Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ અમદાવાદ સાઈક્લોન તાપમાન ગરમી

ઇમેજ સ્રોત, Getty Images

37 મિનિટ પહેલા

ગુજરાતમાં ભરઉનાળામાં ગરમીથી રાહત મળી છે અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે.

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યા પછી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે ગુજરાતના દરિયાકિનારે અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ છે.

આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ અમદાવાદ સાઈક્લોન તાપમાન ગરમી

ઇમેજ સ્રોત, IMD

પાંચ મે, સોમવારથી 6 મે મંગળવાર સુધીના હવામાનના વર્તારા પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

છ મેથી સાત મેની હવામાનની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા – સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ અમદાવાદ સાઈક્લોન તાપમાન ગરમી

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતના જે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યાં પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર, પંચમહાલ, અને છોટા ઉદેપુર તથા સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં 60 કિમી પ્રતિ કલાક સુધી પવનની ઝડપ રહી શકે છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે.

રાષ્ટ્રીય હવામાનની આગાહી મુજબ ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્યમ ભારતમાં આગામી ચાર દિવસમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે. પરંતુ ચાર દિવસ પછી તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. પરંતુ ચાર દિવસ પછી મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધે તેવી આગાહી છે.

આગામી સાત દિવસ પછી પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો શક્ય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS