક એક્સ, ટેસ્લા અને સ્પેસ એક્સ સહિતની ઘણી કંપનીઓના માલિક છે, તેઓ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ છે.

મસ્ક, કથિતપણે સરકારના વધુ પડતા નિયંત્રણના વિરોધ, સોશિયલ મીડિયા પર આક્રમક હાજરી અને એક્સ (અગાઉનું ટ્વિટર)ના અધિગ્રહણ બાદ તેના ખર્ચમાં ઘટાડા માટે જાણીતા છે.

તેમણે સલાહ આપી હતી કે કેટલીક નવી ટેકનિકાલિટીને અપનાવી લેવાથી સરકાર નાની, વધુ અસરકારક અને વધુ કુશળ બની શકે છે.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

વિવેક રામાસ્વામી, સરકારી કાર્યક્ષમતા

“એફબીઆઇમાં ‘સુધારો’ ન કરી શકાય. તેનો સાચો જવાબ છે, તેને બંધ કરી દો. હા, રાષ્ટ્રપતિ આવું કરી શકે છે. હું કરીશ.”

ભારતીય-અમેરિકન મૂળના અબજોપતિ વિવેક રામાસ્વામીએ એક બાયૉ-એન્જિનિયર ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી બાદમાં તેમણે એક એસેટ મૅનેજમેન્ટ ફર્મ શરૂ કરી.

2024માં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવીની રેસમાં તેઓ જોડાયા અને ટ્રમ્પના ‘અમેરિકા ફર્સ્ટ’ના એજન્ડાને આગળ વધારવાનો સંકલ્પ કર્યો.

ઘણા મહિના સુધી પાર્ટીની અંદર તેમની લોકપ્રિયતા વધતી રહી, જે કારણે તેમને રાષ્ટ્રપતિપદની ડિબેટ (જેમાં ટ્રમ્પ સામેલ નહોતા થયા) દરમિયાન તેમને મહત્ત્વપૂર્ણ સ્થાન અને મીડિયા કવરેજ મળ્યું.

અંતે તેઓ ટ્રમ્પનું સમર્થન કરવા રેસમાંથી હઠી ગયા.

રામાસ્વામીએ સંઘીય સરકારમાં આક્રમક કપાતની વકીલાત કરી છે, જેમાં મોટા પાયે લોકોને છૂટા કરવા અને એજન્સીઓ અને વિભાગોને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની વાત સામેલ છે.

સંપૂર્ણ પરિવર્તન : યથાસ્થિતિ બદલનારા

ટ્રમ્પે જે લોકોને નિયુક્ત કર્યા છે, એ પૈકી ઘણાને આક્રમકપણે યથાસ્થિતિને પડકારવાના હેતુ સાથે ભૂમિકા અપાઈ છે.

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કેનેડીને સ્વાસ્થ્ય અને માનવસેવા વિભાગમાં ગબાર્ડને રાષ્ટ્રીય ગુપ્ત નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

રૉબર્ટ એફ કેનેડી જૂનિયર, સ્વાસ્થ્ય અને માનવસેવા

“વધુ પડતા પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો સ્થૂળતામાં વધારો કરી રહ્યા છે. જ્યારે અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં લાવશું અને તેઓ મને વૉશિંગટન લઈ આવશે, ત્યારે અમે અમારી તૂટી ગયેલી ખાદ્ય પ્રણાલીને ઠીક કરીશું અને અમેરિકાને ફરી એક વાર સ્વસ્થ બનાવીશું.”

ટ્રમ્પે અમેરિકાના સૌથી પ્રસિદ્ધ ડેમૉક્રૅટિક પરિવારના રૉબર્ટ એફ કેનેડી જૂનિયરને સ્વાસ્થ્યવિભાગની જવાબદારી સોંપી છે. તેઓ ઘણા સમય સુધી વકલી અને પર્યાવરણવિદ રહ્યા છે.

તેમની પાસે કોઈ ચિકિત્સા યોગ્યતા ન હોવા છતાં અમેરિકન સંઘીય સ્વાસ્થ્ય એજન્સીઓ પર વ્યાપક અધિકારો હશે. આમાં એ એજન્સીઓ પણ સામેલ છે જે રસીની માન્યતાની દેખરેખ કરે છે. કેનેડી આ એજન્સીઓના ઉપયોગની સમીક્ષા કરવા માગે છે.

ખાદ્યપ્રણાલીના ઉપયોગની તપાસ માટે કેનેડીએ જનતાનું વધુ સમર્થન હાંસલ કરવાનું રહેશે.

કેનેડીએ શરૂઆતમાં 2024ના ડેમૉક્રૅટિક રાષ્ટ્રપતિપદના નામાંકનની માગ કરી હતી, પછી તેણે રાષ્ટ્રપતિપદ માટે સ્વતંત્ર ઉમેદવારી રજૂ કરી.

અંતે તેમણે સ્વતંત્ર અભિયાનને ત્યાગી દઈ ટ્રમ્પનું સમર્થન કર્યું.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

તુલસી ગબાર્ડ, રાષ્ટ્રીય ગુપ્ત વિભાગ

“તેમણે (ટ્રમ્પ) એ સાહસ દેખાડ્યો છે, જેની આપણે કમાન્ડર-ઇન-ચીફ પાસેથી અપેક્ષા રાખીએ છીએ… શાંતિની તલાશમાં શત્રુઓ, તાનાશાહો, સહયોગીઓ અને ભાગીદારો સાથે સમાનપણે મળવાનો સાહસ રાખવો અને યુદ્દને અંતિમ ઉપાય માનવો.”

તુલસી ગબાર્ડ એક વરિષ્ઠ સૈન્ય અધિકારી રહી ચૂક્યાં છે. તેમણે ઇરાકમાં ચિકિત્સા એક સાથે કામ કર્યું છે. ગબાર્ડ નિયમિતપણે અમેરિકાની વિદેશનીતિનો વિરોધ કરતાં આવ્યાં છે.

વર્ષ 2017માં કૉંગ્રેસના સભ્ય (ડેમૉક્રૅટિક પાર્ટી તરફથી) સ્વરૂપે તેમણે સીરિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ બશર અલ-અશદ સાથે મુલાકાત કરી હતી અને ઘાતક રાસાયણિક હથિયારોના ઉપયોગ માટે અસદને દોષિત જાહેર કરનાર અમેરિકન ગુપ્ત આકલન અંગે શંકા વ્યક્ત કરી હતી.

તેનાં પાંચ વર્ષ બાદ જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે તેમણે આના માટે નેટોને દોષિત ઠેરવ્યું અને રશિયાના એ દાવાનું પુનરોચ્ચાર કર્યો કે યુક્રેનમાં એક એવી બાયૉલૅબ છે, જેને અમેરિકા પાસેથી ફંડિંગ મળે છે.

ટ્રમ્પનાં સમર્થક બન્યાં પહેલાં તેઓ વામપંથી બર્ની સૅન્ડર્સનાં સમર્થક રહ્યાં છે. પરંતુ તેમનું સત્તાવિરોધી અને હસ્તક્ષેપવિરોધી વલણ હંમેશાં આવું જ રહ્યું છે.

અર્થતંત્ર : ટેરિફ લગાવાનારા

ટ્રમ્પે જે લોકોની નિયુક્તિ કરી છે, તેમનાથી વેપાર અને ટેરિફના એજન્ડાને આગળ ધપાવવામાં મદદ મળશે. આ વિશે ટ્રમ્પે કહ્યું કે આનાથી અમેરિકન નોકરીઓનું રક્ષણ થશે.

આ લોકોને આયાતકર લાગુ કરવાનું કહી શકાય છે, જેની ધમકી ટ્રમ્પે આપી છે. તેમાં પ્રમુખ વેપારી ભાગીદાર ચીન, કૅનેડા અને મેક્સિકોથી આવનાર સામાન પણ સામેલ છે.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

હાવર્ડ લુટનિક, વાણિજ્યમંત્રી

“આ જીતની સ્થિતિ છે… આપણે ટેરિફથી ખૂબ પૈસા કમાઈશું, પરંતુ લગભગ બધા અમારી સાથે ભાવતાલ કરવા જઈ રહ્યા છે.”

લુટનિક, ફાઇનાન્સ ફર્મ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડના મુખ્ય કાર્યકારી અધિકારી અને અબજોપતિ છે. કેન્ટર ફિટ્ઝગેરાલ્ડને તેમણે 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલામાં 658 કર્મચારી ગુમાવી દીધા બાદ ફરી ઊભી કરી હતી.

ટ્રમ્પના અભિયાનના પ્રમુખ દાતા સ્વરૂપે તેમની ભૂમિકાએ તેમને ટ્રાંઝિશન ટીમના સહઅધ્યક્ષ તરીકે કામ કરવાની તક અપાવી, આ ભૂમિકામાં તેઓ નવા પ્રશાસનમાં હજારો નોકરીઓનાં ખાલી પદો ભરવાની કવાયતમાં સામેલ હશે.

તેઓ વાણિજ્યમંત્રીના પદ માટે પણ ટ્રમ્પની પસંદ છે.

લુટનિકે સરાજાહેર ટ્રમ્પની આર્થિક યોજનાઓનું સમર્થન કર્યું છે. તેમાં વ્યાપક ટેરિફ પણ સામેલ છે. વાણિજ્યવિભાગને આને લાગુ કરવાનું કામ સોંપાશે. સાથે જ ક્રિપ્ટોકરન્સીને નિયંત્રણમુક્ત બનાવવા અને આવકવેરાને સમાપ્ત કરવાનું કામ પણ સોંપાશે.

આ વિચારોને અપનાવવાને કારણે લુટનિક ઉદ્યોગજગતના ઘણા લોકોથી અલગ પડી ગયા છે, જેઓ ટેરિફને કૉર્પોરેટ અમેરિકા માટે ખરાબ માને છે.

બીબીસી ગુજરાતી, ટ્રમ્પ, અમેરિકા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

સ્કૉટ બેસેન્ટ, નાણામંત્રી

“અલેક્ઝાન્ડર હેમિલ્ટની માફક આપણે અમેરિકન પરિવારો અને વ્યવસાયોની આજીવિકામાં સુધારા માટે ટેરિફની શક્તિનો ઉપયોગ કરવાથી ગભરાવવું ન જોઈએ.”

બેસેન્ટ પણ એક અનુભવી ફાઇનાન્સર છે, તેની નિમણૂકને વૉલ સ્ટ્રીટ પર ઘણા લોકોએ સુરક્ષિત માની હતી.

સ્કૉટ બેસેન્ટે અબજોપતિ જૉર્જ સોરોસ સાથે પણ કામ કર્યું છે. સોરોસ ડેમૉક્રૅટિક પાર્ટીના ચૂંટણીઅભિયાનમાં સૌથી પ્રમુખ દાતા પૈકી એક છે.

જોકે, બેસેન્ટ હાલ સંપૂર્ણપણે રૂઢિવાદી પક્ષમાં છે અને બજેટમાં કપાત, વિનિયમનમાં ઢીલ અને અમેરિકન ઑઇલ ઉત્પાદનમાં રોકાણને પ્રોત્સાહિત કરવાની વાતને સમર્થન કરી રહ્યા છે.

તેઓ આયાત પર નવી ટેરિફ લગાવવાની ટ્રમ્પની યોજનાનું સમર્થન કરે છે, પરંતુ લુટનિકની માફક તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે ટ્રમ્પ ટેરિફને મુખ્યપણે વાતચીતના સાધન સ્વરૂપે જુએ છે, ના કે અમેરિકન તિજોરીના સ્થાયી સ્રોત તરીકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS