Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારત-પાકિસ્તાન વચ્ચે ગોળીબાર રોકાયા બાદ લગ્ન થયાં, સ્વજનો શું બોલ્યાં?

2 કલાક પહેલા

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત બાદ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણરેખા પાસે જનજીવન ફરી પાટે ચડવાનું શરૂ થઈ ચૂક્યું છે.

પરંતુ સંઘર્ષવિરામના બીજા જ દિવસે એક નવયુગલે સહજીવનની નવી શરૂઆત પણ કરી.

ભારત-પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણરેખા એટલે કે લાઇન ઑફ કંટ્રોલ પર સંઘર્ષવિરામ પહેલાં ત્રણ-ચાર દિવસ સુધી તણાવ અને ભયનો માહોલ હતો.

પરંતુ હવે જ્યારે ક્ષેત્રમાં શાંતિ પરત ફરી રહી છે ત્યારે એલઓસીથી અમુક મીટરના અંતરે જ લગ્નનાં દૃશ્યો પણ જોવા મળી રહ્યાં છે.

આ નવયુગલનાં લગ્ન પહેલાંથી જ થઈ ચૂક્યાં હતાં, પરંતુ દુલ્હો દુલ્હનને પોતાના ઘરે નહોતો લઈ આવ્યો. અંતે જ્યારે સંઘર્ષવિરામના સમાચાર પરિવારજનોને મળ્યા ત્યારે જ આ વિધિ સંપન્ન થઈ શકી.

જુઓ, બીબીસીનો આ ખાસ અહેવાલ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત-પાકિસ્તાન, એલઓસી, બીબીસી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS