Source : BBC NEWS

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images

15 જાન્યુઆરી 2025, 07:05 IST

અપડેટેડ 56 મિનિટ પહેલા

દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની પોલીસે ધરપકડ કરી છે.

આ પહેલાં તેમની ધરપકડ કરવા પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી તેની ખબર ફેલાતા જ યૂન સુક-યોલના ઘરની બહાર તેમના સમર્થકોનો જમાવડો થઈ ગયો હતો તો સામે પક્ષે વિરોધીઓ પણ જમા થયા હતા. સમર્થકો યૂન સુક-યોલની ધરપકડ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે કે વિરોધીઓ તેમની સામે નારેબાજી કરી રહ્યા છે.

ધરપકડ કરાયેલા યૂન સુક-યોલે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે આ તપાસ ગેરકાયદે છે છતાં હું કાયદાને માન આપીને તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે સંમત થયો છું.

દક્ષિણ કોરિયા: ફરીવાર રાષ્ટ્રપતિની ધરપકડ કરવા પહોંચી પોલીસ, ઘર બહાર જમા થયા સમર્થક અને વિરોધીઓ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, BBC / Leehyun Choi

યૂન સુક-યોલની ધરપકડ કરવાનો પોલીસે અગાઉ પણ પ્રયાસ કર્યો હતો.

યૂન સુક-યોલે ગત વર્ષે 3 ડિસેમ્બરના રોજ દેશમાં માર્શલ લૉ લગાવવાનું ઍલાન કર્યું હતું પરંતુ વિરોધને જોતા તેમણે આ ઍલાન પરત લેવું પડ્યું હતું.

14મી ડિસેમ્બરના રોજ તેમની સામે સંસદમાં લાવવામાં આવેલો મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં પાસ થયો હતો પરંતુ તેમને રાષ્ટ્રપતિપદથી દેશની સંવૈધાનિક કોર્ટ દ્વારા જ હઠાવી શકાય છે. 31મી ડિસેમ્બરના રોજ દક્ષિણ કોરિયાની એક કોર્ટે તેમની સામે ધરપકડનું વૉરંટ કાઢ્યું હતું.

કેરળમાં દલિત વિદ્યાર્થિની સાથે થયેલા ગૅંગરેપ મામલે ધરપકડ કરાયેલા આરોપીની સંખ્યા 45 પહોંચી

કેરળ, ગૅંગરેપ, દલિત વિદ્યાર્થિની, બીબીસી ન્યૂઝ અપડેટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેરળના પથનમથિટ્ટામાં 18 વર્ષની એક દલિત વિદ્યાર્થિનીની સાથે થયેલા ગૅંગરેપના મામલે દાખલ 30 એફઆઈઆર પૈકી 6માં પીડિતાએ જજ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ વચ્ચે ધરપકડ કરાયેલા આરોપીની સંખ્યા વધીને 45 પહોંચી છે.

આ મામલે કુલ 59 લોકોને આરોપી બનાવાયા છે. આ પહેલાં 64 આરોપી મનાતા હતા. જે પૈકી બે વ્યક્તિ ભારત બહાર છે અને એક વ્યક્તિ કેરળની બહાર છે.

જે લોકો પર આરોપો લાગ્યા છે તેમાં વિદ્યાર્થીનીના પાડોશી, તેમના પિતાના મિત્રો, સ્પૉર્ટ્સ કોચ અને અન્ય લોકો પણ સામેલ છે. તેમાંથી બે આરોપીઓ 17 વર્ષના છે. જ્યારે બાકીના આરોપીઓ 19થી 47 વર્ષની ઉંમરના છે.

યુક્રેનનો રશિયા પર ‘અત્યારસુધીનો સૌથી મોટો’ હુમલો, રશિયાએ કહ્યું જલદી અપાશે જવાબ

યુક્રેન, રશિયા, હુમલો, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, White Sands Missile Range Public Affairs

યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયા પર ઘણાં ઠેકાણાં પર હુમલો કર્યો છે અને આ યુદ્ધ બાદનો સૌથી મોટો હુમલો છે.

યુક્રેનની સેના અનુસાર, ઘણાં ક્ષેત્રોમાં દારુગોળાનાં ડૅપો તથા રસાયણિક સંયંત્રોને નિશાન બનાવાયાં. જેમાં કેટલાંક સરહદથી ઘણાં દૂર હતાં.

યુક્રેનની ગુપ્તચર એજન્સીના સૂત્રોએ બીબીસીને આપેલી જાણકારી પ્રમાણે રાતભર આ હુમલો ચાલ્યો અને તે ‘રશિયાની યુદ્ધ છેડવાની ક્ષમતા માટે દર્દનાક ઝાટકો’ હતો.

રશિયાએ પણ કહ્યું છે કે તે આ હુમલાનો જવાબ આપશે.

યુક્રેનના હુમલાને કારણે રશિયાના દક્ષિણ-પશ્ચિમ શહેર સારાતોવમાં સ્કૂલોને બંધ રાખવામાં આવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS