Source : BBC NEWS

દિલ્હી-એનસીઆરમાં ભયંકર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં

ઇમેજ સ્રોત, ANI

2 મે 2025, 07:12 IST

અપડેટેડ 5 મિનિટ પહેલા

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જે પોતાનું પદ છોડ્યું

અમેરિકા, સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જ. બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

બીબીસીના અમેરિકી પાર્ટનર સીબીએસ ન્યૂઝ અને સમાચાર એજન્સી રૉયટર્સના સમાચાર અનુસાર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર પ્રમાણે માઇક વાલ્ટ્જના સહયોગી ઍલેક્સ વૉન્ગ પણ પોતાનુ પદ છોડી રહ્યા છે.

જોકે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તે આ પ્રકારના સમાચારો પર પ્રતિક્રિયા નથી આપતું.

આ સમાચાર માઇલ વાલ્ટ્જના એક ગ્રૂપ ચૅટની જવાબદારી લેવાના એક મહિના બાદ આવી છે. જેમાં ઊંચા પદ પર બેઠેલા અધિકારીઓએ યમનમાં સૈન્ય હુમલાની યોજના બનાવી હતી. આ ગ્રૂપ ચૅટમાં અજાણ્યા પત્રકારને જોડવામાં આવ્યા હતા.

વાલ્ટ્જે ફૉક્સ ન્યૂઝને જણાવ્યું હતું, “હું તેની પૂર્ણ જવાબદારી લઉં છું, મેં જ આ ગ્રૂપ બનાવ્યું હતું.”

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં પોતાનું પદ છોડનારા વાલ્ટ્જ પહેલા એવા અધિકારી છે જેઓ ઊંચા પદ પર રહ્યા હોય.

ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ શરૂઆતમાં જે લોકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમાં વાલ્ટ્જ પણ સામેલ હતા.

આ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના બહાર આ સિગ્નલ ચૅટની પ્રશંસા કરી છે.

સમાચાર મળી રહ્યા છે કે ટ્રમ્પ તેમની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના દૂત તરીકે નિમણૂક કરશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં તેમણે વાલ્ટ્જનો આભાર માન્યો છે અને કહ્યું છે કે હાલ વિદેશ મંત્રી માર્કો રૂબિયો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ સંભાળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS