Source : BBC NEWS
અપડેટેડ 53 મિનિટ પહેલા
અમેરિકાના લૉસ એન્જલસનાં જંગલોમાં લાગેલી આગ વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહી છે.
આગને કારણે મરનારાની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.
લૉસ એન્જલસનાં મેયર કરેન બૅસે જણાવ્યું કે પશ્ચિમ વિસ્તારમાં આવેલા પહાડોમાં નવી આગ લાગી છે. ઝડપથી ફૂકાતા પવનને કારણે આ આગ વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે.
તેમણે લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહેવાની અપીલ કરી છે.
લૉસ એન્જલસના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ક્રિસ્ટન ક્રૉલીએ જણાવ્યું કે પેલિસેડ્સમાં લાગેલી આગને કારણે વધુ બે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આગને કારણે કેટલા લોકોનાં મૃત્યુ થયાં તેની ચોક્કસ જાણકારી નથી.
આ પહેલાં ઇટનમાં લાગેલી આગને કારણે પાંચનાં મોત થયાં હતાં.
ક્રૉલીએ કહ્યું કે પેલિસેડ્સની આગ 19 હજાર એકરથી વધારે જમીનમાં ફેલાઈ છે જેને કારણે 53,00 ઇમારતો નષ્ટ થઈ ગઈ છે.
તેમણે એમ પણ કહ્યું કે વેંચુરા કાઉન્ટીમાં પણ આગ લાગી છે. અહીં 50 એકર જમીન પર આગ વિસ્તરી છે. જેેને બુઝાવવા માટે 60 ફાયર ફાઇટર્સ મોકલવામાં આવ્યા છે.
લૉસ એંજલસનાં જંગલોમાં લાગેલી ભીષણ આગથી અમેરિકાના કૅલિફોર્નિયાનું આ શહેર લગભગ બરબાદ થઈ ગયું છે. કંઈ કેટલાં ઘરો, સ્કૂલ, દૂકાનો, મંદિરો આ આગમાં રાખ થઈ ગયાં છે. આ આગના ફેલાવાને કારણે કેટલીક એવી જગ્યાઓની તસવીર સામે આવી છે જે એક સમયે સમૃદ્ધ મનાતી હતી અને આજે બળીને રાખ થઈ ગઈ છે.
પૅસિફિક પૅલિસૅડ્સ
પૅસિફિક કૉસ્ટ હાઇવે
આલ્ટાડેના
પેસાડેના
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS