Home તાજા સમાચાર gujrati મહાકુંભમાં આવનારા અખાડા શું છે, એ કેવી રીતે બન્યા અને મહામંડલેશ્વર કોણ...

મહાકુંભમાં આવનારા અખાડા શું છે, એ કેવી રીતે બન્યા અને મહામંડલેશ્વર કોણ બની શકે?

2
0

Source : BBC NEWS

પ્રયાગરાજ અલ્લાહબાદ કુંભમેળો 2025, કુંભ મેળામાં શું કરવું અને શું ન કરવું,  ઉજ્જૈન કુંભમેળો, હરિદ્વાર કુંભમેળો, નાસિક કુંભમેળો, મહામંડલેશ્વર કોણ હોય, કુંભ 12 વર્ષે કેમ યોજાય છે, સિંહસ્થ કુંભ, સાધુઓ શાહી સ્નાન, સાધુઓ અમૃત સ્નાન, મૌની અમાવસ્યા સ્નાન, પેશવાઈ, શોભાયાત્રા

ઇમેજ સ્રોત, Getty Images

17 જાન્યુઆરી 2025

અપડેટેડ 5 કલાક પહેલા

પ્રયાગરાજમાં કુંભમેળો શરૂ થઈ ગયો છે. ધાર્મિક લોકો સહિતના અનેક શ્રદ્ધાળુઓ કુંભમેળામાં આવે છે અને ત્રિવેણીસંગમ પર ડૂબકી લગાવે છે.

યુનેસ્કો દ્વારા વર્ષ 2016માં કુંભને ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.

લગભગ પચાસ દિવસ સુધી ચાલનારા ‘વિશ્વના સૌથી મોટા’ ધાર્મિક મેળાવડાના કેન્દ્રમાં સાધુસંતોના અખાડા હોય છે.

દરમિયાન શાહી સવારી, રથ, હાથી, ઘોડા, ઊંટ, બૅન્ડવાજાં, નાગા સાધુઓના અંગકસરતનાં કરતબો, બંદૂક, તલવાર અને ભાલાનાં પ્રદર્શન પણ થાય છે.

ત્યારે સવાલ એ છે કે અખાડા શું છે ? કેટલા અખાડા છે અને તેમનું શું મહત્ત્વ છે? કોઈ પણ કુંભમાં જતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું?

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

અખાડાઓનો ઇતિહાસ શું છે?

પ્રયાગરાજ અલ્લાહબાદ કુંભમેળો 2025, કુંભ મેળામાં શું કરવું અને શું ન કરવું,  ઉજ્જૈન કુંભમેળો, હરિદ્વાર કુંભમેળો, નાસિક કુંભમેળો, મહામંડલેશ્વર કોણ હોય, કુંભ 12 વર્ષે કેમ યોજાય છે, સિંહસ્થ કુંભ,  સાધુઓ શાહી સ્નાન, સાધુઓ અમૃત સ્નાન, મૌની અમાવસ્યા સ્નાન, પેશવાઈ, શોભાયાત્રા

અખાડા એક પ્રકારે હિંદુઓના ધાર્મિક મઠ છે. શરૂઆતના સમયમાં માત્ર ચાર મુખ્ય અખાડા હતા. એ પછી વૈચારિક મતભેદો થતાં તેમાં વિભાજન થતું ગયું. આજે પંદર જેટલા મુખ્ય અખાડા છે.

જેમાં 13 પરંપરાગત અખાડા ઉપરાંત મહિલાઓ તથા કિન્નરોના અખાડાનો પણ સમાવેશ થાય છે.

અખાડા પોત-પોતાના નિયમ અને પરંપરા મુજબ શિષ્યોને દીક્ષિત કરે છે અને તેમને ઉપાધિ પણ આપે છે.

એવું માનવામાં આવે છે કે આદિ શંકરાચાર્યે બૌદ્ધ ધર્મનો પ્રસાર અટકાવવા માટે આ અખાડાઓની સ્થાપના કરી હતી અને જે શાસ્ત્રથી ન માન્યા, તેમને શસ્ત્રોથી મનાવવામાં આવ્યા.

જોકે, આદિ શંકરાચાર્યે જ અખાડાઓની શરૂઆત કરાવી હોવાનાં ઐતિહાસિક પ્રમાણ નથી મળતાં. તેમનો જીવનકાળ આઠમીથી નવમી સદી આસપાસનો હતો.

અખાડાઓની સ્થાપના અંગે અનેક પ્રકારની કહાણીઓ અને દાવા પ્રવર્તે છે, પરંતુ તેના વિશે કશું નક્કરપણે કહેવું મુશ્કેલ છે.

નિર્મોહી અની અખાડા, નિર્વાણી અની અખાડા, દિગંબર અની અખાડા, જૂના અખાડા, આવાહન અખાડા, પંચઅગ્નિ અખાડા, તપોનિધિ નિરંજની અખાડા, પંચાયતી અખાડા મહાનિર્વાણી, આઠલ અખાડા, બડા ઉદાસિન અખાડા નિર્વાણ, નયા ઉદાસીન અખાડા નિર્વાણ તથા નિર્મલ અખાડા મુખ્ય છે.

આ અખડા મુખ્યત્વે ત્રણ સમૂહમાં વહેંચાયેલા છે. જે લોકો શિવની ભક્તિ કરે છે તે શૈવ, વિષ્ણુના ભક્તો બૈરાગી (કે વેરાગી) અને ત્રીજો સંપ્રદાય ઉદાસીન પંથ કહેવાય છે.

ઉદાસીન પંથના સભ્યો ગુરુ નાનકની વાણીથી ખૂબ જ પ્રેરિત છે. તેઓ પંચતત્ત્વ એટલે કે ધરતી, અગ્નિ, વાયુ, જળ અને આકાશની ઉપાસના કરે છે.

તેમાંથી આવાહ્ન અખાડા, અટલ અખાડા, મહાનિર્વાણી અખાડા, આનંદ અખાડા, નિર્મોહી અખાડા, દશનામી, નિરંજની તથા જૂના અખાડાના પોત-પોતાના ઇતિહાસ પણ સદીઓ પુરાણા છે. તેમના પોતાનાં વિધિ-વિધાન અને નિયમ છે.

અખાડાઓ વચ્ચે સંઘર્ષ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અખાડાના મુખ્યમથક ભારતનાં અલગ-અલગ શહેરોમાં છે, પરંતુ કુંભમેળા સમયે તેઓ એકઠાં થાય છે.

અખાડાઓ પોતાને હિંદુધર્મના રક્ષક તરીકે જુએ છે, છતાં ઘણી વખત તેમની વચ્ચે પરસ્પર પણ હિંસક સંઘર્ષ થયા છે. કોનો તંબુ ક્યાં લાગશે અથવા તો કોણ પહેલાં સ્નાન કરશે, જેવા મુદ્દે હિંસા થતી.

વર્ષ 1772માં મરાઠાકાળ દરમિયાન પેશ્વાઓની દરમિયાનગીરીથી નાસિકમાં યોજાનારા કુંભમેળા દરમિયાન વૈષ્ણવ અખાડા નાસિકમાં તથા શૈવ અખાડા ત્ર્યંબકેશ્વરમાં સ્નાન કરે છે.

ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ. અશોક ત્રિપાઠીએ ‘નાગા સન્યાસીઓના ઇતિહાસ’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં (પેજ 257) પર લખે છે કે : નાગા સાધુઓ વચ્ચે સ્નાનના ક્રમને લઈને ખૂની સંઘર્ષ થતા એટલે અંગ્રેજોએ સ્નાન અંગે નિયમ બનાવીને તેનો કડકાઈપૂર્વક અમલ કરાવ્યો.

અંગ્રેજોએ તમામ અખાડાઓની યાદી બનાવીને કોણ ક્યારે સ્નાન કરશે તે નક્કી કર્યું.

કેટલાક સાધુઓનું માનવું છે કે સ્નાનના મુદ્દે તેમની વચ્ચે ક્યારેય હિંસા નહોતી થઈ, પરંતુ રાવટી નાખવા મુદ્દે કે ધનપ્રદર્શનની બાબતે ‘ખૂંટાની લડાઈ’ થતી.

સ્વતંત્રતા બાદ વર્ષ 1954માં કુંભમેળો યોજાયો હતો. જેમાં નાસભાગ મચી હતી. ભવિષ્યમાં ટક્કર અને અવ્યવસ્થાને ટાળવા માટે અખાડા પરિષદની સ્થાપના કરવામાં આવી. જેમાં દરેક અખાડાના બે-બે પ્રતિનિધિ હોય છે.

આ પરિષદ પરસ્પર સમન્વયથી કામ કરે છે. દેશમાં ટીવી પર જોવા મળતા કે લોકપ્રિય એવા અનેક બાબા, સંત, મહંત કે ધર્મુગુરુઓને અખાડા પરિષદ માન્યતા નથી આપતું.

અમુક વર્ષો પહેલાં અખાડા પરિષદે નકલી બાબાઓ અને સ્વયંભૂ શંકરાચાર્યોની યાદી બહાર પાડીને તેમને ‘પાખંડી’ ગણાવ્યા હતા.

મહામંડલેશ્વર શું છે અને કોણ બની શકે?

પ્રયાગરાજ અલ્લાહબાદ કુંભમેળો 2025, કુંભ મેળામાં શું કરવું અને શું ન કરવું,  ઉજ્જૈન કુંભમેળો, હરિદ્વાર કુંભમેળો, નાસિક કુંભમેળો, મહામંડલેશ્વર કોણ હોય, કુંભ 12 વર્ષે કેમ યોજાય છે, સિંહસ્થ કુંભ,  સાધુઓ શાહી સ્નાન, સાધુઓ અમૃત સ્નાન, મૌની અમાવસ્યા સ્નાન, પેશવાઈ, શોભાયાત્રા

ઇમેજ સ્રોત, Ankit Srinivas

કોઈ પણ અખાડામાં મહામંડલેશ્વરએ મહત્ત્વપૂર્ણ પદ હોય છે. મંડલેશ્વર, કોઠારી, સેનાપતિ વગેરે જેવા સહાયકો દ્વારા તેઓ અખાડા તથા તેને અધીન રહેલી મઢીઓનું સંચાલન કરે છે.

મહામંડલેશ્વર બનનારી વ્યક્તિમાં વૈરાગ્ય હોય તે જરૂરી છે, આ સિવાય તેણે સંન્યાસ લીધેલો હોવો જોઈએ. ઘર-પરિવાર સાથે તેનો સંબંધ ન હોવો જોઈએ.

મહામંડલેશ્વર બનવા માટે કોઈ આયુષ્ય મર્યાદા નથી હોતી. કોઈ વ્યક્તિ યુવાવસ્થામાં કે વાનપ્રસ્થાશ્રમમાં (75 વર્ષ પછી) પણ મહામંડલેશ્વર બની શકે છે.

તેમને સંસ્કૃત, વેદ-પુરાણનું જ્ઞાન હોય તે જરૂરી છે. આ સિવાય તેમણે જાહેર ભાષણ અને કથાઓ કરવાનાં હોય છે. આ માટે અખાડાઓ દ્વારા પરીક્ષા પણ લેવામાં આવે છે.

મંડલેશ્વરનું મુખ્ય કામ દેશના ખૂણે-ખૂણે સનાતન ધર્મનો પ્રચાર કરવાનું, માર્ગ ભૂલેલી માનવતાને યોગ્ય રસ્તે વાળવાનું તથા પોતાના જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું છે.

મહામંડલેશ્વર પોતે શિષ્યની નિમણૂક કરી શકે છે તથા અખાડાના સભ્યોને ઉપાધિ આપી શકે છે તથા તેમની પદોન્નતિ કરી શકે છે.

મહામંડલેશ્વરને કોઈ પ્રત્યક્ષ આર્થિક લાભ નથી થતો, પરંતુ તેઓ લોકોની વચ્ચે વિચરણ કરે છે અને સમાજના અલગ-અલગ તબક્કા સાથે સંપર્ક સાધે છે.

કુંભના શાહી સ્નાન રમિયાન મહામંડલેશ્વર રથ પર સવાર થઈને નીકળે છે. કુંભમાં તેમના માટે વીઆઈપી વ્યવસ્થા હોય છે.

તેમની સુરક્ષા વિશેષ વ્યવસ્થા હોય છે. નેતાઓ અને અધિકારીઓ તેમની આગળ-પાછળ ફરે છે.

જોકે ભૂતકાળમાં કેટલાકને મહામંડલેશ્વર જાહેર કર્યા બાદ અખાડાઓએ પીછેહઠ કરી હોવાના કિસ્સા પણ નોંધાયા છે.

સ્નાનનો ક્રમ કેવી રીતે નક્કી થાય?

પ્રયાગરાજ અલ્લાહબાદ કુંભમેળો 2025, કુંભ મેળામાં શું કરવું અને શું ન કરવું,  ઉજ્જૈન કુંભમેળો, હરિદ્વાર કુંભમેળો, નાસિક કુંભમેળો, મહામંડલેશ્વર કોણ હોય, કુંભ 12 વર્ષે કેમ યોજાય છે, સિંહસ્થ કુંભ,  સાધુઓ શાહી સ્નાન, સાધુઓ અમૃત સ્નાન, મૌની અમાવસ્યા સ્નાન, પેશવાઈ, શોભાયાત્રા

ઇમેજ સ્રોત, Ankit Srinivas

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી નદીના સંગમસ્થળે, ઉત્તરાખંડના હરિદ્વારમાં ભાગીરથી નદીના તટે, મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે અને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શીપ્રા નદીના કાંઠે કુંભમેળાનું આયોજન થાય છે.

ત્યાં પોષ પૂર્ણિમા, મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા વસંતપંચમી, માઘ પૂર્ણિમા અને મહા શિવરાત્રીના દિવસે સ્નાનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અગાઉ આવાં સ્નાનોને ‘શાહી સ્નાન’ તરીકે ઓળખવામાં આવતાં, જેને હવે ‘અમૃત સ્નાન’ તરીકે ઓળખવામાં આવે છે.

સાધુઓ તેમના સરઘસ સાથે કુંભના સ્થળે પહોંચે છે, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થાય છે, જેને ‘પેશવાઈ’ કહેવામાં આવે છે. વર્ષ 2025ના કુંભ સમયમાં ઉત્તર પ્રદેશ સરકારે તેને ‘નગરપ્રવેશ’ નામ આપ્યું.

આ સરઘસ સાથે વિવિધ અખાડાના સાધુ-સંતો હાથી, ઘોડા, ઊંટ, પાલખી કે એસયુવીમાં કુંભનગરીમાં પ્રવેશ કરે છે.

ડૉ. ત્રિપાઠી તેમના પુસ્તકમાં લખે છે, (પૃષ્ઠ 257- ’58) હરિદ્વારમાં નિરંજની અખાડો, જૂના, આહ્વાન અને આનંદ અખાડા સાથે શોભાયાત્રાનું નેતૃત્વ કરે છે. નિર્વાણી અને અટલ અખાડા તેમનું અનુસરણ કરે છે. એ પછી વૈરાગી અને ઉદાસીન અખાડા સ્નાન માટે નીકળે છે.

પ્રયાગરાજમાં નિર્વાણીની સાથે અટલ અખાડો શોભાયાત્રાનું નેતૃત્વ કરે છે. નિરંજની, જૂના તથા આનંદ અખાડા તેમનું અનુસરણ કરે છે. તેમની પાછળ વૈરાગી, ઉદાસીન નયા પંચાયતી, ઉદાસીન બડા પંચાયતી અને નિર્મલ અખાડા ક્રમશઃ ચાલે છે. ઉજ્જૈનમાં શીપ્રા નદીના કિનારે પણ પ્રયાગરાજ જેવો જ ક્રમ રહે છે.

શોભાયાત્રામાં સૌથી આગળ એક નાગા સાધુ પોતાના અખાડાનો ધ્વજ લઈને ચાલે છે. તેમને જોવા માટે બંને બાજુએ મોટી ભીડ રહે છે. આ સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રે વિશેષ જહેમત ઉઠાવવી પડે છે.

આ દરમિયાન વીઆઈપી તથા વીવીઆઈપી લોકોને કુંભની મુલાકાત ન લેવા માટે જણાવવામાં આવે છે.

શું કરવું અને શું નહીં?

પ્રયાગરાજ અલ્લાહબાદ કુંભમેળો 2025, કુંભ મેળામાં શું કરવું અને શું ન કરવું,  ઉજ્જૈન કુંભમેળો, હરિદ્વાર કુંભમેળો, નાસિક કુંભમેળો, મહામંડલેશ્વર કોણ હોય, કુંભ 12 વર્ષે કેમ યોજાય છે, સિંહસ્થ કુંભ,  સાધુઓ શાહી સ્નાન, સાધુઓ અમૃત સ્નાન, મૌની અમાવસ્યા સ્નાન, પેશવાઈ, શોભાયાત્રા

ઇમેજ સ્રોત, Ankit Srinivas

કરોડો શ્રદ્ધાળુઓ ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિની ભાવનાથી કુંભમેળામાં સ્નાનાર્થે આવે છે. જેના કારણે ભારે ભીડ થાય છે. આ દરમિયાન પરિવારજનો કે આપ્તજનો એકબીજાથી છૂટા પડી જાય છે કે આરોગ્ય કે વ્યવસ્થાલક્ષી સમસ્યાઓ પણ ઊભી થાય છે.

કુંભની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, કુંભમેળા માટે આવતા શ્રદ્ધાળુઓએ નીચેની કેટલીક બાબતો ધ્યાને લેવી જોઈએ.

શું કરવું?

  • તંત્ર દ્વારા નિર્ધારિત સ્થળોએ જ સ્નાન કરવું
  • કુંભમેળા માટે ખૂબ જ ઓછો અને હળવો સામાન સાથે લેવો
  • કોઈ નિયમિત દવાઓ લેવાની હોય તો તે પૂરતા પ્રમાણમાં સાથે રાખવી
  • ભોજન, આરોગ્ય અને તત્કાલીન સેવાઓના સ્થાન ધ્યાને રાખો
  • ઇમર્જન્સીના ફોનનંબર્સ હાથવગાં રાખો
  • તંત્ર દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયો, મૂત્રાલયો તથા કચરાપેટીનો જ ઉપયોગ કરો
  • જો કોઈ સંદિગ્ધ કે બિનવારસી વસ્તુ મળે તો તંત્રનું ધ્યાન દોરો
  • તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો અને જાહેરાતો, મૌખિક સૂચનાઓ અને પ્રેસવિજ્ઞપ્તી પર ધ્યાન આપો અને તે મુજબ અનુસરણ કરો
પ્રયાગરાજ અલ્લાહબાદ કુંભમેળો 2025, કુંભ મેળામાં શું કરવું અને શું ન કરવું,  ઉજ્જૈન કુંભમેળો, હરિદ્વાર કુંભમેળો, નાસિક કુંભમેળો, મહામંડલેશ્વર કોણ હોય, કુંભ 12 વર્ષે કેમ યોજાય છે, સિંહસ્થ કુંભ,  સાધુઓ શાહી સ્નાન, સાધુઓ અમૃત સ્નાન, મૌની અમાવસ્યા સ્નાન, પેશવાઈ, શોભાયાત્રા

શું ન કરવું?

  • બિનજરૂરી ભોજનસામગ્રી, કપડાં અને કિંમતી વસ્તુઓ સાથે ન રાખવી
  • અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો તથા બિનઅધિકૃત લોકો પાસેથી ભોજન ન લો
  • નદીમાં મર્યાદિત સીમાથી આગળ ન વધવું
  • નદીમાં પૂજાસામગ્રી ન પધરાવો, સાબુ-ડિટર્જન્ટ કે કેમિકલવાળી સામગ્રીનો ઉપયોગ ન કરો
  • જો કોઈ ચેપી બીમારી થઈ હોય તો ભીડવાળા વિસ્તારમાં ન પ્રવેશો
  • જે શહેરમાં કુંભ યોજાયો હોય ત્યાં અથવા તો કુંભનગરીમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન પ્રવેશે
  • જાહેરમાં શૌચ, મૂત્રવિસર્જન કે ગંદકી ન ફેલાવો

કુંભ 12 વર્ષે કેમ?

પ્રયાગરાજ અલ્લાહબાદ કુંભમેળો 2025, કુંભ મેળામાં શું કરવું અને શું ન કરવું,  ઉજ્જૈન કુંભમેળો, હરિદ્વાર કુંભમેળો, નાસિક કુંભમેળો, મહામંડલેશ્વર કોણ હોય, કુંભ 12 વર્ષે કેમ યોજાય છે, સિંહસ્થ કુંભ,  સાધુઓ શાહી સ્નાન, સાધુઓ અમૃત સ્નાન, મૌની અમાવસ્યા સ્નાન, પેશવાઈ, શોભાયાત્રા

ઇમેજ સ્રોત, Ankit Srinivas

તેલુગુ પુજારી યાદવેલી ચંદ્રશેખર પ્રવીણ શર્માએ બીબીસીને જણાવ્યું કે કુંભ મેળાના આયોજન વિશે પૌરાણિક કથાઓમાં વિવિધ વાર્તાઓ છે.

શર્માના કહેવા પ્રમાણે, “સામ અને અથર્વવેદ અનુસાર જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી અમૃતનો ઘડો નીકળ્યો હતો. ત્યારે જયંત નામનો કાગડાએ તેને તેના મોંમાં લઈને પૃથ્વીની પરિક્રમા કરી હતી.”

“એવું કહેવાય છે કે પછી અમૃત કળશ (અમરત્વનું અમૃત)માંથી ચાર ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યાં હતાં, જેના કારણે આ સ્થાનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે.”

દર 12 વર્ષે એક વખત કુંભમેળાના આયોજન વિશે પ્રવીણ શર્માએ જણાવ્યું, “આપણો એક દિવસ 24 કલાકનો હોય છે. દેવતાઓ માટે એક દિવસ આપણાં કેટલાંય વર્ષો જેટલો હોય છે. પુરાણો કહે છે કે પક્ષીએ 12 દિવસ પૃથ્વીની પરિક્રમા કરી હતી. તેથી જ દર 12 વર્ષે તેને યોજવાનો રિવાજ છે.”

શંકરાચાર્ય ખગોળશાસ્ત્રનું પાલન કરતા હતા. દર 12 વર્ષે તારાઓ ભેગા થતા ત્યારે શંકરાચાર્ય કુંભમેળાનું આયોજન કરતા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS