Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચેન્નાઈ સુપરકિંગ્સ, બીબીસી, આઇપીએલ,

ઇમેજ સ્રોત, Getty Images

13 મિનિટ પહેલા

અમદાવાદમાં રવિવારે રમાયેલી આઈપીએલ ટુર્નામેન્ટની 67મી લીગ મૅચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 83 રનથી હારી જતાં ગુજરાત ટાઇટન્સ પ્લે-ઑફ રાઉન્ડમાં ટોચના સ્થાનથી ચૂકી ગયું હતું.

પ્રથમ બૅટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા. જીતવા માટે 231 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત 18.3 ઓવરમાં 147 રનમાં ઑલઆઉટ થઈ ગયું અને 83 રનથી હારી ગયું.

આ હાર છતાં, ગુજરાત 14 મૅચ અને 9 જીતમાંથી 18 પૉઇન્ટ સાથે ટોચ પર રહ્યું છે, પરંતુ તેમનો નેટ રન રેટ ઘટીને 0.254 થઈ ગયો છે, જે પંજાબ કરતાં પણ ખરાબ છે. સીએસકે પહેલાંથી જ સિઝનનો અંત જીત સાથે કરી ચૂકી છે, કારણ કે સીએસકેની ટીમ પહેલાંથી જ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે.

જોકે આ મૅચ બાદ ધોનીને રિટાયરમેન્ટ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે તેઓ આ વિશે વિચાર કરશે.

ધોનીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચેન્નાઈ સુપરકિંગ્સ, બીબીસી, આઇપીએલ,

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના હાલના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું છે કે તેઓ અત્યારે ઇન્ડિયન પ્રિમિયર લીગથી રિટાયર નથી થઈ રહ્યા.

મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વવાળી ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સે રવિવારના ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ આઈપીએલની આ સિઝનની છેલ્લી લીગ મૅચ રમી. સીએસકે પહેલાં જ આઈપીએલની આ સિઝનમાંથી બહાર થઈ ગઈ છે.

મૅચ બાદ ધોનીએ કહ્યું કે, “અમારી સિઝન સારી નથી ગઈ પરંતુ આ એક પરફેક્ટ પ્રદર્શનમાંથી એક હતું. આ સીઝનમાં અમારી ફીલ્ડિંગ સારી નથી રહી જોકે આજે અમે ઘણા સારા કૅચ કર્યા.”

રિટાયર થવાના સવાલ પર ધોનીએ કહ્યું કે, “મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, કોઈ ઉતાવળ નથી, શરીરને ફિટ રાખવું જરૂરી છે.”

“જો ક્રિકેટર પોતાના પ્રદર્શનના આધારે સંન્યાસ લેવા લાગ્યા તો તેમાં કેટલાંક 22 વર્ષના પણ સંન્યાસ લેવા લાગશે. હવે રાંચી જઈશ. થોડી બાઇક રાઇડ્સની મજા માણીશ.”

તેમણે કહ્યું કે, “હું એમ નથી કહી રહ્યો કે હું હવે રિટાયર થઈ રહ્યો છું અને એવું નથી કહી રહ્યો કે હું પાછો આવીશ. મારી પાસે ઘણો સમય છે. આની પર વિચારીશ અને પછી નિર્ણય લઈશ.”

આઈપીએલમાં આ વખતે સીએસકેના પ્રદર્શનને જોતાં પહેલાં પણ ધોનીના રિટાયરમેન્ટની વાતો થતી રહી છે. અગાઉ પણ ધોનીએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, તેઓ આ મામલે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં લે.

આ મહિનામાં જ તેમણે કહ્યું હતું કે, “હું વર્ષમાં માત્ર બે મહિના જ રમું છું. જ્યારે આઈપીએલ ખતમ થઈ જશે તો મારે આવતા છ-આઠ મહિના સખત મહેનત કરવી પડશે, જેથી એ જોઈ શકાય કે મારું શરીર આ દબાણને સહન કરી શકે કે કેમ. મારે અત્યારે કંઈ નક્કી કરવાનું નથી.”

આઈપીએલમાં ધોનીના રેકૉર્ડ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચેન્નાઈ સુપરકિંગ્સ, બીબીસી, આઇપીએલ,

ઇમેજ સ્રોત, Getty/BBC

2019 બાદ ધોનીએ પહેલી વખત આઈપીએલમાં આ ઍવૉર્ડ જીત્યો હતો. આ પુરસ્કાર તેમણે 43 વર્ષ અને 282 દિવસની ઉંમર બાદ જીત્યો હતો જે એક રેકૉર્ડ છે. તેઓ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમર ધરાવતા પ્લેયર ઑફ ધ મૅચ જીતનારા ખેલાડી બન્યા હતા.

જ્યારે તેમણે આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યા ત્યારે તેમણે 200 વિકેટકીપિંગ ડિસમિસલ્સનો રેકૉર્ડ પણ બનાવ્યો. તેમણે જ્યારે ઋષભ પંતનો કૅચ પકડ્યો ત્યારે ધોની 155 કૅચ અને 46 સ્ટમ્પિંગ સાથે આઈપીએલ ઇતિહાસમાં વિકેટની પાછળ સૌથી વધુ શિકાર કરનાાર ખેલાડી બની ગયા.

આઈપીએલમાં ધોનીનું પ્રદર્શન

ઑગસ્ટ 2020માં એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ત્યાર બાદ ધોનીએ આખા વર્ષમાં માત્ર આઈપીએલ ક્રિકેટ જ રમે છે.

કૅપ્ટન તરીકે બે ખિતાબ જીત્યા સિવાય ધોનીએ સ્ટ્રાઇક રેટ છેલ્લી કેટલીક સિઝનમાં પહેલી નજરમાં સારું લાગી શકે છે.

2021માં આ 106.54, 2022માં 123.4, વર્ષ 2023માં 182.45, વર્ષ 2024માં 220.5 અને આ સિઝનમાં અત્યાર સુધી 146.4નો રહ્યો છે. પરંતુ આંકડા પર ધ્યાન આપવું અને આ સમયમર્યાદામાં ધોનીમાં આવેલા ફેરફારો પર ધ્યાન આપવાની જરૂર છે.

જોકે, તમે કહેશો કે તેમને બૅટિંગ માટે પસંદ કરવામાં આવ્યા છે અને આ તો અશક્ય છે કે ધોની સિવાય કોઈ બીજું આ નિર્ણય લે કે તેમને ક્યારે અને ક્યાં બૅટિંગ કરવી છે.

ધોનીનો સ્ટ્રાઇક રેટ જેવો પણ છે પરંતુ દરેક સિઝનમાં ધોનીએ જેટલા બૉલ રમે છે, તેની સંખ્યા ઘટી રહી છે.

2020-21 પછી ધોનીએ દરેક સિઝનમાં 200થી ઓછા બૉલ રમ્યા છે.

ગત બે સિઝનમાં ધોનીએ 100થી ઓછા બૉલ રમ્યા છે. વર્ષ 2023માં ધોનીએ 12 ઇનિંગ્સમાં કુલ 57 બૉલ રમ્યા છે. વર્ષ 2024માં ધોનીએ 11 ઇનિંગ્સમાં કુલ 73 રન બૉલ રમ્યા છે.

આ ત્રણ સિઝનમાં ધોની 26 વખત નૉટ રહ્યા. જેનાથી જણાય છે કે તેઓ કેટલા નીચેના ક્રમે બૅટિંગ કરવા આવે છે અને મૅચમાં કેટલા મોડા ઊતરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS