Home તાજા સમાચાર gujrati ભારત કે પાકિસ્તાન, કોની સાથે છે દુનિયાના શક્તિશાળી દેશો?

ભારત કે પાકિસ્તાન, કોની સાથે છે દુનિયાના શક્તિશાળી દેશો?

2
0

Source : BBC NEWS

ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી અને પુતિન, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઑપરેશન સિંદૂર, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, રજનીશકુમાર
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 9 મે 2025, 20:27 IST

    અપડેટેડ એક કલાક પહેલા

પાકિસ્તાને ભારત સાથે 1965 અને 1971માં યુદ્ધ કર્યું હતું—એ પણ જ્યારે શીતયુદ્ધનો સમયગાળો હતો ત્યારે.

શીતયુદ્ધમાં પાકિસ્તાન અમેરિકાના નેતૃત્વવાળા પશ્ચિમી ગઠબંધનનો ભાગ હતું. શીતયુદ્ધ દરમિયાન જ 1979માં અફઘાનિસ્તાન પર સોવિયત સંઘે હુમલો કર્યો હતો.

સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાં કૉમ્યુનિસ્ટ સરકાર ઇચ્છતું હતું અને ઇસ્લામિક કટ્ટરપંથીઓને સત્તાથી દૂર રાખવા ઇચ્છતું હતું. બીજી તરફ અમેરિકાનું અભિયાન એ હતું કે, જે દેશોમાં કૉમ્યુનિસ્ટ સરકારો છે તેને નબળી પાડવામાં આવે.

અમેરિકા અફઘાનિસ્તાનમાં સોવિયેટ સંઘને હરાવવા માટે પાકિસ્તાનની મદદ લેતું હતું. તેના બદલામાં અમેરિકા દ્વારા પાકિસ્તાનને આર્થિક અને સૈન્ય મદદ મળતી રહી.

અમેરિકાની પાકિસ્તાન સાથેની નિકટતા તેની વ્યૂહાત્મક -જરૂરિયાતો માટે હતી; અને આ જરૂરિયાત કાયમી નહોતી.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન અને અમેરિકાએ જે કટ્ટરપંથીઓને પ્રોત્સાહિત કર્યા, આગળ જતાં એ જ તેમના માટે પડકારરૂપ બની ગયા અને આ પડકારો આજ સુધી અસ્તિત્વ ધરાવે છે.

1962માં ચીને ભારત પર હુમલો કર્યો હતો. ચીનના હુમલાનાં લગભગ ત્રણ વર્ષ પછી પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો, પરંતુ તેનું મૂલ્યાંકન ખોટું સાબિત થયું.

પાકિસ્તાનનું મૂલ્યાંકન ખોટું સાબિત થયું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઑપરેશન સિંદૂર, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારે પાકિસ્તાનને લાગ્યું હતું કે ચીન સાથેના યુદ્ધના કારણે ભારતનું મનોબળ નબળું પડી ગયું છે, એ સ્થિતિમાં તેને હરાવી શકાય છે. પરંતુ, પાકિસ્તાન પોતાનો હેતુ સિદ્ધ ન કરી શક્યું. 1965ના યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની સૈન્ય મદદ નહોતી કરી, પરંતુ ભારતને તેનું સહેજે સમર્થન પણ નહોતું.

1971ના યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરી હતી. એટલે સુધી કે અમેરિકન યુદ્ધજહાજ યુએસએસ એન્ટરપ્રાઇઝ વિયેતનામથી બંગાળની ખાડીમાં પહોંચી ગયું હતું. કહેવાય છે કે, અમેરિકાએ સોવિયેટ યુનિયનને સંદેશ આપવા માટે એવું કર્યું હતું કે અમેરિકા, જરૂર પડે તો પાકિસ્તાનને મદદ કરી શકે છે.

જોકે, અમેરિકાએ સીધા હસ્તક્ષેપનો કોઈ આદેશ નહોતો આપ્યો, પરંતુ ડિપ્લોમૅટિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે પાકિસ્તાનની સાથે હતું.

1971ના ઑગસ્ટ મહિનામાં ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘ઇન્ડિયા-સોવિયેટ ટ્રીટી ઑફ પીસ, ફ્રૅન્ડશિપ ઍન્ડ કો-ઑપરેશન’ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ સોવિયત યુનિયને ભારતને આશ્વાસન આપ્યું હતું કે યુદ્ધની સ્થિતિમાં તે રાજદ્વારી અને હથિયાર, બંને રીતે સમર્થન આપશે.

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધ પૂર્વી પાકિસ્તાનમાં ઊભા થયેલા માનવીય સંકટના કારણે થયું હતું. આ યુદ્ધ પછી જ પૂર્વી પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું હતું. એટલે કે, ભારત, પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી નાખવામાં સફળ રહ્યું હતું.

પાકિસ્તાન પશ્ચિમનું સહયોગી હતું ત્યારે પણ ભારત સામેના દરેક યુદ્ધમાં તેણે હારનો સામનો કરવો પડ્યો. ભારત વિરુદ્ધ પાકિસ્તાનને માત્ર પશ્ચિમનું સમર્થન જ નહોતું મળ્યું, બલકે, ખાડીના ઇસ્લામિક દેશો પણ તેની સાથે હતા. શીતયુદ્ધ સમાપ્ત થયાનાં લગભગ 9 વર્ષ પછી 1999માં પાકિસ્તાને એક વાર ફરી કારગિલમાં હુમલો કર્યો; અને આ વખતે પણ તેણે પીછેહટ કરવી પડી હતી.

ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઑપરેશન સિંદૂર, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

આ ત્રણ યુદ્ધો પછી દુનિયા સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. સોવિયત સંઘ ઘણા ભાગમાં વહેંચાઈ ગયું અને હવે રશિયા વધ્યું છે. પરંતુ દુનિયા બે ધ્રુવીયમાંથી એક ધ્રુવીય થઈ ગઈ અને ચીન હવે બીજા ધ્રુવની મજબૂત દાવેદારી કરી રહ્યું છે.

બીજી તરફ ભારત પણ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. બદલાતી દુનિયામાં ભારતનું પણ પોતાનું એક સ્થાન છે; પરંતુ, પાકિસ્તાન આર્થિક મોરચે હજુ પણ સાઉદી અરેબિયા, ચીન અને વૈશ્વિક સંસ્થાઓ પર નિર્ભર છે.

અમેરિકાને હવે અફઘાનિસ્તાનમાં કોની સરકાર છે, તેની સાથે ખાસ કશી લેવાદેવા નથી. એ સ્થિતિમાં તેને પાકિસ્તાનની પણ પહેલાં જેવી જરૂર નથી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બે દેશોનું એકબીજાની અર્થવ્યવસ્થામાં કેટલું યોગદાન છે, એ મુદ્દા પર પણ હવે બે દેશના સંબંધ કેટલા ગાઢ અને પારસ્પરિક છે, એ વાત નિર્ભર રહે છે. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ—અમેરિકા અને ચીન—સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડૉલર કરતાં વધારેનો છે, જ્યારે ખાડીના મહત્ત્વના દેશ યુએઇ સાથે પણ ભારતનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડૉલરની પાર પહોંચી ચૂક્યો છે. બીજી તરફ, સાઉદી અરેબિયા સાથે પણ ભારતનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર લગભગ 50 અબજ ડૉલર સુધી પહોંચી ચૂક્યો છે.

ફેબ્રુઆરી 2022માં યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી રશિયા સાથેનો ભારતનો દ્વિપક્ષીય વેપાર પણ વધીને 65 અબજ ડૉલરથી વધારેનો થઈ ચૂક્યો છે. ભારતના ત્રણ સૌથી મોટા ટ્રેડ પાર્ટનર અને સાઉદી અરેબિયા કાં તો પાકિસ્તાનના મિત્ર છે, અથવા તો મિત્ર હતા.

પરંતુ, પાકિસ્તાન સાથે આ દેશોનો દ્વિપક્ષીય વેપાર કંઈ ખાસ નથી.

તુર્કી કોની સાથે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઑપરેશન સિંદૂર, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ પણ દેશ એવું નહીં ઇચ્છે કે પાકિસ્તાન માટે ભારત જેવા મોટા બજારની ઉપેક્ષા કરવામાં આવે. જ્યારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના મુદ્દે સાઉદી અરેબિયાએ ભારતનો વિરોધ ન કર્યો, ત્યારે પાકિસ્તાનના વિશ્લેષકોનું એમ કહેવું હતું કે ભારત સાથે તેનાં વેપારી હિતો જોડાયેલાં છે.

એટલે સુધી કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, હિન્દુત્વની છબી ધરાવતા પીએમ મોદીને મોટાભાઈ કહે છે.

શીતયુદ્ધ પછી બદલાયેલી દુનિયામાં ભારતની પ્રાસંગિકતા વધી છે, જ્યારે પાકિસ્તાન પોતાની જૂની શાખ બચાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આદાન-પ્રદાનના સંબંધોને વધારે પ્રોત્સાહન મળ્યું. એટલે કે, તમે અમેરિકા પાસેથી કેટલું ખરીદો છો અને કેટલું વેચો છો એ વધારે મહત્ત્વ ધરાવે છે, નહીં કે શીતયુદ્ધમાં કોણ સાથે હતું અને કોણ વિરોધમાં.

ટ્રમ્પ તો એટલે સુધી ઇચ્છે છે કે રશિયા સાથે પણ સંબંધ સારા હોય. પરંતુ, પાકિસ્તાન હજુ જે આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યું છે તેમાં ખરીદવાની કે વેચવાની ખાસ એવી કોઈ શક્યતા રહી નથી.

ભારત અને પાકિસ્તાન, બંને પરમાણુશક્તિસંપન્ન દેશ છે અને વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સ્તરે બંને દેશોને શાંતિમંત્રણાની અપીલ કરવામાં આવી રહી છે. દુનિયાભરના દેશોની આ અપીલોમાંથી એક વાત સમજાઈ રહી છે કે કોણ પાકિસ્તાન માટે સહાનુભૂતિ ધરાવે છે અને કોની સહાનુભૂતિ ભારતની સાથે છે; સાથે જ, કોણ સંપૂર્ણ તટસ્થ છે.

ગુરુવારે રાત્રે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “ભારત અને પાકિસ્તાનમાં વધતા તણાવથી અમે ચિંતિત છીએ. આ તણાવ યુદ્ધમાં પલટાઈ શકે છે. મિસાઇલ હુમલાના કારણે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોના જીવ જાય છે. પાકિસ્તાન અને અહીંના લોકો અમારા ભાઈ જેવા છે અને અમે તેમના માટે અલ્લાહને દુઆ કરીએ છીએ.”

સાઉદી અને ઈરાનના મંત્રીઓ ભારતના પ્રવાસે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઑપરેશન સિંદૂર, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, ANI

અર્દોઆને કહ્યું, “પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે ફોન પર મારી વાત થઈ છે. મારું માનવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભયાનક આંતકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ થવી જોઈએ. કેટલાક લોકો આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે, પરંતુ તુર્કી તણાવ ઘટાડવા અને સંવાદ શરૂ કરવાનું હિમાયતી છે. પરિસ્થિતિ વણસે તે પહેલાં અમે ઇચ્છીએ છીએ કે બંને દેશ વચ્ચે વાતચીત શરૂ થાય.”

અર્દોઆને જે કહ્યું તે પાકિસ્તાનના લાઇનનું સમર્થન છે.

પાકિસ્તાન પણ માગણી કરી રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પહલગામ હુમલાની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત, અર્દોઆને માત્ર પાકિસ્તાનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને ત્યાંના લોકોને ભાઈ સમાન ગણાવ્યા છે.

અર્દોઆનના હાથમાં જ્યારથી તુર્કીની કમાન આવી છે, ત્યારથી પાકિસ્તાન સાથે સૈન્યસ્તરીય સંબંધ વધ્યા છે અને ભારત સાથેનું અંતર વધ્યું છે.

તુર્કી અને પાકિસ્તાન, બંને સુન્ની મુસ્લિમ બહુલ દેશ છે અને બંને, ઇસ્લામી દેશોમાં એકતાની વાત કરતા રહ્યા છે. તેમ છતાં, ભારત અને તુર્કી વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 10 અબજ ડૉલરને પાર કરી ગયો છે, જ્યારે પાકિસ્તાન સાથે માંડ કરીને એક અબજ ડૉલરને જ પાર કરી શક્યો છે.

બીજી તરફ, સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ-ઝુબૈર ગુરુવારે અચાનક ભારત પહોંચ્યા હતા. અદેલ અલ-ઝુબૈરનો આ અઘોષિત પ્રવાસ હતો. ગુરુવારે ઝુબૈરે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી. કહેવાય છે કે, અહીંથી અદેલ પાકિસ્તાન જશે.

ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચી પણ ભારત આવ્યા હતા. આ પહેલાં ઈરાની વિદેશમંત્રી પાકિસ્તાન ગયા હતા. અરાગચીનો પ્રવાસ પહેલાંથી જ નક્કી હતો.

અદેલ અલ-ઝુબૈરનું અચાનક ભારત આવવું અને પીએમ મોદીને મળવું અસામાન્ય મનાય છે. પીએમ મોદી પણ સાઉદી અરેબિયાના પ્રવાસે હતા, ત્યારે જ પહલગામમાં 22 એપ્રિલે હુમલો થયો હતો અને 26 પર્યટકો માર્યા ગયા હતા. આ હુમલા પછી પીએમ મોદીએ પોતાનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.

સાઉદી અને ઈરાન શું કરવા માગે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઑપરેશન સિંદૂર, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, @DrSJaishankar

અદેલ અલ-ઝુબૈર સાથેની મુલાકાત પછી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર લખ્યું, “સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ-ઝુબૈર સાથેની વાતચીત સારી રહી. આંતકવાદનો દૃઢતાપૂર્વક સામનો કરવા અંગેના ભારતના વિચાર તેમને કહેવામાં આવ્યા.”

સાઉદી અરેબિયાએ 30 એપ્રિલે એક નિવેદન બહાર પાડીને બંને દેશોને શાંતિની અપીલ કરી હતી અને બધા વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવાનું સૂચન કર્યું હતું. સાઉદી અરબના નિવેદનથી ક્યાંય એવું ન લાગ્યું કે તેઓ કોઈ એકની સાથે ઊભા છે.

હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે, એ સંજોગોમાં સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી ગુરુવારે ભારત પહોંચ્યા હતા. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને સાથ આપ્યો છે.

એ પછી 1971નું યુદ્ધ હોય કે 1965નું. મે 1998માં પાકિસ્તાન જ્યારે એવું નક્કી કરતું હતું કે ભારતનાં પાંચ પરમાણુ પરીક્ષણોનો જવાબ આપે કે નહીં, ત્યારે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને દરરોજ 50 હજાર બૅરલ તેલ મફત આપવાનો વાયદો કર્યો હતો.

સાઉદી અરેબિયા પણ શીતયુદ્ધમાં પશ્ચિમી છાવણીમાં હતું અને એ સ્થિતિમાં પાકિસ્તાન સાથે તેની નિકટતામાં કશી અસહજતા નહોતી. પરંતુ, હવે દુનિયા બદલાઈ ગઈ છે. પાકિસ્તાનને લઈને પશ્ચિમી વલણ પણ બદલાઈ ગયું છે. ભારત પશ્ચિમનું નિકટતમ બન્યું છે અને પાકિસ્તાન માટેનો અવિશ્વાસ વધ્યો છે. આ સ્થિતિમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધોને પણ અસર થઈ છે.

કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાનું વલણ પાકિસ્તાનની સાથે હતું, પરંતુ ઑગસ્ટ 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો ત્યારે સાઉદી અરેબિયાનું વલણ બિલકુલ તટસ્થ હતું. ત્યારે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારમાં વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સાઉદીની ટીકા પણ કરી હતી.

ઈરાન કોની સાથે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ઑપરેશન સિંદૂર, અમેરિકા, ભારત, પાકિસ્તાન, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, @DrSJaishankar

ઈરાન પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની લાઇનનું સમર્થન કરતું રહ્યું છે. એટલે સુધી કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામૈની ભારતના મુસલમાનોની બાબતમાં પણ મુખર રહ્યા છે. પરંતુ, પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાનમાં વધેલા તણાવને ઘટાડવા માટે ઈરાન મધ્યસ્થીની કોશિશ કરી રહ્યું છે. પહલગામ હુમલા પછી ઈરાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવમાં કોઈ એક દેશનો પક્ષ નથી લેતું.

ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ પોતાના પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી છે.

આ મુલાકાતો પછી બહાર પડાયેલા નિવેદનમાં ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું, “ભારત અને ઈરાન વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે. બંને દેશના જૉઇન્ટ કમિશનની 20મી બેઠક યોજાઈ. બંને દેશ વચ્ચે આર્થિક ભાગીદારી વધારવાની સોનેરી તક છે. ચાબહાર પૉર્ટ મુદ્દે પણ અનેક સ્તરે વાત થઈ. આ ઉપરાંત, દક્ષિણ એશિયામાં સ્થિરતા અને સુરક્ષાના મહત્ત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલના તણાવને સંવાદ દ્વારા ઘટાડવો જોઈએ.”

ઈરાનના વિદેશમંત્રીએ એવું કશું ન કહ્યું જેનાથી એવો સંદેશ પહોંચ્યો હોય કે ઈરાન પાકિસ્તાન કે ભારતની સાથે છે.

ઈરાનનું આ વલણ એવા સમયે છે, જ્યારે ઇઝરાયલ ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરી રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાનની દુશ્મની કોઈનાથી છૂપી નથી. ભારતમાં ઇઝરાયલના રાજદૂત ઘણી વાર કહી ચૂક્યા છે કે ભારતને આત્મરક્ષા કરવાનો અધિકાર છે.

બીજી તરફ, ફ્રાન્સે પણ કહ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે. ચીને પાકિસ્તાનમાં ભારતની સૈન્ય કાર્યવાહી અંગે ખેદ વ્યક્ત કર્યો હતો, પરંતુ આતંકવાદની પણ નિંદા કરી હતી. રશિયાએ પણ કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે.

અમેરિકાએ પણ સ્પષ્ટપણે આતંકવાદની નિંદા કરી છે અને બંને દેશોને સંવાદની અપીલ કરી છે. બીજી તરફ, નિકી હેલી જેવાં નેતા ભારતનું ખુલ્લું સમર્થન કરી રહ્યાં છે. બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે ભારતની સૈન્ય કાર્યવાહીનું સમર્થન કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS