Source : BBC NEWS
મલકા અને મોસમ: ‘ગોતીલો…’થી વિખ્યાત જોડિયાં બહેનોની સંગીતયાત્રાના સુમધુર કિસ્સાઓ
એક કલાક પહેલા
અમદાવાદની ગાયિકા બેલડી એટલે મોસમ અને મલકા મહેતા. આ બંને સગી બહેનો છે. કોઈ એને સીતા-ગીતા કહે છે તો કોઈ તો વળી એમને તાના-રીરી પણ કહે છે.
આ બંને જોડીયા બહેનો સંગીતને આકંઠ પ્રેમ કરે છે. સંગીત બંને બહેનોના લોહીમાં વહે છે.
ફિલોસોફીમાં એક જ ગાઈડના માર્ગદર્શન નીચે પીએચડી સુધી ભણનારી આ બંને બહેનોને સંગીતનો સે જોડી રાખે છે.
આદિત્ય ગઢવી સાથે સૌમ્ય જોશી રચિત પ્રખ્યાત ગીત ‘ગોતી લો…’માં પણ બંને બહેનોએ પોતાના સૂર રેલાવ્યા છે.
પરંપરાગત ગીતોથી ગરબા સુધી આ બંને બહેનોની ગાયિકીનો વ્યાપ વિસ્તરેલો છે. આ બંને બહેનોની સંગીત યાત્રાના સૂરમધુર કિસ્સાઓ જાણવા માટે જુઓ આ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS