Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શા માટે આ મહિલાઓ પોતાનાં નામમાંથી પિતા કે પતિનું નામ કઢાવી નાખવાં માગે છે?

12 મે 2025, 07:33 IST

ભારતમાં સામાન્ય રીતે વ્યક્તિનું નામ એ પછી તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવામાં આવે છે.

જોકે, કેટલીક મહિલાઓએ તેમના નામની સાથે લાગતું પિતાનું નામ કઢાવી નાખ્યું છે, તો કેટલીક માતાઓ તેમના દીકરાના નામ સાથે પૂર્વ પતિનું નામ કે અટક રાખવાં નથી માગતી.

બંધારણીય દૃષ્ટિએ તથા કોર્ટના અનેક ચુકાદા દ્વારા મહિલાઓને આ છૂટ મળેલી હોવા છતાં ધરાતલ ઉપર જ્યારે મહિલાઓ આવું કોઈ પગલું ભરવાં માગે છે, ત્યારે તેમને તિરસ્કારપૂર્વક જોવામાં આવે છે.

આમ છતાં કેટલીક મહિલાઓએ સાહસ કરીને ‘નવી ઓળખ’ મેળવી છે, તેમના વિશે આ વીડિયોમાં જુઓ.

મહિલા પતિનું નામ અટક, મધર્સ ડે સ્પેશિલ, પતિનું નામ હઠાવવા શું કરવું, નામ બદલવા શું કરવું, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS