Source : BBC NEWS

ઝિકા વાઇરસ : આ કયો વાઇરસ છે, શું ગર્ભવતી મહિલાઓને તેનાથી વધુ જોખમ છે?

45 મિનિટ પહેલા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર ઝિકા વાઇરસ એડીસ મચ્છરના કરડવાથી થાય છે, આ મચ્છર દિવસ દરમિયાન માણસને કરડે છે.

ડેન્ગ્યૂ અને યલો ફીવર માટે પણ એડીસ મચ્છર જ જવાબદાર હોય છે.

ઝિકા વાઇરસના કારણે ગુલિયન બેરે સિન્ડ્રોમ થઈ શકે છે, સાથે મગજને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.

જો ગર્ભવતી મહિલાને ઝિકા વાઇરસનો ચેપ લાગે તો બાળક ખોડ સાથે જન્મી શકે છે.

ચેપ લાગવાના કારણે કસુવાવડ પણ થઈ શકે છે.WHO અનુસાર ગર્ભમાં રહેલા બાળકને માતા દ્વારા ચેપ લાગી શકે છે.

ચેપી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી, ચેપી વ્યક્તિનું લોહી કોઈ અન્ય વ્યક્તિને ચઢાવવાથી પણ આ બીમારી ફેલાય છે.

બીબીસી ગુજરાતી, ઝિકા વાઇરસ, મહિલા, ગર્ભવતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS