Source : BBC NEWS

પીએમ મોદી, શ્રીલંકા, ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર, ગુજરાત, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @narendramodi

5 એપ્રિલ 2025, 07:30 IST

અપડેટેડ 41 મિનિટ પહેલા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઇલૅન્ડ બાદ શુક્રવારે સાંજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી ગયા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં કોલંબો પહોંચ્યાની તસવીરો શૅર કરી છે.

કોલંબો પહોંચવા પર ત્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું.

વડા પ્રધાન મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરશે.

આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે ઘણા મુદ્દે મહત્ત્વની સમજૂતીઓ થઈ શકે છે.

આ પહેલાં પીએમ મોદી થાઇલૅન્ડની બિમસ્ટેકની બેઠકમાં સામેલ થયા અને તેમની મુલાકાત બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનૂસ સાથે થઈ.

યુક્રેને કહ્યું- ઝેલેન્સ્કીના વતનમાં રશિયાના મિસાઇલ હુમલામાં બાળકો સહીત 18 લોકોનાં મૃત્યુ

યુક્રેન, રશિયા, અમેરિકા, યુદ્ધ, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Ukrainian presidency

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે સેન્ટ્રલ યુક્રેનના શહેર ક્રીયવી રિહમાં થયેલા રશિયાની મિસાઇલના એક હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

જે શહેર પર આ હુમલો થયો છે તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું શહેર છે.

ઝેલેન્સ્કીનું જણાવવું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બાળકો પણ સામેલ છે.

કેટલાક કલાકો પહેલા ઝેલેન્સ્કીએ ઍક્સ પર લખ્યું, “આ હુમલામાં 19 લોકોનાં મૃત્યુ થયાં જે પૈકી 6 બાળકો પણ હતાં.”

જોકે, આ મૃતકાંક વધીને હવે 18 થયો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે યુક્રેની સેનાના કમાન્ડરો અને પશ્ચિમી દેશોના ઇન્સ્ટ્રક્ટર્સ એક રેસ્ટોરાંમાં બેઠક કરી રહ્યા હતા તેમને નિશાન બનાવીને એક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 85 લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે, રશિયાએ આ દાવાનું કોઈ પ્રમાણ આપ્યું નહોતું. ત્યાં યુક્રેનની સેનાનું કહેવું છે કે રશિયા તેના યુદ્ધ અપરાધ છુપાવવા માટે ખોટી ખબરો ફેલાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS