Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ગુરપ્રીત ગોગી આમ આદમી પાર્ટી પંજાબ ધારાસભ્ય

ઇમેજ સ્રોત, X/gurpreetgogiaap

એક કલાક પહેલા

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. પંજાબ પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ગઈકાલે રાતે લગભગ 12 વાગ્યે બની હતી.

ગોળી વાગ્યા પછી ગુરપ્રીત ગોગીને લુધિયાણાની ડીએમસી હૉસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

પંજાબ પોલીસના ડીસીપી જસકરન સિંહ તેજાએ જણાવ્યું કે, “ગુરપ્રીત ગોગીને હૉસ્પિટલમાં મૃત જાહેર કરાયા છે. તેમના મૃતદેહને ડીએમસી હૉસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યો છે. મૃતદેહનું પૉસ્ટમોર્ટમ કરવામાં આવશે.”

તેમણે કહ્યું કે, “સ્વજનોના જણાવ્યા પ્રમાણે તેમણે ભૂલથી પોતાને ગોળી મારી દીધી હતી. તેમના માથામાં ગોળી વાગી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે.”

ગુરપ્રીત ગોગી લુધિયાણા પશ્ચિમથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા.

લૉસ એન્જલસમાં દાવાનળ, મૃત્યુઆંક વધીને 11 થયો

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ અમેરિકા આગ લોસ એન્જલસ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લૉસ એન્જલસમાં દાવાનળ ફાટી નીકળ્યો છે જે હજુ સુધી સંપૂર્ણ નિયંત્રણમાં નથી આવ્યો. આ દરમિયાન કુલ 11 લોકોનાં મોત થયાં છે અને 10 હજારથી વધારે ઘર તથા બીજી ઇમારતો આગમાં સળગીને નાશ પામી છે. આગામી દિવસોમાં ઝડપી પવન ફૂંકાવાની આગાહી છે તેથી આગ વધારે વિકરાળ બનીને પ્રસરે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે.

લૉસ એન્જલસ એરિયામાં ફાટી નીકળેલી આગને નિયંત્રણમાં લેતી વખતે કેટલીક જગ્યાએ પાણીની અછત સર્જાઈ હતી જેના કારણે આગને ઠારવાની કામગીરીને અસર થઈ હતી. કેલિફોર્નિયાના ગવર્નરે આની તપાસ કરવા માગણી કરી છે. શહેરની આસપાસ ફાટી નીકળેલી આગને ઠારવાના પ્રયાસ ચાલુ છે ત્યારે રાતના સમયે કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

અમેરિકાના પ્રમુખ જો બાઈડને લોસ એન્જલસ એરિયાને ‘યુદ્ધ ક્ષેત્ર’ની સાથે સરખાવ્યું છે અને ચેતવણી આપી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

લૉસ એન્જલસમાં આગના કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી ઘણાની ઓળખ થઈ શકી નથી.

શહેરના કુલ પાંચ ક્ષેત્રમાં ફેલાયેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર્સ સતત પ્રયાસ કરી રહ્યા છે. પૈલિસેડ્સ એરિયામાં 20 હજાર એકરથી વધારે જમીનને આગના કારણે અસરથી છે.

ઈટનમાં આગના કારણે લગભગ 14 હજાર એકર વિસ્તાર સળગીને રાખ થઈ ગયો છે. અહીં ત્રણ ટકા આગ નિયંત્રણમાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS